જામનગર – લ્યો બોલો, 2000ની નોટની સામે 2100 રુપિયાની મીઠાઈ આપવાનો વેપારીઓનો નિર્ણય

મીઠાઈ-ફરસાણની દુકાન ધરાવતા વેપારીએ બે હજારની અમર્યાદિત નોટ સ્વીકારી 2100 રૂપિયાની મીઠાઈ-ફરસાણ આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બે હજાર રૂપિયાની નોટને પરત ખેંચવાનો નીર્ણય કરાયો છે. જેને લઈને બે હજારની નોટ પરત કરવા બેંકોમાં લાઈનો લાગી રહી છે. મર્યાદિત સંખ્યામાં નોટ બદલવાની કાર્યવાહી અને બેંકમાં ફોર્મ પ્રક્રિયા સહિતની અગવડો નાગરિકો ઉઠાવી રહ્યા છે. મુશ્કેલીઓ વચ્ચે જામનગરના વેપારીએ અગવડને અવસરમાં પલટાવ્યો છે. મીઠાઈ-ફરસાણની દુકાન ધરાવતા વેપારીએ બે હજારની અમર્યાદિત નોટ સ્વીકારી 2100 રૂપિયાની મીઠાઈ-ફરસાણ આપવાનો નિર્ણય કર્યો છે. નાગરિકોને આ નિર્ણયનો લાભ લેવા પણ અનુરોધ કરાયો છે. ત્યારે નગર જનો પણ બે હજારની નોટ લઈ પેઢી પર પહોંચી ખરીદી કરતા નજરે પડે છે.

RBI દ્વારા બે હજાર રૂપિયાની નોટ પરત ખેંચી લેવા નિર્ણય કરાયો છે. 4 માસના સમયગાળામાં જે નાગરિકો પાસે 2 હજાર રૂપિયાની નોટ છે તેને બેંકો દ્વારા બદલી આપવા માં આવશે. આ નિર્ણયના પગલે દેશભરના જુદા જુદા શહેરોમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોની બ્રાન્ચમાં નાગરિકોની ભીડ જોવા મળી હતી. એક નાગરિકને દસ નોટ સુધી બદલી આપવાની વ્યવસ્થા અને ફોર્મ ભરવા સહીતની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ લાઈન લગાવવી પડી રહી છે. કલાક બાદ નોટ બદલવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને નાગરિકોમાં કચવાટ ઉભો થયો છે. જામનગરના એક વેપારીએ આ મુસીબતને અવસરમાં બદલવાનો પ્રયાસ કર્યો છે. શ્રીખંડ સમ્રાટ નામની પેઢી દ્વારા બે હજારની નોટને લઈને લોક ભોગ્ય સ્કીમ કાઢી છે. બે હજારની ખરીદી સામે ૨૧૦૦ રૂપિયાની મીઠાઈ અને ફરસાણની જુદી જુદી વાગનીઓ પૂરી પાડવાની વેપારી દ્વારા જાહેરાત કરવામાં આવી. નાગરિકોની અગવડને દુર કરવા આ સ્કીમ કાઢી હોવાનું વેપારીએ જણાવ્યું છે. બે હજારની નોટ બદલવા માટે લાંબી અને કંટાળાજનક પ્રક્રિયાથી અનેક નાગરિકો થાકી ગયા છે. જામનગરના વેપારીના લોકભોગ્ય નિર્ણયને લઈને શહેરીજનો પણ હોંસેહે હોંસે મીઠાઈની દુકાને આવવા લાગ્યા છે. બે હજારની નોટ સામે પાંચ ટકા વળતર મળતા નાગરિકોએ વેપારીને નિર્ણયના વખાણ કર્યા છે. વેકેશનમાં લાંબા પ્રવાશે જતા નાગરીકો, ઘરને નાના-મોટા પ્રસંગની ઉજવણી કરનારા માટે આ સ્કીમ આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. વેકેસન ટુર પર જતા પૂર્વે નાગરિકો આ પેઢી પર આવી ફરસાણ અને મીઠાઈ ખરીદતા નજરે પડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here