કાયદા મંત્રી પદ પરથી હટાવ્યા બાદ કિરેન રિજિજુએ કર્યું ટ્વીટ, જાણો શું કહ્યું

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને કાયદા મંત્રી પદ પરથી હટાવ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને અન્ય તમામ ન્યાયાધીશો તેમજ મુખ્ય ન્યાયાધીશો અને ઉચ્ચ ન્યાયા લયોના ન્યાયાધીશો, નીચલા ન્યાયતંત્ર અને તમામ કાયદા અધિકારીઓનો આભાર માન્યો છે. મંત્રાલયમાં ફેરફાર બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી તરીકે સેવા આપવી એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે.”

CJI અને તમામ ન્યાયાધીશોનો આભાર માન્યો. ન્યાયાધીશોનો આભાર માનતા, તેમણે વધુમાં કહ્યું, “હું ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયા ધીશો, મુખ્ય ન્યાયાધીશો અને ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો, નીચલા ન્યાયતંત્ર અને તમામ કાયદા અધિકારીઓનો ન્યાય સુનિશ્ચિત કરવા માટે અને આપણા નાગરિકોને અને કાનૂની સેવાઓ પ્રદાન કરવામાં ભારે સમર્થન માટે આભાર માનું છું.” કિરેન રિજિજુએ કહ્યું કે તેઓ નવા મંત્રાલયમાં ભૂતકાળની જેમ જ ઉત્સાહ સાથે કામ કરવા માંગે છે અને કહ્યું કે તેઓ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને એ જ ઉત્સાહ સાથે પૂર્ણ કરવા માટે આતુર છે, જેને તેમણે ભાજપના એક નમ્ર કાર્યકર તરીકે આત્મસાત કર્યું છે. અર્જુન રામ મેઘવાલ કાયદા મંત્રી બન્યા. જણાવી દઈએ કે આજે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલ કર્યો છે. આ એપિસોડમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદ પરથી હટાવીને અર્જુન રામ મેઘવાલને આ મંત્રાલય આપવામાં આવ્યું છે. તે જ સમયે, કિરેન રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી કેબિનેટમાં આ ફેરફારને મંજૂરી આપી દીધી છે. રિજિજુના સ્થાને અર્જુન રામ મેઘવાલ કાયદા અને ન્યાય મંત્રાલયનો હવાલો સંભાળશે. તેમને તેમના વર્તમાન મંત્રાલયની સાથે કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ લોકસભા સીટથી ભાજપના સાંસદ છે. પીએમ મોદીના બીજા કાર્યકાળ દરમિયાન વર્ષ 2019માં તેમને રમતગમત મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા હતા. અને જુલાઈ 2021માં તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા. તેમને રવિ શંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી હતી.

વધુમાં વાંચો… PM મોદીએ ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો-2023નું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ગુલામીના સમયગાળા દરમિયાન ઘણી હસ્તપ્રતો અને પુસ્તકાલયોને બાળી નાખવામાં આવ્યા હતા, પરંતુ આઝાદી પછી આપણા વારસાને જાળવવા માટે જે પ્રયત્નો કરવા જોઈએ તે પણ કરવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય પ્રદર્શન 2023નું ઉદ્ઘાટન કર્યા બાદ તેમના સંબોધનમાં આ વાત કહી. તમને જણાવી દઈએ કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે 47માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (IMD) ની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, “સેંકડો વર્ષની ગુલામીના લાંબા ગાળાએ ભારતને એક નુકસાન એવું પણ પહોંચાડ્યું કે આપણો અનેક લેખિત અને અલિખિત વારસો નષ્ટ કરી દેવામાં આવ્યો. ગુલામીના સમયગાળા દરમિયાન આપણી ઘણી હસ્તપ્રતો અને પુસ્તકાલયો બાળી નાખવામાં આવ્યા હતા. તે માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવજાત માટે નુકસાન હતું.” તેમણે કહ્યું, “દુર્ભાગ્યે, આઝાદી પછી, આપણા વારસાને બચાવવા માટે જે પ્રયત્નો થવા જોઈએ તે થઈ શક્યા નથી. લોકો માં હેરિટેજ અંગેની જાગૃતિના અભાવે આ સંકટમાં ઉમેરો કર્યો છે. તેથી જ ભારતે આઝાદીના અમૃતમાં જે ‘પંચ પ્રાણ’ની જાહેરાત કરી છે એમાં મુખ્ય છે ‘આપણા વારસા પર ગૌરવ’.”

નેશનલ મ્યુઝિયમના ‘વર્ચ્યુઅલ વોકથ્રુ’નું ઉદ્ઘાટન. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ ‘સંગ્રહાલય, સ્થિરતા અને કલ્યાણ’ છે. આ પ્રસંગે, વડાપ્રધાને નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં રાષ્ટ્રીય સંગ્રહાલયના ‘વર્ચ્યુઅલ વોકથ્રુ’નું ઉદ્ઘાટન કર્યું. મ્યુઝિયમ એ ભારતના ભૂતકાળની ઐતિહાસિક ઘટનાઓ, વ્યક્તિત્વ, વિચારો અને સિદ્ધિઓને પ્રકાશિત કરવા અને પ્રદર્શિત કરવાનો વ્યાપક પ્રયાસ છે જેણે ભારતના વર્તમાનના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તેમણે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્ઝિબિશનનો માસ્કોટ, ‘ગ્રાફિક નોવેલ – અ ડે એટ ધ મ્યુઝિયમ’, ભારતીય મ્યુઝિયમની ડિરેક્ટરી, ડ્યુટી પાથનો પોકેટ મેપ અને મ્યુઝિયમ કાર્ડ પણ બહાર પાડ્યું.

વધુમાં વાંચો… સુરત – 10 ડેરીમાંથી લીધેલા સેમ્પલ ફેલ થતા 240 કિલોગ્રામ અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરાયો.
સુરત આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ ડેરીમાંથી પનીરના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા હતા, જેમાંથી 10 ડેરીમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ ભેળસેળ યુક્ત હોવાનું જણાતા આરોગ્ય વિભાગે 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ભેળસેળયુક્ત અને માનવ શરીરને નુકસાન પહોંચાડતી ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝૂંબેશ હેઠળ સુરત શહેરમાં આવેલી ડેરી અને સંસ્થાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું, જે હેઠળ ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, કેક, મરી-મસાલા સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન પનીર ઉત્પાદન કરતી અને તેને સંગ્રહ કરતી કેટલીક સંસ્થાઓ અને ડેરીઓને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ હતી. સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલ ડેરીઓમાંથી નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર, મોટા વરાછાની કનૈયા ડેરી, અડાજણમાં આવેલ સુરભી ડેરી, ખટોદરામાં ડાકોરિયા ડેરી, સરથાણા જકાતનાકા પાસેની ગુરુ લાભેશ્વર ડેરી, ઉધનાની ઇન્ડિયા ડેરી, પર્વત પાટિયા પાસેની ગોગા માર્કેટિંગ અને સુખ સાગર ડેરી, પાંડેસરામાં શ્રીજી ડેરી અને સગરામપુરાની નૂરાની ડેરીમાંથી સેમ્પલ લેવાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, આ તમામ ડેરીઓના પનીરના સેમ્પલ ફેલ થતા 240 કિલોગ્રામ અખાદ્ય પનીરના જથ્થાનો નાશ કરાયો હતો. આ મામલે આરોગ્ય વિભાગે જવાબદાર ડેરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાથે દંડ પણ ફટકારાયો છે.

વધુમાં વાંચો… મેઘરજમાં નલ સે જલ યોજનાના કામ તો થયા, પણ 5 વર્ષ વિતવા છતાં નથી પહોંચ્યું પાણી, તંત્ર પર સવાલો
સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવા નલ સે જલ યોજના લાગૂ કરી છે પણ આ યોજના અધિકારીઓ માટે રૂપિયા ચાઉં કરવાની યોજના હોય તેવું લાગે છે, કારણ કે, યોજના હવે આશીર્વાદ નહીં પણ અભિશાપ છે. અરવલ્લીના આદિવાસી વિસ્તારમાં કામના નામે માત્ર ધતિંગ થતાં હોય તેવું લાગે છે.નલ સે જલ યોજના કેન્દ્ર સરકાર દ્વારા એ હેતુથી શરૂ કરવામાં આવી છે કે, લોકોને પાણી માટે વલખા ન મારવા પડે,, જોકે આ યોજના લોકો માટે નહીં પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ માટે હોય તેવું લાગી રહ્યું છે, એટલું જ નહીં પ્રજાના પૈસા નો સરેઆમ વેડફાટ થતો જોવા મળી રહ્યાના પુરાવાઓ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના તરકવાડા ગ્રામ પંચાયતના ધાવડિયા ગામે નલ સે જલ યોજનાનો અધિકારી ઓએ છેદ જ ઉટાવી દીધો છે. અહીં પાણી આપવા માટે જે સંપ બનાવ્યા છે, તેમાં હજુ પાણી પહોંચ્યું જ નથી. એટલું જ નહીં સંપનો જે ટાંકો બનાવ્યો છે, તેનું કામ પણ હલકી ગુણવત્તાનું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ વિકાસ માટે ફાળવતી હોય છે, જોકે આ ગ્રાન્ટનો દુરૂપયોગ થતો હોય તેવું હવે સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લાના ટ્રાયબલ વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત વિવિધ કામો થઈ રહ્યા છે જોકે,આ કામ કેટલા સારા અને ગુણવત્તાયુક્ત છે તેનો પુરાવો એક ગામનો સામે આવ્યો છે, આવી કામગીરી અને હજુ સુધી પાણી નહીં પહોંચતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે, પાંચ વર્ષ વીતિ જવા છતાં હજુ સુધી ગ્રામજનો ને પાણી કેમ નથી મળ્યું.

નલ સે જલ યોજના એક ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેની એક યોજના છે પણ હજુ કેટલાય નળ પાણી વિના સુકાઈ હોઈ શકે છે અથવા તો પાણી નહીં પહોંચ્યું હોય. મેઘરજ તાલુકા ના ધાવડિયા ગામે લોકોએ જે રીતે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, તે ક્યાં સુધી વલખા મારવા પડશે તે એક સવાલ છે. હાલ તો લોકો નલ સે જલ યોજના ને લઇને અનેક સવલો ઉઠાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here