પાલિતાણાના ગીરિરાજ શેત્રુંજયની યાત્રાનો પણ આજ વહેલી સવારે જય જય આદિનાથ ના જયઘોષ

File Image
File Image

08 Nov 22 : કાર્તિક પુનમથી જૈનોના મહાતિર્થ પાલિતાણાના ગીરિરાજ શેત્રુંજયની યાત્રાનો પણ આજ વહેલી સવારે જય જય આદિનાથ ના જયઘોષ સાથે વિધિવત યાત્રાનો પ્રારભં થયો હતો. ચાર માસ ચાતુર્માસના હોય શાસ્ત્રો પ્રમાણે આ ચાર માસ યાત્રા માંગલિક રહેતી હોય છે, જૈનો ચાતુર્માસ કરવા પાલીતાણા હજારો ની સંખ્યામાં આવતા હોય છે પરંતુ શેતૃજ્ય યાત્રા ચાતુર્માસ ની પુર્ણાહુતી બાદ આજે કાર્તિકી પૂનમ થી ચાલુ થઈ હતી. ચાર્તુમાસના ચાર માસના વિરામ બાદ અષાઢ સુદ પુનમથી બધં થયેલી યાત્રા આજ સવારથી ફરી શરૂ થઈ હતી.

આજે વહેલી સવારે જય જીનેન્દ્ર, જય આદીનાથના જય ઘોષ સાથે જય તળેટીથી હજારો ભાવિકો યાત્રાનો પ્રારભં કર્યો હતો. જેમાં જય તળેટીથી ચૈત્યવંદન કરી આગળ ઉપર બાબુનું દેરાસર, સમવસરણ મંદિર,પદમાવતી ટૂક, હનુમાન ધાર, ચૌમુખીની ટુક, હેમવસાહીની ટૂક, બાલાવરાહી ટૂક, ઉજકાબાઈની ટૂક, મોતીશાની ટૂક આવે છે. નવ ટૂકોમાં થઈને આગળ નવા રામપોળના રસ્તે થઈને સૌ પ્રથમ રામપોળ જવાય છે. અહીંથી પછી આગળ સાગળપોળ, વાઘણપોળ, અન્નપોળ, દાદાની પોળ આવે છે. આ પછી સૂરજકુંડ આવે છે. નવ ટૂકમાં મોહિની ટૂકમાં અબદબ દાદાની મોટી મૂર્તિ છે. તે ખૂબ જ મોટી હોવાથી અદ્ભૂત આદિનાથ કહેવાય છે. પાછળથી લોકોએ તેને અદબદ દાદા નામ પાડયું તેની પૂજા વર્ષમાં એક જ વાર થાય છે.

અહીં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ૯૯૯ વાર સમોસર્યા હતા જે આ મહાતીર્થની પવિત્રતા દર્શાવે છે. જેમાંના ૨૪ તીર્થકરોમાંના ૨૩ તીર્થકરોએ આ મહાતીર્થની ભૂમિ પરથી વિશ્વના જૈન ધર્મનો મહામંગલકારી સંદેશો આપેલ છે. આં યાત્રા દરમિયાન ભાવિકો માટે આણદજી કલ્યાણજી પેઢી દ્રારા ઠેર–ઠેર પરબો પર સાદા અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજથી યાત્રીકો માટે ભાતાઘર પણ ખુલી ગયું હતું. આમ આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો આરાધકો તથા શ્રધ્ધાળુ જૈનેતર સહીત હજારો ભાવિકો જોડાયા હતા. ૩૭પ૦ પગથીયા ચડીને શીખર પર દર્શન કરવાથી આ યાત્રા બે માઇલની થાય છે,અને ૩ કલાક જેટલો સમય લાગતો હોય છે.કાર્તિકી પુનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તત્રં દ્રારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસમાં ૧ ડીવાયએસપી ,૨ – પી.આઈ સહીત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક માર્ગેા એક માર્ગીય પણ જાહેર કરાયા છે.

વધુમાં વાંચો… ખનન માફિયાઓમાં ફફડાટ – ઉનામાં ગેરકાયદે ચાલતી પથ્થરની ખાણમાં LCBનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ

ઉનાની સીમ વિસ્તારમાં માલિકીની જમીનમાં ગેરકાયદે ખનીજ ખનન થતું હોવાની બાતમીના આધારે જીલ્લા LCBની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં સ્થળ પરથી ખનીજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ચકરડી, વાહનો, ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજ સહીતનો મુદામાલ પકડી પાડી આ અંગેનો રીપોર્ટ ખાણખનિજ વિભાગને કરતા ખાણખનિજ વિભાગે લાખો રૂપીયાનો દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી 10 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

LCBએ દરોડો પાડી 45 લાખનો મુદામાલ કબ્જે કર્યો ઉનાના બાયપાસ નજીક ચાંચકવડ રોડ પર આવેલ સીમ વિસ્તારમાં ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોનની ખનિજ ચોરી થતી હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચના એલ.બી. બાંભણીયા, એનવી કછોટ, એસ.એસ. ડોડીયા, પી.જે.વાઢેર, આર.બી. ગઢીયા, તેમજ સંદિપ ઝણકાટ, રાજુભાઇ દેવશીભાઇએ પેટ્રોલીંગ દરમ્યાન ઉના સીમ વિસ્તારમાં દરોડા પાડ્યો હતો. જેમાં સર્વે નં.199 પૈકી 2માં માલિકીની જમીનમાં ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજની ચોરી ઝડપાય હતી. જે સ્થળ પરથી 4 ટ્રેકટર, 3 ચકરડી, 1 જનરેટર, 1 જેસીબી, ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોનની ખનિજ 1644 મેટ્રિક ટન સહીતનો કુલ રૂ.45 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. ખનિજ માફીયાઓમાં ડરનો માહોલ ફેલાયો આ ગેરકાયદે ખનીજ ચોરીમાં ફારૂક મહમદ શેખ, મનુ જોધા ડોડીયા, ભરત કારા કામળીયા, ધર્મેશ રામ, રામ કાળુ વાળા, શાહિલ હનીફ ખુરેશી, મહેબુબ ભીખા શેખ, ફારૂક મહમદ શેખ, પ્રકાશ જીવરાજ રાઠોડ, તેમજ ભીમજી કરશન સરવૈયા આ તમામ દશ શખ્સો વિરૂધ જીલ્લા ઇન્ચાર્જ રોયલ્ટી ઇન્સ્પેક્ટર એન.વી.બારડે પોલીસમાં ફરિયાદી નોંધાવી હતી. આમ ગીર સોમનાથ જીલ્લા એલસીબી ટીમે ખનિજ ચોરો સામે લાંલઆંખ કરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

વધુમાં વાંચો… ગુજરાત ઈલેક્શન 2022 – હવે દહેગામથી યુવરાજસિંહની જગ્યાએ આ નેતા લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગ્યા છે. આ માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આજે 12મી યાદીની જાહેરાત કરી હતી. આજે આમ આદમી પાર્ટીના દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાને બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. હજુ થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરી રહી છે.

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો આખરી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાના પગ જમાવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી આજે પોતાના 7 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીના વધુ સાત ઉમેદવારોના નામની જાહેરાત

  1. અર્જુન રબારી – અંજાર
  2. વિષ્ણુભાઈ પટેલ – ચાણસ્માથી
  3. સુહાગ પંચાલ – દહેગામ
  4. મયુર સક્રિય – લીબડી
  5. ગોવિંદ પરમાર – ફતેપુરા
  6. શ્વેતલ વ્યાસ – સયાજીગંજ
  7. ઉર્મિલા ભગત – ઝઘડિયા

વધુમાં વાંચો… મોહનસિંહ રાઠવા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં નેતાઓ, હોદેદારો અને ચૂંટાયેલા સભ્યોની નારાજગી સામે આવી રહી છે. આજે કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ રાજીનામુ આપી દીધું હતું અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

ગુજરાતમાં ભાજપનું કોંગ્રેસ મુક્ત અભિયાન આગળ સફળ વધારતા આજે વધુ એક કોંગ્રેસના નેતાને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતા. મોહનસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગ્જ નેતા પ્રદીપ પરમાર, દિલીપ સંઘાણી સહીતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે એક સમયના કેબિનેટ મંત્રી એવા મોહનસિંહ 11 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જ મોહનસિંહે ટિકિટ અંગે કહ્યું હતું કે મારે ચૂંટણી લડવી નથી પરંતુ મારે મારા દીકરાને ચૂંટણી લડાવવી છે. ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલા જ મોહનસિંહે પોતાના દીકરા માટે ટીકીટનું લોબિંગ શરુ કરી દીધું હતું. કોંગ્રેસમાં મારા દીકરાને ટીકીટ આપવાનો ઇન્કાર કરતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઇ ગઈ છે અને આગામી ડિસેમ્બરની 1 અને ડિસેમ્બરની 5મી તારીખે બે તબબકામાં મતદાન થશે જયારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ડિસેમ્બરની 8મી તારીખે જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય પક્ષો જોરદાર પ્રચાર કરી રહી છે. મતદારોને રીઝવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here