આપ નેતા ઈટાલિયા-ઈસુદાન જાણો ક્યાંથી લડશે ચૂંટણી, આપનો સર્વેના માધ્યથી તખ્તો તૈયાર થઈ રહ્યો છે

14 Oct 22 : ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના અહીંના બે નેતાઓથી વધુ લાઈમ લાઈટમાં રહે છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી કે જેમની અવાર નવાર વિવિધ મામલે પ્રતિક્રીયા જોવા મળતી હોય છે. આ ઉપરાંત તેઓ કોઈને કોઈ વાતથી લઈને રાજકીય ચર્ચામાં રહે છે. ત્યારે આ બન્ને આપના મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે. આમ આદમી પાર્ટી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બન્ને નેતાઓને ક્યાં અને કઈ સીટ પરથી લડાવવા તેને લઈને સર્વે કરાવી રહી છે.

આપ પાર્ટી તેમનું પ્રભૂત્વ જમાવવા માટે ગ્રામ્ય અને શહેરી આ બન્ને વિસ્તાકમાં ઈટાલિયા-ઈસુદાનને અલગ અલગ લડાવશે. એક નેતા શહેરની સીટ પરથી લડશે તો બીજા નેતાને ગ્રામ્ય સીટ પર લડાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી દ્વારા પુર જોશથી આમ આમ આદમી પાર્ટી માટે પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ સરકાર પર એક પણ મુદ્દો વિરોધ મામલે ચૂકતા નથી. તેમાં પણ સોશિયલ મીડીયા પર તેમજ સતત પ્રેસ કોન્ફરન્સ થકી તેઓ વિવિધ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

ગુજરાતમાં આપના મોટા નેતાની યાદીમાં સ્થાન પામનાર ઈસુદાન ગઢવી પહેલાથી જ લોકચાહના ધરાવે છે. ટીવી મીડિયામાં રહી ચૂકેલા ઈસુદાન ગઢવીની રાજકીય ક્ષેત્રની નવી કારકિર્દી છે પોતે સૌરાષ્ટ્રથી આવે છે. સૌરાષ્ટ્રમાં પણ કચ્છને બાદ કરતા 48 બેઠકો છે જેથી ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રથમ ફોકસ છે. માટે રાજકોટ, જામખંભાળીયા કે દ્વારકા આ ત્રણ સીટ પરથી ઈસુદાન ગઢવીને ઉભા રાખવાને લઈને તખ્તો ઘડાઈ રહ્યો છે માટે આ ત્રણ બેઠકો પરથી અત્યારે સર્વે પણ આપ પાર્ટી કરાવી રહી હોવાની સૂત્રો તરફથી વિગતો મળી રહી છે.

આ ઉપરાંત આપ પાર્ટીના આખા બોલા નેતા તરીકે ઉભરી રહેલા ગોપાલ ઈટાલીયા પણ આપના મોટા નેતા છે અને પાટીદાર છે. કેટલાક દિવસથી તેઓ પાટીદાર હોવાનું રટણ પણ કરી રહ્યા છે ત્યારે તેઓ પણ આ પ્રકારે પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઈટાલિયા માટે બોટાદ અથવા ધારી આ બે જગ્યાથી તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા આ બન્ને નેતાઓની બેઠકો ફિક્સ કરીને ઝડપી જ ત્યાં જંગી પ્રચારમાં તેમને ઉતારવામાં આવશે. ખાસ કરીને આ બન્ને મહત્વપૂર્ણ નેતા જીતે તેવી બેઠકો પરથી ચૂંટણી લડાવવા માટે આપ પાર્ટી મથામણ કરી રહી છે.

રાજકોટ – લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ઘોડા ડોકટર પકડાયો

14 Oct 22 : હવે ડોકટર પર પણ ભરોસો કરવો મુશ્કેલ બની ગયો છે. રાજકોટમાંથી અનેક વખત ઘોડા ડોકટર પકડાયા છે ત્યારે ફરી એક વખત લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકનાર ડિગ્રી વગરનો ડોકટર પકડાયો છે. શહેર રસુલપરા વિસ્તારમાં દોઢ માસથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટરને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પકડી પાડી તેની પાસેથી દવા અને મેડીકલ સાધનો મળી રૂમ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરોધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ અગ્રવાત અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે રાજકોટમાં આવેલ રસુલપરા શકિતનગર સોસાયટી શેરી.નં.-1 સેનીફ હુશેન બાદી (ઉ.વ.23) કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા દવાખાનું ચલાવે છે. તે માહીતીના આધારે દરોડો પાડી હુશેન બાદીને દબોચી મેડીકલ દવા તેમજ મેડીકલ સાધનો મળી રૂમ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.વધુમાં બોગસ તબીબે પુછપરછમાં કબુલ્યું હતું કે તે પહેલા અન્ય દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જયાના અનુભવ થી તેને દોઢ માસ પહેલા જ ક્લિનિક શરૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here