IPL 2023 Final – ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ પહેલા BCCIએ MS ધોનીનું કર્યું વિશેષ ટ્રિબ્યું,જાણો વધુ વિગત

ચેન્નાઈ સુપર કિંગ્સ 10મી વખત આઈપીએલની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. ચેન્નાઈના ચાહકોને આશા છે કે આ વખતે ટીમ તેની પાંચમી ટ્રોફી જીતશે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ અત્યાર સુધી ચાર ટાઈટલ જીતી ચૂક્યું છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023ની ટાઈટલ મેચ દ્વારા તેની 250મી આઈપીએલ મેચ રમશે. આ મેચ પહેલા બીસીસીઆઈ એ એમએસ ધોનીને આપ્યું ખાસ ટ્રિબ્યું.
IPL દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં પીચ ક્યુરેટરથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી બધાએ ધોની વિશે વાત કરી હતી. વીડિયોમાં ધોનીના ઘણા ફેન્સ દેખાયા હતા. તેમાં એક નાનો ફેન પણ જોવા મળ્યો હતો. બધાએ ધોની વિશે વાત કરી અને ધોની સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી. મહેન્દ્ર સિંહ ધોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હંમેશા આધારસ્તંભ રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં બેટ્સમેન તરીકે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. 11 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ધોનીએ 34.67ની એવરેજ અને 185.71ની સ્ટ્રાઇક રેટથી 104 રન બનાવ્યા છે. આમાં તેનો હાઈ સ્કોર અણનમ 32 રહ્યો છે. આ દરમિયાન તેને 10 છગ્ગા માર્યા છે.
આ સિઝનની શરૂઆતથી જ મહેન્દ્ર સિંહ ધોનીની IPL નિવૃત્તિની ચર્ચાઓ વધી રહી છે. ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તેની સત્તાવાર રીતે કોઈને ખબર નથી. ટૂર્નામેન્ટ દરમિયાન એક મેચ બાદ આ વિશે વાત કરતા ધોનીએ કહ્યું કે તેની પાસે નિર્ણય લેવા માટે 8-9 મહિનાનો સમય છે. ફ્રેન્ચાઇઝીના સીઇઓ કાસી વિશ્વનાથન પણ ધોની આગામી સિઝનમાં રમવાની અપેક્ષા રાખી રહ્યા છે.વિશ્વનાથનને પણ ખબર નથી કે ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં. હવે જોવું એ રસપ્રદ રહેશે કે આ સિઝન બાદ ધોની શું નિર્ણય લે છે.

વધુમાં વાંચો… IPL 2023 – આ સ્ટાર્સ ક્લોઝિંગ સેરેમનીમાં મળશે જોવા,જાણો લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિશે
IPL 2023નો સમાપન સમારોહ 28 મે 2023ના રોજ આયોજિત કરવામાં આવશે. આ દિવસે IPL 2023 સિઝનની ફાઇનલ મેચ રમાશે. ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. એવું માનવામાં આવે છે કે IPL 2023ના સમાપન સમારોહમાં બોલિવૂડની હસ્તીઓ, ગાયકો અને કલાકારો પરફોર્મ કરશે. IPL 2023નો સમાપન સમારોહ 28 મેના રોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. પ્રાપ્ત માહિતી અનુસાર, IPL 2023ની ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ, ગાયક એઆર રહેમાન, સિંગર અને રેપર કિંગ, રેપર ડિવાઈન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા સિંગર અરિજીત સિંહ સિવાય એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને રસ્મિકા મંધાનાએ પણ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે, IPL 2023નો સમાપન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે. આ સમાપન સમારોહ પછી, ફાઇનલ મેચ રમાશે.
લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ : તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL 2023ના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ જોઈ શકો છો. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાશે. તમે Jio સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL 2023ના સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આ રીતે ક્વોલિફાયર-2 મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આ રીતે ક્વોલિફાયર-2 મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે.

વધુમાં વાંચો… શુભમન ગિલથી લઈને રુતુરાજ ગાયકવાડ , બધાની નજર રહેશે આ પાંચ ખેલાડીઓ પર
IPL 2023 ની ટાઇટલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર, 28 મેના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. દરેકની નજર આ મેચ રમનાર બંને ટીમના આ પાંચ ખેલાડીઓ પર રહેશે. જેમાં ગુજરાતના શુભમન ગિલથી લઈને ચેન્નાઈના રૂતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે.
1 શુભમન ગિલ
ગુજરાત ટાઇટન્સનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલ આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ગિલે 3 સદી કરી છે. ગિલે સિઝનમાં સૌથી વધુ 851 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સામેની ફાઈનલ મેચમાં શાનદાર ઈનિંગની આશા રાખી શકાય છે.
2 રૂતુરાજ ગાયકવાડ
ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓપનર રુતુરાજ ગાયકવાડ ગુજરાત ટાઇટન્સ સામે અદ્ભુત લયમાં જોવા મળી રહ્યો છે. ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે, ચારેય મેચમાં ગાયકવાડે 4 અડધી સદી કરી છે. આવી સ્થિતિમાં તે આ મેચમાં અડધી સદી રમી શકે છે.
3 ડેવોન કોનવે
ચેન્નાઈ સુપર કિંગ્સના બીજા ઓપનર બેટ્સમેન ડેવોન કોનવેએ સિઝનની 14 ઇનિંગ્સમાં 6 અડધી સદી ફટકારી છે. આમાં તેનો હાઈ સ્કોર અણનમ 92 રન હતો. આવી સ્થિતિમાં કોન વે આજે ગુજરાત સામે શાનદાર ઇનિંગ રમી શકે છે.
4 મોહમ્મદ શમી
ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટુર્નામેન્ટમાં પર્પલ કેપ ધારક છે. શમીએ અત્યાર સુધીમાં 28 વિકેટ ઝડપી છે. શમી અને નવા બોલ સાથે રમવું એટલું સરળ નથી. આવી સ્થિતિમાં તેની શરૂઆતની ઓવરો વિરોધી ટીમને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે.
5 મથિશા પાથિરાના
CSK Vs GT Head To Head: ફાઇનલમાં ટકરાશે ચેન્નાઈ અને ગુજરાત, જાણો કોણ કોના પર છે ભારે
ચેન્નાઈનો ફાસ્ટ બોલર મથિષા પથિરાના તેની ટીમ માટે અત્યાર સુધી ઘણો અસરકારક સાબિત થયો છે. ડેથ ઓવરોમાં પથિરાનાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિ માં પથીરાના ફાઈનલમાં ગુજરાત માટે ખતરો બની શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPLની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. આ વખતે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત સામે ચાર વખત ટાઇટલ જીતનાર ચેન્નાઇ સુપર કિંગ્સનો પડકાર હશે. બંને વચ્ચે આજે 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. બંને વચ્ચે અત્યાર સુધી માં ચાર મેચ રમાઈ છે. આવો જાણીએ આમાં કોણ કોના થી આગળ છે.
ચેન્નાઈ વિ ગુજરાત હેડ ટુ હેડ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આઈપીએલમાં અત્યાર સુધીમાં ચાર વખત આમને-સામને આવી છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ માત્ર એક જ મેચ જીતી છે. IPL ની 2023 ની પ્રથમ લીગ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત 5 વિકેટે જીત્યું હતું.
ગુજરાત ચેન્નાઈ સામે પ્લેઓફ મેચ હારી ગયું છે
બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નાઈની ટીમ પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. બંને વચ્ચે 23 મેના રોજ ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રને જીત મેળવી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ચેન્નાઈ 10મી ફાઈનલ રમશે
ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની 10મી ફાઈનલ મેચ રમશે. અગાઉ રમાયેલી નવ ફાઈનલ મેચોમાં ચેન્નાઈએ ચારમાં જીત મેળવી છે અને પાંચ ટાઈટલ મેચ હારી છે. બીજી તરફ પોતાની બીજી સિઝન રમી રહેલી ગુજરાતની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. અગાઉ IPL 2022ની ફાઇનલમાં ગુજરાતે વિજય નોંધાવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત અને ચેન્નાઈમાં આ વખતે કઈ ટીમ જીતે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here