12 Sep 22 : વારાણસીના શ્રુંગાર ગૌરી જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશની એક કોર્ટે આજે સૌથી મોટો ફેંસલાની સુનવણી કરી હતી. કોર્ટે શ્રુંગાર ગૌરીમાં પૂજાનો અધિકારીની માંગને લઈને કરાયેલી અરજીને યોગ્ય માન્યું છે. હિંદુ પક્ષમાંથી અને જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત શ્રુંગાર ગૌરી સહીત અન્ય ધાર્મિક સ્થળો પર નિયમિત પૂજા અર્ચના કરવાની અનુમતિ આપવાની માંગ કરી હતી તો બીજી તરફ મુસ્લિમ પક્ષને કોર્ટમાં પોષણીય નહીં હોવાની દલીલ કરતા કેસને રદ્દ કરવાની માંગ કરી હતી. કોર્ટે આજે ફેંસલો આપીને કહ્યું હતું કે સિવિલ પ્રક્રિયા સંહિતાન આદેશ 7 નિયમ 11 મુજબ આ મામલમાં સુનવણી થઇ શકે છે.

કમિશન રિપોર્ટ પર આગળની સુનવણી – હિંદુ પક્ષના વક્તા સુભાષ નંદન ચતુર્વેદીએ કહ્યું કે કમિશન રિપોર્ટ પર આગળની સુનવણી થશે. તેમણે કહ્યું કે કોર્ટમાંથી માંગ કરીને દીવાલ તોડીને સર્વેનું કામ કરવામાં આવે. જ્ઞાનવાપીની કાર્બન ડેટિંગની માંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભગવાન આદિ વિશ્વેશ્વરનું મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી. હિંદુઓને તેમનો અધિકાર મળવો જોઈએ.

હિંદુ સમાજને સૌથી મોટી જીત મળી – હિંદુ પક્ષના વકીલ સોહન લાલ આર્યે કહ્યું કે આજે હિંદુ સમાજને સૌથી મોટી જીત મળી છે. આગળની સુનવણી 22મીના રોજ થશે. જ્ઞાનવાપી મંદિર માટે આ એક સીમાચિહ્ન ફેંસલો છે. અમે દરેક લોકોને શાંતિ રાખવાની આપીલ કરી રહ્યા છે.

  • કોંગ્રેસ દ્વારા વિવાદાસ્પદ તસ્વીર ટ્વિટ કરી, ભાજપના નેતાઓએ કર્યો પલટવાર

12 Sep 22 : ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર એક એવી તસ્વીર શેર કરી છે કે તેનાથી મોટો વિવાદ ઉભો થઇ શકે છે. કોંગ્રેસે પોતાની ઓફિસિયલ ટ્વિટર હેન્ડલથી પોસ્ટરમાં આરએસએસની ડ્રેસમાં આગ લાગવાની તસ્વીર શેર કરી હતી જેના પછી રાજકીય ગરમા ગરમી વધી ગઈ હતી. આ તસ્વીરથી કોંગ્રેસે આરએસએસ ભાજપ પર નિશાન લગાવ્યા છે.

કોંગ્રેસના ટ્વિટર પર તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે દેશમાં નફરતનો માહોલથી મુક્ત કરવા અને આરએસએસ બીજેપી દ્વારા કરવામાં આવેલા નુકસાનની ભરપાઈને પુરા કરવાનો લક્ષ્યની દિશામાં અમે એક એક પગલાં આગળ વધારી રહ્યા છે. આ તસ્વીરમાં આરએસએસના ડ્રેસમાં નીચે આગ લાગેલી દેખાડવામાં આવી છે અને તેમાં ધુમાડો પણ દેખાઈ રહ્યો છે. આ સાથે તસ્વીરમાં લખ્યું છે કે 145 days to go.

શું રાહુલ ગાંધી આ દેશમાં હિંસા ઈચ્છે છે?: સંબિત પાત્રા

બીજી તરફ બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું કે આ ‘ભારત જોડો યાત્રા’ નથી પરંતુ ‘ભારત તોડો યાત્રા’ અને આગ લગાવો યાત્રા’ છે. કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તમે આ દેશમાં હિંસા ઈચ્છો છો? કોંગ્રેસે આ તસવીર તાત્કાલિક હટાવી લેવી જોઈએ.