જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ 42176 મતે કેશુભાઈ પટેલ વિજયી બન્યા હતા

27 Nov 222 : જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં યોજાયેલી 13 વિધાનસભા ચૂંટણીમાં 26 મહિલાઓ સહિત 502 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે જેમાં અહીં જીતની સરસાઈની વાત કરીએ તો 1962 થી લઈને 2017 સુધીમાં એવા ઉમેદવારો છે જેઓની સૌથી વધુ મતે અને સૌથી ઓછા મતે જીત થયેલ છે.

માણાવદર વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 13 ચૂંટણીમાં કોંગ્રેસે નવ વખત અને ભાજપે ત્રણ વખત બેઠક હાંસલ કરી છે જેમાં સર્વાધિક મતે જીતવાનો રેકોર્ડ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા જવાહર ચાવડાના નામે છે તેમનો ભાજપના નીતિનકુમાર ફળદુ સામે 29763 મતે વિજય થયો હતો જ્યારે સૌથી ઓછા મતે જવાહર ચાવડા જનતા દળના પટેલ જેરામભાઈ સામે 1520 મતે જીત્યા હતા જુનાગઢ વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 13 ચૂંટણીમાં કોંગ્રેસે છ વખત અને ભાજપે ચાર વખત બેઠક હાંસલ કરી છે જેમાં સર્વાધિક મતે જીતવાનો રેકોર્ડ 1998 માં મહેન્દ્ર મશરુએ ભાજપમાંથી ચૂંટણી લડીને કોંગ્રેસના ખંધેરીયા પૂર્ણિમાબેનને હરાવ્યા હતા વિસાવદર વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 13 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ચાર ચાર વખત બેઠક હાંસલ કરવામાં સફળતા મળી છે જેમાં સૌથી વધુ મતે જીતવાનો રેકોર્ડ 2012માં જીપીપીમાંથી ચૂંટણી લડેલા કેશુભાઈ પટેલના નામે છે તેઓએ ભાજપના કનુભાઈ ભાલાળાને 42186 મતે હરાવ્યા હતા.

વધુમાં વાંચો… બહાર લોકોને સલાહ આપતા કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નહીં, જાણો કેટલું આવે છે બિલ

રાજ્ય સરકાર દ્વારા સોલાર લગાવવાને લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં એએમસી દ્વારા પણ લોકોને આ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નથી. 2014-15ના બજેટમાં મ્યુ. સંચાલિત શાળા મંડળની 200થી વધુ ઇમારતોને સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને 7 વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી સ્કાઉટ ભવન સિવાય લગભગ એક પણ મ્યુનિ. શાળામાં સૌર ઉર્જા નથી. જેને લઈને લાખોના બિલ આવે છે.

એએમસી સ્કૂલ બોર્ડના શાળા મંડળને દર બે મહિને વીજ બીલ પેટે 20થી 30 લાખની રકમ ચૂકવવી પડે છે. જો 2014-15ના બજેટમાં આ શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવી હોત તો 7 વર્ષમાં નગરપાલિકા લાખો, કરોડો બચાવી શકાયા હોત.

એએમસી સ્કૂલ બોર્ડમાં દર બે મહિને રૂ. 20 થી 30 લાખનું લાઈટ બિલ આવે છે. તે ગણતરી પ્રમાણે લાઇટ બિલ વર્ષે 1.20 કરોડથી 1.50 કરોડ આવે છે. હવે જો તે સમયે બજેટમાં દર્શાવ્યા મુજબ જો 1 કરોડ ખર્ચીને સોલાર પેનલ લગાવવામાં આવી હોત તો 7 વર્ષ સુધી આ લાઇટ બિલમાં 9થી 11 કરોડની બચત થઈ હોત.

વધુમાં વાંચો… ભાવનગર જિલ્લામાં B.L.O. દ્વારા મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી પૂર્ણ કરાઇ

ભાવનગર જિલ્લામાં B.L.O. દ્વારા મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરી પૂર્ણ કરાઇ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ માટે મતદાર માહિતી કાપલી (Voter Information Slip)નું વિતરણ પૂર્ણ કરાયું છે.

મતદાર માહિતી કાપલીમાં આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવવામાં આવેલ છે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલ છે. ભાવનગર જિલ્લામાં મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરીમાં ૯૯-મહુવા વિધાનસભા સીટ પર ૨,૪૦,૯૦૮ કાપલી, ૧૦૦-તળાજા વિધાનસભા સીટ પર ૨,૫૨,૪૭૨ કાપલી, ૧૦૧-ગારીયાધાર વિધાનસભા સીટ પર ૨,૨૬,૦૬૬ કાપલી, ૧૦૨-પાલિતાણા વિધાનસભા સીટ પર ૨,૭૭,૦૮૯ કાપલી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પર ૨,૯૦,૪૯૫ કાપલી, ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા સીટ પર ૨,૬૨,૫૭૭ કાપલી અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પર ૨,૬૧,૬૯૦ કાપલીઓ મળી કુલ ૭ વિધાનસભા બેઠક પર ૧૮,૧૧,૨૯૭ કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here