મેઘનુ ગામના પાટીયા પાસેથી ડીગ્રી વગરના ડોકટરને કુલ કિ.રૂ.૨,૮૮૮/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર SOG પોલીસ

12 Nov 22 : જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સા.નાઓની સુચના તથા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર બી.એન.ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડા તથા અરજણભાઈ કોડીયાતરને બાતમી મળેલ કે, મેધનુ ગામના પાટીયા પાસે આવેલ પતરાની કોલોનીમાં વિવેકાનંદ સિંકદર નામનો ઈસમ મેડીકલ ડોકટર ને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા પોતે દવાખાનું ખોલી મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકાર ની દવાઓ તેમજ ઈન્જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી મજકુરના કબ્જામાથી સ્ટેથો સ્કોપ તથા બી.પી. માપવાનું તથા ઈન્જેકશન તથા અલગ અલગ કંપનીઓની દવા મળી કુલ કી.રૂ.૨,૮૮૮/- નો મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સટેબ દિનેશભાઈ સાગઠીયા એ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે. મજકુર ઇસમ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે, આરોપી : વિવેકાનંદ સાઓ રાજેંદ્રભાઈ સિંકદર રહે મેઘનુ ગામના પાટીયા પાસે, પતરાની કોલોની, તા.લાલપુર, જી. જામનગર

આ કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર બી.એન ચૌધરી સા. ની સુચના થી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

વધુમાં વાંચો… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિને ટીકીટ, વિભાવરી બહેન દવેની ટીકીટ કપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હવે થોડાક દિવસનો સમય બાકી છે ત્યારે હવે એક પછી એક રાજકીય પક્ષો તેમના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગ્યા છે. ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીએ વધુ છ નામની જાહેરાત કરી હતી. આ ઉમેદવારોના નામમાં બે મહિલા અને બે પુરુષ ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી હતી. ગુજરાતમાં ભરતીય જનતા પાર્ટીએ આ વર્ષે બેઠકો જીતવાનનું લક્ષ્ય મોટું રાખ્યું છે અને આ માટે સૌરાષ્ટ્રની બેઠક પર વધુ ફોકસ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેર કરેલા ઉમેદવારોમાં સૌરાષ્ટ્રમાંથી મહેન્દ્ર પાડલિયા,સેજલબેન પડ્યા, મુળુ બેરા ઢોલીબેન આડેદરાને ટીકીટ આપી છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાને ધોરાજી બેઠક પરથી ટીકીટ આપી છે જયારે ભાવનગર પૂર્વમાંથી સેજલબેન પંડ્યાને ટીકીટ આપવમાં આવી છે. આ ઉપરાંત કુતિયાણા બેઠક પર ઢોલીબેન આડેદરાને અને ખંભાળિયા બેઠક પર મુળુ બેરાને ટીકીટ આપી છે. ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવેની ટીકીટ કપાઈ છે તેની જગ્યાએ સેજલબેન પડ્યાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ખુબ જ નજીક છે. ગુજરાતમાં હવે ચૂંટણીને 19 દિવસનો સમય બાકી છે. આ દરમિયાન એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ અગાઉ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટએ તેમના 180 ઉમેદવારોમાંથી 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ પછી હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વધુ છ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી ન હતી જેમાં આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટીને ટીકીટનો લઈને ખુબ જ મથામણ કરવી પડી છે. નોધનનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં છે. ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન પહેલી ડિસેમ્બરના થશે જયારે બીજા ચરણનું મતદાન પાંચમી તારીખે થશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

રિપોર્ટર : પ્રવીણ ચાવડા ( લાલપુર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here