સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે દેશભરમાં ક્યાં રાજ્યમાં કેટલો ભાવ જાણો વિગતવાર

21 Jan 23 : દેશમાં રોજની જેમ આજે પણ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે દેશના મુખ્ય રાજ્યો અને મહાનગરોમાં ઈંધણની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. જો કે, આ ફેરફારો આંશિક છે. મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હી-પેટ્રોલ રૂ. 96.72 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
કોલકાતા-પેટ્રોલ રૂ. 106.03 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
મુંબઈ-પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
ચેન્નાઈ-પેટ્રોલ રૂ. 102.63 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
ચંદીગઢ રૂ. 94.24 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.51 પ્રતિ લીટર

મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

જો વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીલમાં સામાન્ય લોકોને કોઈ રાહત મળી નથી. આગામી સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા ઓછી છે. મુખ્ય મહાનગરોમાં ચેન્નાઈ સિવાય તમામ જગ્યાએ તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આંધ્ર પ્રદેશ આંધ્ર પ્રદેશ રૂ. 111.52, ડીઝલ રૂ. 99.52 પ્રતિ લિટર
આસામ આસામ રૂ. 97.32, ડીઝલ રૂ. 88.24 પ્રતિ લિટર
બિહાર રૂ. 109.17, ડીઝલ રૂ. 95.88 પ્રતિ લીટર
ગુજરાત રૂ. 96.49, ડીઝલ રૂ. 92.24 પ્રતિ લીટર
ઝારખંડ રૂ. 100.21, ડીઝલ રૂ. 95.00 પ્રતિ લીટર
કર્ણાટક રૂ. 102.70, ડીઝલ રૂ. 88.60 પ્રતિ લીટર
મધ્યપ્રદેશ રૂ. 109.70, ડીઝલ રૂ. 94.89 પ્રતિ લીટર
મહારાષ્ટ્ર રૂ. 106.53, ડીઝલ રૂ. 93.03 પ્રતિ લીટર
ઓડિશા રૂ. 104.86, ડીઝલ રૂ. 96.37 પ્રતિ લીટર
પંજાબ રૂ. 96.89, ડીઝલ રૂ. 87.24 પ્રતિ લીટર
રાજસ્થાન રૂ. 108.62, ડીઝલ રૂ. 93.85 પ્રતિ લીટર
ઉત્તરાખંડ રૂ. 95.43, રૂ. 90.45 પ્રતિ લિટર
ઉત્તર પ્રદેશ રૂ. 96.51, રૂ. 89.67 પ્રતિ લિટર
પશ્ચિમ બંગાળ રૂ. 106.84, ડીઝલ રૂ. 93.51 પ્રતિ લીટર
છત્તીસગઢ રૂ. 102.98, રૂ. 96.55 પ્રતિ લીટર
હરિયાણા રૂ. 97.34, ડીઝલ રૂ. 90.37 પ્રતિ લીટર
હિમાચલ પ્રદેશ રૂ. 95.88, રૂ. 84.87 પ્રતિ લિટર
જમ્મુ અને કાશ્મીર રૂ 100.51, રૂ 85.88 પ્રતિ લીટર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.7 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મહત્વનો સવાલ એ છે કે શું આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર અસર કરશે તો આ પ્રશ્નનો જવાબ તમને અહીં મળી શકે છે.

વધુમાં વાંચો… રાજકોટ – શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી

રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે ત્યારે લોકોની વ્યથાઓ પણ સામે આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસે સક્રીય થઈને શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે.

ગોંડલના ભૂણાવાના ખેડૂતોની ફરિયાદને આધારે પીલોસે આ કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર 2015માં ત્રણ વ્યાજખોરો પાસેથી ધંધા માટે લીધા હતા. 5 ટકાના માસિક વ્યાજે રુપિયા 50 લાખ વ્યાજે લીધા હતા. 50 લાખની સામે વ્યાજખોરોએ 1.37 કરોડ પડાવી લીધા હતા. આટલી રકમ લીધા છતાં પણ સતત રુપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મળતી વિગત અનુસાર આ મામલે ભાજપના પુત્ર સહિત 3 વ્યાજખોરો સામે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ખેડૂતો મોટી રકમ લેતા વધુ રકમની વસૂલાત કરવામાં આવી હતી અને વારંવાર 50 લાખની રકમ સામે 1.37 કરોડ પડાવ્યા બાદ પણ રુપિયા માંગતા હોવાનું ખેડૂતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત જમીન પડાવી લેવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક એકર જમીનના કાગળીયા પણ કરાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ ઝૂંબેશ અંતર્ગત રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ફરીયાદ અને એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવી છે. કેટલાકને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here