ખેરવા (ઝાલા) ક્ષત્રિય ગિરાસદારોનું આવતીકાલે રાજકોટમાં સ્નેહમિલન : ગજેન્દ્રસિંહ ઝાલા

12 Nov 22 : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના હાલ રાજકોટ ને પોતાની કર્મભૂમિ બનાવનાર શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદારોના પચાસ પરિવારોનો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સ્નેહમિલન અને સ્વરચી ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ખેરવાના રાજકોટ નિવાસી ભાઈઓ, બહેનો, યુવાનો પોતાનો એકબીજાને પરિચય મળે અને યુવા પેઢી એકબીજાને ઓળખે અને સમાજમાં સંગઠન અને એકતાની ભાવના વધે ભાઈચારો વધે અને એકબીજા પ્રત્યે આત્મિતા બંધાય તેવો ઉમદા હેતુથી વડીલોના આશીર્વાદ સાથે પચાસેક પરિવારો અને ખેરવા ગામના ગિરાસદારોનું તારીખ ૧૩ નવેમ્બર ૨૦૨૨ ને રવિવારે સાંજે પાંચ કલાકે રાજકોટ શહેરમા લાખના બંગલા રોડ, એરોડ્રામ દિવાલ ની સામે, આશાપુરા મંદિરના પટાંગણમાં સ્નેહમિલન ૨૦૨૨ યોજાશે. સ્નેહમિલન બાદ સ્વરૂચી ભોજન નો કાર્યક્રમ યોજાશે. આ અંગે દરેક પરિવારોને અને વાંકાનેરના સ્ટેટ ગાદીપતિ કેસરીસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા ને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા છે.

સ્નેહમિલન ના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલા પરિવારના ગજેન્દ્રસિંહ દોલુભા, ટેમુભા રતુભા, રવિરાજસિંહ ઇન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ દોલુભા, રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રસિંહ અદુભા, પ્રદ્યુમનસિંહ (પરેશભાઈ) બળુભા, તીર્થરાજસિંહ જુવાનસિંહ, કિશોરસિંહ દોલુભા, ઋષિરાજસિંહ હરુભા, મેરૂભા ચંપૂભા, મહેન્દ્રસિંહ મહાવીરસિંહ સહિતના સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here