મોરબીના તૂટેલા ઝુલતા પુલ અંગે જવાબદારોને જેલ ભેગા કરો : લોક સંસદ વિચાર મંચ

01 Nov 22 : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, હિંમતભાઈ લાબડીયા, પ્રવીણભાઈ લાખાણી, નટુભા ઝાલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, પુનમબેન રાજપુત ની સંયુક્ત રીતે જણાવે છે કે રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર અને હું ખાતો નથી અને ખાવા દેતો નથી ના બણગાં ફૂંકનારા શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર નો પરપોટો ફૂટી ગયો છે. અને રાજ્યમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. જે આ મોરબીનો ઝુલતો પુલ ઉદાહરણ છે. મોરબીનો ઝુલતો પુલ તૂટી જતા અંદાજે 150 થી વધુ માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. હજુ આ આંકડો ચોકાવનારો પણ હોઈ શકે છે તંત્ર મૃત્યુ આંક છુપાવવા પ્રયાસ કરી રહ્યું છે.

મોરબીની ખૂબ જ દુઃખદ અને અત્યંત ગોઝારી ઘટના બની છે. તેમાં મૃત્યુ પામનારા દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના અને તમામ મૃતકોને લોક સંસદ વિચાર મંચ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

જુલતો પુલ તૂટ્યો તેની સાથે ભાજપના પાપનો ઘડો પણ તૂટ્યો છે. 15 વર્ષ સુધી પુલની કાંકરી નહીં ખરે તેવા બણગા ફૂંકનારા ને જણાવવાનું કે પાંચ દિવસમાં ભ્રષ્ટાચારની ચરમશીમાને પગલે પુલ કડડભુસ થયો છે. અને આજે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ બે કરોડના ખર્ચે થયેલું રીનોવેશન કામ સંભાળનાર એજન્સી દ્વારા સાત વર્ષની ગેરંટી હતી અને જો સાત વર્ષની ગેરંટી હોય અને પાંચ દિવસમાં જ પુલ તૂટી જાય તો આ બે કરોડ નાણા ની રિકવરી જે તે એજન્સી પાસેથી કરવી જોઈએ હાલ તો શાસકો કરોડોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનો ચૂંટણી ને પગલે રાજકીય મેળાવડા અને પ્રજાના ખર્ચે ભાજપનો પ્રચાર ચાલી રહ્યો છે. ઉતાવળથી ઉદ્ઘાટન કરવાની તાલાવેલી ને પગલે પુલમાં ફિટનેસ સર્ટિફિકેટ વગર પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જે ગુનાહિત બેદરકારી બાંધકામ શાખાની ફલિત થાય છે. અને શાસકોના ચૂંટણીલક્ષી ઉદઘાટનો ને પગલે ભોગવવાનું આમ પ્રજાએ જ આવે છે જે મોરબીનું જીવતું જાગતું ઉદાહરણ છે.

લોક સંસદ વિચાર મંચ દ્વારા મોરબીના જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્યમંત્રીને તાકીદના પત્રથી ફિટનેસ સર્ટી વગર પુલ ખુલ્લો મુકનારા અને જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ખબર ન હોય તો આ અંગે ચીફ ઓફિસર પણ દોષિત ગણાય અને 3:30 લાખમાં 140 વર્ષ ચાલેલું જૂનો આઝાદી વખતનો જુલતો પુલ તાજેતરમાં બે કરોડના ખર્ચે રીનોવેશન બાદ પાંચ દિવસમાં જો તૂટી જાય દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પણ જેલ ભેગા કરવા જોઈએ. પુલ પરથી પસાર થવાના રૂપિયા રુ.17 અને રુ.12 વસૂલવામાં આવતા હોય અને આ પુલ પરની કેપેસિટી કરતા વધુ ટિકિટો ફાડી પુલ પર વધુ સંખ્યા જવા દેવા અંગે પણ જવાબદારોને દોષિત ગણવા જોઈએ. કોના આદેશથી પુલ પર હકડેઠઠ મેદની હતી. સમગ્ર ઘટનાની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને માછલાઓ પકડવાને બદલે મગરમચ્છો ને જેલ ભેગા કરી સબક શીખવાડવા દાખલા રૂપ સજા થવી જોઈએ જેથી ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને વધુમાં આ પ્રકારની ઘટના સમયે લોકોને ત્વરિત મેડિકલ સહાય ઉપલબ્ધ થવી જોઈએ તેમજ એસટી રેલવે અને ભરતી ભરતી હોસ્પિટલો ઇમરજન્સી વાહનો તરત મળી જવા જોઈએ ખાસ તાલીમ ઇમરજન્સી વિભાગના આપવી જોઈએ તેમજ અંતમાં દિલીપભાઈ, ગજુભા, ઇન્દુભા જણાવ્યું હતું.

લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૭મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ ખાતે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો

01 Nov 22 : અખંડ ભારતના શિલ્પી અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિતે રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રની એકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે “રાષ્ટ્રીય એકતા” દિવસની દર વર્ષે ઉજવણી થાય છે. આ વર્ષે સમગ્ર દેશમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “આઝાદી કા અમૃત મહોત્સવ”ની થીમ હેઠળ “રન ફોર યુનિટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી બહુમાળી ભવન સુધી “રન ફોર યુનિટી” યોજાઈ હતી.

આ તકે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, હોદેદારો, અધિકારીઓ અને નગરજનોને પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી “રન ફોર યુનિટી”નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગ ટીચરો, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એ.કે.સિંઘ અને શ્રી આશિષ કુમાર, ડી.સી.પી. ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી ઝોન – ૧ શ્રી સુધીર કુમાર, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રમા મદ્રા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here