
14 May 23 : અમેરિકન શોર્ટ-સેલિંગ કંપની હિન્ડેનબર્ગે અદાણી જૂથ પર ઘણા આરોપો મૂક્યા હતા, જે પછી જૂથની તમામ કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. અદાણી ટ્રાન્સમિશન બોર્ડે QIP દ્વારા USD 1 બિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. તેવામાં પ્રાપ્ત વિગતો અનુસાર અદાણી જૂથ ત્રણેય કંપનીઓ દ્વારા કુલ $5 બિલિયન એકત્ર કરવા માંગે છે. અદાણી ગ્રૂપની ટ્રાન્સમિશન કંપનીને તેના બોર્ડ દ્વારા બજારમાંથી $1 બિલિયન (રૂ. 85 બિલિયન) એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે, કંપનીએ શનિવારે જણાવ્યું હતું કે, અદાણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) અને અન્ય માન્ય પદ્ધતિઓ દ્વારા ઇક્વિટી શેર વેચીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સાથે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. અને તેની રિન્યુએબલ-એનર્જી આર્મ અદાણી ગ્રીન એનર્જી લિ. ભંડોળ એકત્ર કરવા માટેની દરખાસ્તો પર વિચારણા કરવા માટે શનિવારે બોર્ડની બેઠકો યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું, આ બેઠકો હાલ માટે 24 મે સુધી મુલતવી રાખવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અદાણી જૂથ ત્રણેય કંપનીઓ દ્વારા કુલ $5 બિલિયન એકત્ર કરવા માંગે છે. જાન્યુઆરીમાં, અમેરિકન શોર્ટ-સેલિંગ કંપની હિન્ડેનબર્ગે અદાણી જૂથ પર ઘણા આરોપો મૂક્યા હતા, જે પછી જૂથની તમામ કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. અદાણી જૂથે હિંડનબર્ગના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને દાવો દાખલ કરવાની ધમકી આપી હતી. હાલમાં, જ્યારે માર્કેટ રેગ્યુલેટર સેબી આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ નિષ્ણાત જૂથને તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
વધુમાં વાંચો…. એવું તે શું થયું કે, ડીસા તાલુકાના વાસણા-ગોળીયા ગામના તળાવની એક પછી એક માછલીઓ ટપોટપ મરવા લાગી, તપાસની માંગ
બનાસકાંઠાના ડીસા પાસે આવેલ વાસણા-ગોળીયા ગામે તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગામના સરપંચ સહિત આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ કરાવવાની માંગ કરી છે. ડીસા તાલુકાના વાસણા-ગોળીયા ગામે આજે તળાવમાં એક પછી એક એમ હજારો માછલીઓનું મોત થયું છે. અચાનક એક સાથે હજારો માછલીના મોત થયુ હોવાના સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત આજુબાજુના લોકો તળાવ પર દોડી આવ્યા હતા જ્યાં તળાવમાં હજારો મૃત્યુ પામેલ માછલીઓ તરતી હાલતમાં જોવા મળી હતી.
કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખી દીધું હોય તેવી આશંકા. અચાનક માછલીના મોત થતાં લોકો અરેરાટી વ્યાપી હતી, ગ્રામજનોનું માનવું છે કે કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખી દીધું હોય તેવી અમને પુરી શંકા છે માટે અમે સ્થાનિક મામલતદાર અને અન્ય વિભાગમાં પણ જાણ કરી છે અને માછલીના મોત અંગે તટસ્થ તપાસ થવી જોઈએ. વાસણા ગોળીયા ગામમાં આવેલું આ વર્ષો જૂનું તળાવ છે અને આ તળાવમાં બારેમાસ પાણી રહેતું હોવાના કારણે રોજબરોજ આજુબાજુ માંથી હજારો પશુ પંખીઓ આવીને પાણી પી તેમની તરસ છુપાવે છે ત્યારે માછલીઓના મોત બાદ હવે ગ્રામજનોને પશુ પંખીઓની ચિંતા સતાવી રહી છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તપાસ કરે તે ઈચ્છનીય છે.
વધુમાં વાંચો… દમણમાં ગર્ભવતી મહિલાઓના બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવાનું રેકેટ સામે આવ્યું, મહિલાઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
દમણ સીએચસી ખાતે આંગણવાડીની આશા વર્કર બહેનો અને તબીબો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણમાં હમણાં થોડા સમયથી ગર્ભવતી મહિલાઓ ને ફેક કોલ આવી રહ્યા છે, જેમાં ઠગ ભગતો પોતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી બોલી રહ્યા છે એમ કહીને ગર્ભવતી મહિલાઓ માટે સરકારની વિવિધ સ્કીમો અંતર્ગત સહાયનો જાસો આપીને તેમના બેન્ક એકાઉન્ટ અને ઓટીપી નંબર લઈને બેન્ક ખાતામાંથી નાણાંની ઉચાપત કરી રહ્યા છે, જે મામલે દમણ પોલીસ મથકમાં 5 થી પણ વધુ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ગર્ભવતી મહિલાઓના ખાતામાંથી 5 થી લઈને 50 હજાર સુધીની રકમની ઉચાપત પણ થઇ છે, ભોગ બનનાર મહિલાઓના જણાવ્યા મુજબ જયારે ફોન આવે ત્યારે કોલ આઈડી પર પણ ડોક્ટરનું નામ લખેલું હોય છે, જો કે પોલીસે આરોપીઓને ઝેર કરવા આ મામલે ત્વરિત તપાસ હાથ ધરી છે, ત્યારે આજે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત આશા વર્કરો અને તબીબોને ડો સુહાસ સોલંકીએ ઘરે ઘરે જઈને ગર્ભવતી મહિલાઓને ફેક સરકારી યોજનાઓ અંગે લોભામણી લાલચો આપી નાણાંની ઉચાપત કરતા ગઠિયાઓ વિષે જાણકારી આપવા અને આવા ઠગ ભગતોથી સાવધાન રહેવા જણાવ્યું હતું,, જો કે નવાઈની વાત તો એ છે કે સમગ્ર પ્રદેશમાં કઈ મહિલા ગર્ભવતી છે, અને કઈ આશા વર્કર આ મહિલા સાથે જોડાયેલી છે,તેમજ તેના આધાર કાર્ડથી માંડીને પુરા પરિવારની રજેરજની વિગત આ ઠગો પાસે આવી કેવી રીતે,એટલે આરોગ્ય વિભાગમાં પણ કોઈ જાણભેદુ આ ઠગોને સમગ્ર માહિતી પુરી પાડી રહ્યો હોય એવું પણ બની શકે, ત્યારે આરોગ્ય વિભાગ માત્ર ગર્ભવતી મહિલાઓને સાવધાન કરવાની સાથે પોતાના વિભાગના જાણભેદુઓની તપાસ પણ હાથ ધરે તે પણ ખુબ જરૂરી છે.