
05 May 23 : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત માર્ચમાં તારીખ ૧-૨-૩ નાં રોજ કમોસમી વરસાદ માવઠું વરસ્યું હતું ફરી માર્ચના ૮-૯ નાં રોજ માવઠું વરસ્યું હતું ફરી માર્ચના ૧૭-૧૮ નાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે જીલ્લા ખેતીવાડી અધિકારી ને ખેડૂતો એ રજુઆત કરી હતી અને તાત્કાલિક અસરથી સર્વે માટે ટીમ ફાળવવામાં આવે ત્યારે માર્ચના ૨૦ તારીખ નાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ત્યારે ખેડૂતો નાં થયેલ પાક નુકસાન વીસ દિવસ બાદ કેમ સર્વે થઈ શકે? ત્યારે આ બાબતે ઝાલાવાડ માં કોઈ ગામમાં સર્વે કરવામાં આવેલ નહીં અને ઓફિસમાં બેઠાં બેઠાં અધિકારીઓ એ ૩૩% થી નીચે નુકસાન દર્શાવી રીપોર્ટ મોકલી આપવામાં આવેલ હતાં ધારો કે મુળી તાલુકાનાં ૫૪ ગામોમાં વરસાદ માવઠું વરસ્યું હોય નુકસાન હોય તેમ છતાં તાલુકા મથક મુળી માં વરસાદ ન પડ્યો હોય તો આખાં તાલુકા ને કોઈ નુક્સાન વળતર મળે નહીં આવી રીતે જીલ્લા નાં દરેક તાલુકા ને વળતર થી વંચિત રાખવામાં સુવ્યવસ્થિત આયોજન પૂર્વક ખેડૂતો ને પડ્યાં ઉપર પાટું આ ગુજરાત સરકાર દ્વારા મળી છે જો વળતર ચુકવવા નું જ નહોતું કે સર્વે કરવાનું જ નહોતું તો ખેડૂતો ને અરજી કરવાનું શા માટે? કહેવામાં આવ્યું હતું આમ ખેડૂતો ને હળહળતો અન્યાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું
- કમોસમી વરસાદથી નુક્શાન બદલ સહાય પેકેજ પર રામકુભાઈ એજણાવ્યુ હતું કે ગુજરાત નાં ખેડૂતો ને પણ અન્યાય થયો છે .
- આ સહાય અધૂરી અપૂરતી અને ખેડૂતોની મજાક સમાન સહાય છે.
- ખેડૂતોને સરકારના ઉપકારના પેકેજ રૂપી પોટલાંઓની સહાય નથી જોઈતી નિયમોનુસાર સહાય આપવામાં આવે.
- પેકેજના નામે મુળ રકમથી લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ સરકાર કરી રહી છે.
- ખેડૂતોના કાયદા મુજબ 1,27,200 રૂપિયા હક્કના મળવાપાત્ર છે.
- 1,27,200 રૂપિયા સામે ખેડૂતોને માત્ર 23 હજાર જ સરકારે આપવાની જાહેરાત કરી છે.
- જ્યાં SDRF મુજબ મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ પણ મળવાપાત્ર છે.
- સરકાર પાસે ગામ, સર્વે નંબર, ખેડૂતનું નામ બધી જ માહિતી છે.
- જો બધી માહિતી હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે ?.
- તાલુકા મથકે નોંધાયેલા વરસાદ ના આધારે સર્વે કરવામાં આવ્યું હતું.
- તાલુકાના ગામોમાં વરસાદ હોય પણ તાલુકા મથકે ન પણ હોય.
- કેટલાયે ગામોમાં સર્વે કરવામાં જ નથી આવ્યો તેવા ગામોના ખેડૂતોને સહાય કેમ મળશે ?.
- ઉનાળુ પાકમાં સર્વે – સહાય ની જાહેરાત ક્યારે થશે ?
( રામકુભાઈ કરપડા : મુળી )
વધુમાં વાંચો રાજકોટમાં બર્થડે પર દારૂની પાર્ટી કરી નશાની હાલતમાં પરિણીતાનો હાથ પકડતા બે પક્ષો વચ્ચે બઘડાટી બોલી : પાર્ટીમાં દારૂના નશામાં પરિણીતાની પજવણી કરવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે માતા પુત્ર સહિત ત્રણને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બંને પક્ષે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર આવેલા કરણ પાર્કમાં રહેતા મુકેશભાઈ જેઠાભાઇ મુછડીયા (ઉ.વ.40) ને તેની માતા રમાબેન જેઠાભાઈ મૂછડીયા (ઉ.વ.60) રાત્રિના પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા મનોજ, લાલો અને કુકો સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં મનોજ નાનજીભાઈ સુરેલીયા (ઉ.વ.27) ઉપર રાજેશ અને મુકેશ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. મારામારીમા બંને પક્ષે ઘવાયેલા માતા-પુત્ર સહિત ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.આ અંગે મુકેશ મુછડીયાની પ્રાથમિક પૂછપરછમાં પાડોશમાં રહેતા હુમલાખોર કુકાની પુત્રીનો જન્મ દિવસ હોવાથી બધા જન્મદિવસની ઉજવણીમાં ભેગા થયા હતા. મનોજ સુરેલીયાએ દારૂના નશામાં મુકેશ મૂછડીયાની પત્નીનો હાથ પકડતા બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ મારા મારી થઈ હોવાનું અને બાદમાં સમાધાન પણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં વાંચો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિતશ્રી મુંજકા શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સામે જરા પણ ઉણા ઉતરે એમ નથી.
વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિતશ્રી મુંજકા શાળા નં.2 પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા સરકારી શાળામાં અપાતા ઉત્તમ પ્રાથમિક શિક્ષણ બાબતે માર્ગદર્શન આપવા માટે મુંજકા ગામની અલગ અલગ સોસાયટીઓમાં કેમ્પ યોજાયા હતા. આ શાળાના આચાર્ય એમ.એચ.સુધાગુનિયાએ જણાવ્યા અનુસાર, આ શાળા ના ધો. 6 ના 5 વિદ્યાર્થીઓએ (પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) તેમજ ધોરણ 8 ના પાંચ વિદ્યાર્થીઓએ (નેશનલ મિન્સ કમ મેરિટ) પરીક્ષા આપી હતી. જેમાં NMMSમાં ધોરણ છની વિદ્યાર્થીની નંદિની અને ચારમી મુંડિયા તેમજ ધોરણ- 8 ની વિદ્યાર્થીની પિનલ પ્રતાપભાઈ રાઠવા પાસ થયા છે. જયારે પિનલે મેરીટમાં સ્થાન મેળવતાં તેને કેન્દ્ર સરકારની કુલ રૂ. 48000ની શિષ્યવૃત્તિ મળશે. પિનલને આ રૂ. 48000ની સહાય ધો. 9 થી ધો વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે અને શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે ભારત સરકાર દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં આ જ શાળાની નયના અને ચાર્મી મુંડિયા પાસ થયા હતા. ધો.6 ની પરીક્ષા સરકારી શાળા ઉપરાંત ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પણ આપી હતી. જેમાં રાજકોટમાં શ્રી મુંજકા -2 પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સમગ્ર રાજકોટમાં ચોથા ક્રમે આવી હતી. તેને રાજય સરકાર દ્વારા રૂ. એક હજાર પ્રોત્સાહન રૂપે મળ્યા હતા મુજકા-2 સરકારી પ્રાથમિક શાળાનું ઝળહળતું પરિણામ ફરી એક વખત સાબિત કરે છે કે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ સામે જરા પણ ઉણા ઉતરે એમ નથી. અત્રે નોંધનીય છે કે શ્રી મુજકા – 2 પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કીરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળા સમય સિવાય દરરોજ બે કલાક સતત ત્રણ માસ સુધી બાળકોને આ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે તૈયારી કરાવવામાં આવી હતી. આ સરકારી પ્રાથમિક શાળામાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા ધો. 01 થી 08 ના વર્ગોમાં ઉત્તમ શિક્ષણની સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં જિલ્લા અને રાજ્ય કક્ષાની પરીક્ષાાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, જેના લીધે છાત્રો વિવિધ પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ લાવતા થયા છે. આ શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, પ્રયોગશાળા, રમત ગમતના સાધનો, વિશાળ મેદાન વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પણ તૈયારી કરાવવામાં આવે છે.