એસ.ટી કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકાર હકારાત્મક વલણ અપનાવી સમસ્યા ઉકેલે તે જરૂરી

17 Sep 22 : એસટી ના યુનિયનો અને સરકાર બે આખલાની લડાઈમાં ૨૨/૯ મુસાફરોનો નીકળશે ખો.કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નો અંગે તાકીદે નિવેડો લાવવા લોક સંસદ વિચાર મંચ અને કોંગી આગેવાનોની મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, લોક સંસદ વિચાર મંચના લીગલ એડવાઈઝર એડવોકેટ ઇન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, પ્રવીણભાઈ લાખાણી, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત જણાવે છે કે તારીખ 22/9 ના શુક્રવારે મધરાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) રાજ્યભરમાં એસટીના પૈડા થંભાવી દેવાની એસટીના ત્રણેય યુનિયનો એ કર્મચારીઓના વ્યાજબી અને અણ ઉકેલ પ્રશ્નો અંગે ચીમકી આપી છે ત્યારે એસટી યુનિયનો અને સરકાર બે આખલાની લડાઈમાં નિર્દોષ મુસાફરોનો ખો નીકળી જશે અને પારાવાર હાડમારી વેઠવી પડશે અગાઉ પણ એસટી દ્વારા આ પ્રકારની હડતાલના પગલે રાજ્યભરના પૈડા જ્યારે થંભાવી દેવામાં આવેલ હતા ત્યારે મધરાતે અંતરિયાળ બસો ઠપ્પ કરી દેવાતા સિનિયર સિટીઝન, બાળકો અને મહિલાઓ મુસાફરોની કફોડી હાલત બની હતી. અને ખૂબ જ હાડમારી અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકાર એસટીના વ્યાજબી પ્રશ્નો અંગે હકારાત્મક વલણ અખત્યાર કરી પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરે તેમ કોંગ્રેસ અને લોક સંસદ વિચાર મંચની માંગ છે.

આ અંગે હજારો મુસાફરોના હિતમાં સરકાર અક્કડ વલણ ન રાખી વ્યાજબી પ્રશ્નોનું નિરાકરણ લાવે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કોંગ્રેસના આગેવાનો અને લોક સંસદ વિચાર મંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકારને જો હકારાત્મક વલણ અખત્યાર ન કરવું હોય તો નિર્દોષ મુસાફરો જેને ટિકિટ લીધેલી છે તે જે જગ્યાએ જવાનું હોય તે સ્થળે પહોંચાડવા અત્યારથી જ જિલ્લા કલેકટરોને આદેશ આપી અને ખાનગી બસો અને વાહનો ડીટેઇન કરી (ચૂંટણીની જેમ) યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ગત વખતે આ પ્રકારની હડતાલમાં એસ.ટી. અને ખાનગી બસોના ભાડા કરતા બે થી ત્રણ ગણા ભાડા ખાનગી વાહનો એ મુસાફરો પાસેથી પડાવીને બેફામ લૂંટ ચલાવી હતી. તત્કાલીન સમયે સરકારે અને જિલ્લા કલેકટરોએ કોઈ પણ પ્રકારની મુસાફરોના હિતમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરી નહીં અને ધૃતરાષ્ટ્રની જેમ તમાશો જોયો હતો જે પરિસ્થિતિ ફરીથી ઊભી ન થાય તે માટે દરેક જિલ્લા કક્ષાએ સરકાર અને જિલ્લા કલેકટરો એ અત્યારથી પ્લાનિંગ કરવું જરૂરી છે.

અગાઉ એસટીના યુનિયનોના કર્મચારીના 13 પડતર પ્રશ્નો અંગે સરકાર સાથે અનેક વખત બેઠકો કરી છે પરંતુ દરેક વખતે લોલીપોપ આપ્યા બાદ વ્યાજબી પ્રશ્નો અધરતાલ રહેતા એસ.ટી.ના ત્રણેય યુનિયનો અને ૪૪૦૦૦ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે જે પગલે આજથી ૨૦/૯ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે ત્યારબાદ ૨૧/૯ અને ૨૨/૯ ઘંટનાદ કરશે અને ત્યારબાદ ૨૨/૯ ના શુક્રવારે રાજ્યભરમાં એસટીના પૈડાઓ થંભી જશે જે પગલે મુસાફરોના હિતને ધ્યાનમાં લઇ સરકારે યોગ્ય વ્યવસ્થા કરવા ઉપરોક્ત કોંગી આગેવાનો અને લોક સંસદ વિચાર મંચના સદસ્યોએ અપીલ કરી છે.

  • વધુ એક વખત વોર્ડ નંબર 14માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. માસ્તર સોસાયટી શેરી નંબર ૩/૭ કોર્નર પરની શેરીઓમાં પાણીની થઈ રેલમછેલ

17 Sep 22 : લોક સંસદ વિચાર મંચના પ્રણેતા ગજેન્દ્રસિંહ ઝાલાની (સિનિયર કોંગ્રેસ અગ્રણી) યાદી મુજબ આજે વોર્ડ નંબર 14માં વધુ એક વખત પાણીની ૨૪ કલાકની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. માસ્તર સોસાયટી શેરી નંબર ૩/૭ કોર્નર પર મુખ્ય રસ્તા પર પાણીની પાઇપલાઇન સવારના 4:00 વાગે તુટી જવાને પગલે આ સોસાયટીની આજુબાજુની શેરીમાં પાણીની રેલમછેલ થઈ હતી આશ્ચર્યની બાબત તો એ છે કે આ વોર્ડના અડધા વિસ્તારોમાં ડી. આઇ. પાઇપલાઇનનું કામ પૂર્ણ થયેલ છે પરંતુ આ વોર્ડ નંબર 14 ના જ ૫૦ ટકાથી વધુ વિસ્તારો જેમાં માસ્તર સોસાયટી, કોઠારીયા કોલોની, વાણીયાવાડી, ગીતાનગર, ગોપાલનગર, ગાયત્રીનગર, આનંદનગર, શ્રમજીવી સોસાયટી સહિતના વિસ્તારોમાં ડી. આઇ. પાઇપલાઇન ન હોવાને પગલે અને પાણીની જૂની લાઈનોને પગલે આ વોર્ડ નંબર 14માં વખતોવખત પાણીની લાઈનોમાં ભંગાણ થાય છે અને પાણીનો વ્યાપક પ્રમાણમાં વેડફાટ પણ થાય છે.

પાણીની પાઇપલાઇન તૂટી હોવાની જાણ ગજુભાને થતા તેઓ સ્થળ પર દોડી જઇ કોલ સેન્ટરમાં ફરિયાદ નંબર ૨૨૨૬૦૬૦૪ થી ફરિયાદ કરી હતી અને વોર્ડના ડેપ્યુટી ઇજનેર વિપુલ રાજદેવ અને આસિસ્ટન્ટ ઇજનેર સુરેશભાઈ કડિયાને આ બાબતે ટેલીફોનિક જાણ કરી તાત્કાલિક પાણીનો વેડફાટ બંધ કરી લાઈનની મરામત કરવા અપીલ કરી હતી.