12 Sep 22 : કરણી સેનાના નેજા હેઠળ રોડ થી ભગતસિંહના સ્ટેચ્યુ સુધી મેંદરડામાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી ને મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને તેમના પ્રભુત્વ વાળા વિસ્તારોમાં તેમને ટિકિટ આપનાર પક્ષ સાથે જ જોડાશે તેવો હુકાર કર્યો હતો.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ દિપાલી પાર્ક શાસન રોડથી લઈ ભગતસિંહના સ્ટેચ્યુ સુધી મહારેલી યોજાયેલ હતી સાચો સાથ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની એકતાનું જીલ્લા સ્તરનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વક્તાઓએ જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં રાજકીય વ્યવસાયિક શૈક્ષણિક અને રોજગાર સમાજને પ્રતિનિધિત્વ મેળવવાનું હોય જેથી આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવો ધ્રુજારો વ્યક્ત કરાયો હતો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી ક્ષત્રિય પ્રભુત્વ વાળા સમાજને વિધાનસભાઓમાં ટિકિટ આપવામાં આવશે એમની સાથે જોડાશે અને વિજય બનાવવા માટે પૂરો સાથ સહકાર આપવામાં આવશે જો ટિકિટ નહીં આપવામાં આવે તો સમાજ ના ઉમેદવારોને અપક્ષમાં ઉમેદવારી અપાવી વિજય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જૂનાગઢની સાથોસાથ આવનારા દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા મહારેલી અને મહાસંમેલન નું આયોજન થઈ રહ્યું છે અગાઉ ક્ષત્રિય રાજાઓએ 567 રજવાડાઓ સમર્પિત કરેલા છે આજે એ જ સમાજને હાસ્ય ઉપર ધકેલી દેવામાં આવ્યો છે ઓછામાં ઓછી 30 ટકા 55 સીટો સુધીની દાવેદારી તમામ ચૂંટણીઓમાં નોંધાવવામાં આવશે.