દિલ્હીમાં કેજરીવાલ જ ‘બોસ’, જાણો સુપ્રીમ કોર્ટના મહત્ત્વના નિર્ણય પર શું બોલ્યા મુખ્યમંત્રી

11 May 23 : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ માટે આજે સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકાર અંગેના વિવાદ પર, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે દિલ્હી સરકારને અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર હશે. કોર્ટના આ નિર્ણયને દિલ્હી સરકારની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે, જેના પર સીએમ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. કેજરીવાલે ટ્વીટ કર્યું કે, “દિલ્હીના લોકો સાથે ન્યાય કરવા બદલ માનનીય સુપ્રીમ કોર્ટનો મારા હૃદયના ઊંડાણથી આભાર. આ નિર્ણયથી દિલ્હીના વિકાસની ગતિ અનેક ગણી વધી જશે. લોકશાહીની જીત થઈ.” કેજરીવાલે મંત્રીઓની બેઠક બોલાવી. આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ સંજય સિંહે પણ ટ્વીટ કર્યું, “લાંબા સંઘર્ષ પછી જીત, અરવિંદ કેજરીવાલ જીની ભાવનાને સલામ. દિલ્હીની બે કરોડ જનતાને અભિનંદન.સત્યમેવ જયતે.” બીજી તરફ, તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંત્રીઓની બેઠક બોલાવી છે. સૌરભ ભારદ્વાજ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

CJIએ ચુકાદામાં શું કહ્યું? : CJI ચંદ્રચુડે કહ્યું, ચૂંટાયેલી સરકારને વહીવટ ચલાવવાની સત્તાઓ મળવી જોઈએ, જો આવું નથી થતું તો તે સંઘીય માળખાને મોટું નુકસાન છે. જે અધિકારીઓ તેમની ફરજ માટે તૈનાત છે તેમણે મંત્રીઓની વાત સાંભળવી જોઈએ, જો આમ ન થાય તો તે સિસ્ટમની મોટી ખામી છે. તેમણે ચૂંટાયેલી સરકારમાં વહીવટી તંત્ર હોવું જોઈએ. જો ચૂંટાયેલી સરકાર પાસે આ સત્તા ન હોય તો જવાબદારીની ત્રિવિધ સાંકળ પૂરી થતી નથી. તેમણે કહ્યું કે એનસીટી સંપૂર્ણ રાજ્ય નથી, તેથી રાજ્ય પ્રથમ યાદીમાં આવતું નથી. NCT દિલ્હીના અધિકારો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે.

તમામ ન્યાયાધીશોની સંમતિથી લેવાયો નિર્ણય. દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકાર પરના વિવાદ પર સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેંચનો નિર્ણય CJI DY ચંદ્રચુડે વાંચ્યો હતો. ચુકાદો સંભળાવતા પહેલા તેમણે કહ્યું કે આ નિર્ણય તમામ જજોની સહમતિથી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ બહુમતનો નિર્ણય છે. સીજેઆઈએ ચુકાદો સંભળાવતા પહેલા કહ્યું કે દિલ્હી સરકારની સત્તાઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની રજૂઆતોનો સામનો કરવો જરૂરી છે. આ સિવાય તેમણે કહ્યું કે આ મામલો માત્ર સેવાઓના નિયંત્રણ નો છે. લાંબા સમયથી પડતર હતો આ વિવાદ. 4 જુલાઈ,2018 ના રોજ,સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી વિવાદમાં ઘણા મુદ્દાઓ પર ચુકાદો આપ્યો હતો પરંતુ સેવાઓ એટલે કે અધિકારી ઓ પર નિયંત્રણ જેવા કેટલાક મુદ્દાઓ વધુ સુનાવણી માટે છોડી દીધા હતા. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, બે જજની બેન્ચે આ મુદ્દે નિર્ણય આપ્યો હતો, પરંતુ બંને ન્યાયાધીશો , જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણનો નિર્ણય અલગ હતો. આ પછી મામલો 3 જજોની બેંચ સમક્ષ આવ્યો ને અંતે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ની 5 જજોની બેન્ચે કેસની સુનાવણી કરી. હવે આ મામલે આજે નિર્ણય આવ્યો છે.

વધુમાં વાંચો… ગુજરાતનું સૌથી વધુ ગરમ શહેર ભુજ 46.3 ડીગ્રી તાપમાન, સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી, જાણો તમારા શહેરનો ગરમીનો પારો કેટલો
અત્યારે ગરમીના કારણે તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટવેવની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરી છે. રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર ભુજ નોંધાયું છે જ્યાં 46.3 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે. કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હીટવેવટની આગાહી કરવામાં આવી છે. આકાશી અગ્નિ વર્ષાની જેમ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમયમાં વધુ ગરમી પડવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં માવઠાના કારણે વાતાવરણમાં પરીવર્તન આવ્યું હતું પરંતુ મે મહિનાની ગરમી રીતસરની લોકોને દઝાડી રહી છે. ત્યારે એપ્રિલ બાદ મે મહિનો લોકો માટે આકરો બની રહ્યો છે ત્યારે ભુજમાં આ વખતે સૌથી વધુ ગરમી નોંધાઈ છે.

આ શહેરોમાં અગનગોળા જેવી ગરમી
રાજ્યમાં સૌથી વધુ 46.3 ડીગ્રી તાપમાન ભૂજમાં
ભાવનગર બોટાદમાં 44 ડીગ્રી
અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડીગ્રી તાપમાન
સુરતમાં 42 ડીગ્રી તાપમાન
જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં 41 ડીગ્રી તાપમાન
રાજકોટમાં 43.9 ડીગ્રી તાપમાન
અમદાવાદ સહીતના શહેરોમાં 41 ડીગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાયો છે. ગરમી સતત વધી રહી છે જેના કારણે હીટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીની સિઝનમાં હીટવેવ અને સ્ટ્રોકના પ્રમાણ વધતા તકેદારી પણ રાખવી જરુરી છે. અમદાવાદમાં બે દિવસ માટે ઓરેન્જ અને ત્યાર બાદ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પણ ગરમી વધી શકે છે.

ચહેરા પર માસ્ક – રુમાલ બાંધવો,વધુ પ્રમાણમાં પાણી પીઓ.લંચ્છી છાસ સહીતના,ખાલી પેટે બિલકુલ બહાર ન નિકળવું એસીમાંથી બહાર નિકળી તરત બહાર ન જાઓ,અચાનક ઠંડકથી અતિશય ગરમ વાતાવરણમાં ના આવવું.લૂથી બચવા માટે ફૂલ સ્લીવ કે શરીર ઢંકાય તેવા કપડા પહેરો
હીટસ્ટ્રોકના લક્ષણો : શરીરના સ્નાયુ ખેંચાવા, ચામડી ગરમ અને સૂકી થઈ જવી,માથું દુખવું – બેભાન થઈ જવું

વધુમાં વાંચો… ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી જાહેરાત, આ યોજના હેઠળ મળશે સ્કોલરશીપ, જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ અસરકારક બનશે. રાજ્ય સરકારની આ ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ હેઠળ દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. મેરિટમાં આવનારા 25 હજાર વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ. મળતી માહિતી મુજબ, રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પ્રખરતા કસોટી લીધા બાદ મેરિટમાં આવનારા 25 હજાર વિદ્યાર્થીઓને ધો.9 અને ધો.10માં વાર્ષિક રૂ.20 હજાર તેમ જ ધો. 11 અને 12માં વાર્ષિક રૂ. 25 હજારની સ્કોલરશીપ આવવામાં આવશે. જો કે, પ્રખરતા કસોટી ધો.1થી 8 સુધી સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલો અથવા RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ જ આપી શકશે.

1 મેથી 26 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે આ યોજના હેઠળ સ્કોલરશીપની જાહેરાત કરાઈ છે, જેમાં પ્રથમ જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે શિક્ષણ વિભાગ દ્વારા 11 જૂનના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થયા બાદ મેરીટના આધારે 25 હજાર વિદ્યાર્થીઓને ધો. 9માં આવ્યા પછી સ્કોલરશીપ અપાશે. RTEમાં અભ્યાસ કર્યા બાદ ધો. 9માં આવતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન થાય તે માટે આ યોજના હેઠળ સ્કોલરશીપ આપવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે વિદ્યાર્થી ઓ 1 મેથી 26 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જ્યારે 11મી જૂનના રોજ પરીક્ષા લેવાશે. જો કે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે એક પણ રૂપિયો ફી ભરવાની રહેશે નહીં. અહેવાલ મુજબ, આ પરીક્ષામાં બેસનારા વિધાર્થીઓના વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.30 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી વધુ હોવી જોઇએ નહીં. પરીક્ષા બાદ મેરિટ માં આવનારા વિધાર્થીઓની યાદી કમિશનર મારફતે ડીઇઓને મોકલાશે. ફાઇનલ મેરિટ જાહેર થયા બાદ સ્કોલરશીપની ચુકવણી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here