જામજોધપુર નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તો કરવામાં આવ્યું હતું

04 Jan 22 : ધ્રાફા ફાટક થી બાલવા ફાટક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નું કામ અંદાજીત ખર્ચ રૂ.૨૪,૭૪,૯૦૦/- તેમજ ધ્રાફા ફાટક પાસે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે એપ્રોચ સી.સી.રોડ નું કામ અંદાજીત ખર્ચ રૂ.૮,૯૧,૩૦૦/- આ કામનાં ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા તેમજ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ કડીવાર તેમજ નગરપાલિકા મહિલા બાળકલ્યાણ અધ્યક્ષ જયશ્રીબેન નાનવડા, પૂર્વ ઉપપ્રમુખ ડાડુભાઈ ગઢવી, નગરપાલિકા અધ્યક્ષ હેપીબેન ભાલોડીયા, બાંધકામ ચેરમેન ગિરીશભાઈ ખાંટ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રતિમાબેન જાની, જિલ્લા ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ દર્શનાબેન વાધડીયા, તેમજ શહેર ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ ચંદ્રિકાબેન ખાંટ, મહિલા મોરચા મહામંત્રી અલ્પાબેન ભાલોડીયા, તેમજ જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રવિભાઈ દેલવાડીયા, શહેર ભાજપ યુવા મોરચા. મહામંત્રી હર્ષભાઈ કણસાગરા વિગેરે નાં વરદહસ્તે ખાતમુહુર્તો કરવામાં માં આવ્યા. આ વિકાસપથ માં શહેર ભાજપ મહામંત્રી મુકેશ નાનવડા, શહેર ભાજપ મહામંત્રી રમેશગીરી ગોસ્વામી તેમજ ‌શહેર ભાજપ કિશાન મોરચા પ્રમુખ નાનજીભાઈ સિણોજીયા, જિલ્લા ભાજપ બંક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ વિકાસભાઈ સોલંકી, નગરપાલિકા સભ્ય નિલેશભાઈ રામોલિયા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ભારાભાઈ ગઢવી, તેમજ ભાજપ આગેવાન પ્રફુલભાઈ ભાલોડીયા, વિજયભાઈ સાપરીયા, રવિભાઈ શિહોરા, નિકેશભાઈ પાબારી વિગેરે તેમજ નગરપાલિકા સ્ટાફ, સ્થાનિકો વિગેરે હાજરી આપી હતી.

અહેવાલ : ઇલાયત જુણેજા