27 Aug,2021 : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર અફઘાનિસ્તાન તેમજ તાલિબાન પર સતત હુમલો કરી રહ્યા છે.કાબુલ બ્લાસ્ટમાં 100 લોકોના જીવ ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બિડેન પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો કાબુલ પર કોઈ હુમલા ના થાત.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ શુક્રવારે પોતાના દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા આ દરમ્યાન ટ્રમ્પએ કાબુલમાં બનેલી ઘટના પર કહ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો આ દુ: ખદ ઘટના બની ન હોત. તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે અમેરિકા તેના બહાદુર સૈનિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલો ખૂબ જ બર્બર અને નિંદનીય છે.
બહાદુર અમેરિકન સૈનિકોએ તેમની ફરજ પર પોતાનું બલિદાન આપ્યું દેશ માટે શહીદ થયા.ટ્રમ્પે કહ્યું કે અમેરિકન સૈનિકોએ પોતાના દેશવાસીઓને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.