IPL 2023 – RCBને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પહોંચી પ્લેઓફની નજીક, જાણો તમામ સમીકરણો

10 May 23 : IPL 2023 ની 54મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય થયો હતો. 200 રનનો પીછો કરતા મુંબઈએ 21 બોલ બાકી રહેતા 6 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈએ પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી અને પ્લેઓફ તરફ એક પગલું ભર્યું. આ સિઝનમાં તેની છઠ્ઠી જીત મેળવીને, મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની નજીક પહોંચી ગયું છે. RCB સામે રમાયેલી મેચ પહેલા મુંબઈ 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબર પર હતું પરંતુ આ જીત બાદ મુંબઈ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે. તમામ ટીમો કુલ 14-14 લીગ મેચ રમશે. પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછી 8 મેચ જીતવી જરૂરી છે અને મુંબઈએ અત્યાર સુધી 11માંથી 6 મેચ જીતી છે. હવે ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે તેની બાકીની ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે.

દિલ્હી અને હૈદરાબાદ સિવાય તમામ ટીમોએ 11-11 મેચ રમી છે. દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને બાદ કરતાં અન્ય તમામ ટીમોએ ટૂર્નામેન્ટમાં તેમની 11-11 મેચ રમી છે. હૈદરાબાદ અને દિલ્હીએ અત્યાર સુધીમાં 4-4 જીત નોંધાવી છે. બંને ટીમો અનુક્રમે 9મા અને 10મા સ્થાને છે. બીજી તરફ, ગુજરાત સૌથી વધુ 8 જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ સિવાય ચેન્નાઈ અને મુંબઈએ અત્યાર સુધી 6-6 મેચ જીતી છે. બંને ટીમ પોઈન્ટ ટેબલમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 5-5થી જીત મેળવી છે. તમામ ટીમો પોઈન્ટ ટેબલમાં અનુક્રમે 4 થી 8 નંબર પર છે. તેના અંત તરફ આગળ વધી રહી છે અને હજુ સુધી પોઈન્ટ ટેબલ માટે ટોપ-4 ટીમોની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.

વધુમાં વાંચો… RCBને હરાવી મુંબઈ પહોંચ્યું ત્રીજા નંબરે, બેંગ્લોર સાતમા ક્રમે જાણો પોઈન્ટ ટેબલ વિશે
IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં MI એ 6 વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે. 200 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે માત્ર 16.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત બાદ મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાનેથી સીધા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વિજય બાદ મુંબઈએ પ્લેઓફ તરફ વધુ એક પગલું વધાર્યું છે. બીજી તરફ બેંગ્લોરની ટીમ હાર બાદ છઠ્ઠા નંબરથી સાતમા નંબર પર આવી ગઈ છે. આ શાનદાર જીત બાદ મુંબઈના નેટ રનરેટમાં મોટો ફેરફાર થયો છે. મેચ પહેલા મુંબઈનો નેટ રન રેટ -0.454 હતો અને હવે તે -0.255 થઈ ગયો છે અને મુંબઈના પણ 12 પોઈન્ટ થઈ ગયા છે. મેચમાં હાર બાદ, મેચ પહેલા બેંગ્લોરની ટીમ 10માંથી 5 જીત, 10 પોઈન્ટ અને -0.209 નેટ રનરેટ સાથે છઠ્ઠા નંબર પર હતી, પરંતુ હવે ટીમ -0.345 નેટ રનરેટ સાથે સાતમા સ્થાને પહોંચી ગઈ છે.

બાકીની ટીમો ની સ્થિતી: પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ સાથે નંબર વન, ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ સાથે બીજા નંબરે, મુંબઈ ઈન્ડિયન્સ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે, લખનૌ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને 0.388 નેટ રનરેટ સાથે પાંચમા નંબરે હાજર છે. ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ 5 જીત, 10 પોઈન્ટ અને -0.079 નેટ રનરેટ સાથે છઠ્ઠા, RCB 5 જીત, 10 પોઈન્ટ અને -0.345 નેટ રનરેટ સાથે સાતમા, પંજાબ કિંગ્સ 5 જીત , 10 પોઈન્ટ અને – 0.441 સાથે આઠમા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 4 જીત, 8 પોઈન્ટ અને -0.472 નેટ રનરેટ સાથે 10 માંથી નવમા સ્થાને છે અને દિલ્હી કેપિટલ્સ 10 માંથી 4 જીત, 6 પોઈન્ટ અને -0.529 નેટ રનરેટ સાથે 10મા ક્રમે છે.

વધુમાં વાંચો… પૂર્વ પાક પીએમ ઈમરાન ખાનની ધરપકડ, સુરક્ષા કર્મચારીઓ તેમને કોર્ટમાંથી લઈ ગયા; સમર્થકોનો હોબાળો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની સ્થાનિક સમાચાર એજન્સીએ આ અંગે માહિતી આપી છે.

ભ્રષ્ટાચારના આરોપો પર કાર્યવાહી. કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઈમરાનના સહયોગી ફવાદ ચૌધરીએ તેમની ધરપકડની પુષ્ટિ કર્યા વિના કહ્યું કે, ઈમરાન ખાનની કારને ઘેરી લેવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં પાક રેન્જર્સ ઈમરાન ખાનને ધક્કો મારતા જોવા મળે છે. બીજી તરફ ઈમરાન ખાનની ધરપકડ પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે કે, ‘મારી સામે કોઈ કેસ નથી. તેઓ મને જેલમાં ધકેલી દેવા માંગે છે. હું આ માટે તૈયાર છું. આ પહેલા ઈમરાન ખાને આઈએસઆઈ ઓફિસર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ઈમરાને કહ્યું હતું કે, આઈએસઆઈના વરિષ્ઠ અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર, જેમણે બે વખત તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો, તે વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફની હત્યામાં પણ સામેલ હતો.

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. કરાચીમાં લોકોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કરતા હિંસા થઈ હોવાના અહેવાલો છે. પોલીસનો દાવો છે કે ઈસ્લામાબાદમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાવલપિંડીમાં ગુસ્સે ભરાયેલા ટોળાને રોકવા માટે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાનની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમરાને તેના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. પાકિસ્તાનથી આવતા વીડિયોમાં ટોળું લશ્કરી કેન્દ્રો – કોર્પ્સ કમાન્ડરના ઘર તરફ કૂચ કરતું જોવા મળે છે. કરાચીમાં ઈમરાનના સમર્થકો એ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં તોડફોડના અહેવાલો છે જ્યાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી. રાવલપિંડી અને કરાચી ઉપરાંત ઈસ્લામાબાદ, પેશાવર, લાહોર, હરિપુર, એબોટાબાદ, સિયાલકોટ, ફૈસલાબાદ અને દેશના અન્ય ભાગોમાંથી પણ હિંસા નોંધાઈ હતી. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદે આશંકા વ્યક્ત કરી છે કે ઈમરાનને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી શકે છે. ઈમરાન હીરો બનશે. એક વીડિયો જાહેર કરતા રાશિદે કહ્યું કે, નૈબે ઈમરાનની ધરપકડનો આદેશ આપ્યો છે. તેમનું કહેવું છે કે આ લંડનમાં બેઠેલા શાસકના કહેવા પર કરવામાં આવ્યું છે. શેખ રાશિદે કહ્યું છે કે જે પણ થયું છે તે ઈમરાન ખાનને હીરો બનાવી દેશે અને બાકીના ચોર અને લૂંટારાઓ ઝીરો સાબિત થશે. શેખ રાશિદના કહેવા પ્રમાણે, શાહબાઝ સરકાર ઈમરાનનો મુકાબલો કરવાથી ડરે છે. તેમણે સરકારને ચોરોની સરકાર ગણાવી છે, જેણે તેની સામે મની લોંડરિંગના કેસોનો અંત લાવી દીધો છે.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ રેલીની નજીક પાર્ક કરાયેલા બે પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી અને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થકોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.જિયો ન્યૂઝની રિપોર્ટના અનુસાર, ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહૌર, કરની, ગુજરાંવાલા, ફેંસલાબાદ, મુલ્તાન, પેશાવર અને મર્દન સહિત દેશ ભરના શહેરમાં પીટીઆઈ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કવેટામાં વિરોધ પ્રદર્શનમાં પીટીઆઈના એક કાર્યકર્તાનું મોટ થયું હોવાનું અને 6 જેટલા લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, ઇમરાન ખાન આજે કોર્ટમાં રજૂ થશે અને તે નેશનલ બ્યુરોબિલિટી બ્યુરોમાં 4-5 દિવસ રહી શકે છે.નેબ 14 દિવસ માટે ઇમરાન ખાનની હિરાસતની માંગણી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here