જસદણ તાલુકાના રાણીંગપર ખાતે કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ઓન રાણીંગપર- ફુલઝર રોડનું લોકાર્પણ

રાજકોટ, તા.૨૧, જૂલાઇ – જસદણ તાલુકાના રાણીંગપર ખાતે તાજેતરમાં રૂ.૧.૨૫ કરોડના ખર્ચે બનેલ કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ઓન રાણીંગપર- ફુલઝર રોડનું લોકાર્પણ અને રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બનનાર કન્સ્ટ્રકશન ઓફ રાણીંગપર- રણજીતગઢ રોડ (નોન પ્લાન) રસ્તા ૪.૨૫ કિમીના કામનું ખાતમૂર્હૂત પાણી પૂરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસ કામોની સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષોના વાવેતરની ઝુંબેશ શરૂ કરી છે. જેથી આવનારા દિવસોમાં આપણે પર્યાવરણની જાળવણી કરી શકીશું. લોકોને પાયાની સુવિધા જેવી કે આરોગ્ય, પાણી, વીજળી, વીજ કનેશન, રસ્તા, બ્રીજની સુચારૂ વ્યવસ્થા સરકાર દ્વારા થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારની નાની-મોટી દરેક યોજનાઓનો મહત્તમ લાભ ગામડાના લોકો લે અને પોતાનું જીવનધોરણ ઉચ્ચ બનાવે તે જરૂરી છે. આવી વિવિધ યોજનાઓમાં ખેતીવાડીના સાધનોની સહાય, સોલાર રૂફ ટોપ યોજના, પશુઓની મફત સારવાર માટેની ૧૯૬૨ પશુ મોબાઇલ દવાખાના સહિતનો સમાવેશ થાય છે. જેથી જરૂરિયાતમંદ – છેવાડાના માનવીને પણ શહેર જેવી સુવિધા મળી શકે. આ તકે સબંધિત વિભાગના અધિકારીઓ, ગામના આગેવાનો,  લોકો ઉપસ્થિત રહ્યા હતા.