આગામી વિધાનસભા ચૂંટણીમાં 55 સીટોની માંગણી કરતી કરણી સેના, ખેડાના ફાગવેલ માં યોજાયો ક્ષત્રિય ક્રાંતિ મહાકુંભ

02 Oct 22 : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ આજરોજ તારીખ 02/10/2022 ના રોજ 1 વાગે થી વીર શિરોમણી ભાથીજી મહારાજ ના સાનિધ્યમાં ફાગવેલ ની પુણ્ય ધરા પર કઠલાલ, ખેડા માં ક્ષત્રિય ક્રાંતિ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ જી વાઘેલા,કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ જી ગોગામેડી,ગુજરાત અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત જી, ગુજરાત યુવા અધ્યક્ષ લખન દરબાર,ગુજરાત કાર્યકારી અધ્યક્ષ અજયસિંહ રાજપૂત, પાટીદાર અગ્રણી દિલીપભાઈ પટેલ તેમજ કરણી સેનાના આગેવાનો હોદેદ્દારો સહિત બહોળી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ જોડાયા હતા.

રાજ શેખાવત જી સહિત આગેવાઓ એ જણાવ્યું હતું કે ,આ ક્ષત્રિય સમાજ ની એકતા નું જિલ્લા સ્તર નું શક્તિ પ્રદર્શન કરવામા આવી રહ્યું છ., દરેક ક્ષેત્ર મા (રાજકીય, વ્યવસાયિક, શેક્ષણિક અને રોજગારીક) સમાજ ને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસો માં જ્યાં જ્યાં સમાજ નું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચ થી લઇ ને સાંસદ સુધી પ્રતિનિ ધિત્વ જાેઈશે.આવનારી વિધાનસભા ની ચૂંટણી મા જે પાર્ટી સમાજ ના પ્રભુત્વ વાળા વિધાનસભાઓ મા સમાજ ને ઉમ્મેદવારી આપશે એમની સાથે સમાજ જાેડાશે અને ઉમ્મેદવારો ને વિજયી બનાવશે.ટિકિટો નહિ મડે તો પણ સમાજ ના ઉમ્મેદવાર ને અપક્ષ મા ઉમ્મેદવારી અપાવી વિજયી બનાવીશું. ખેડા ની સાથે સાથે આવનારા દિવસો મા ગુજરાત ના તમામ જિલ્લાઓ માં ક્ષત્રિય એકતા મહા રેલી અને મહા સંમેલન નું આયોજન કરી રહ્યા છે અને સમાજ ને ન્યાય અને અધિકાર અપાવીશું.

વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારત ની સ્થાપના માટે અમે ૫૬૭ રજવાડા સમર્પિત કર્યા અને આજે સમાજ ને હાંશિયા ઉપર ધકેલી દેવા મા આવ્યું છે, હવે અમારી એકતાજ અમને રજવાડા /રિયાસતો (વિધાનસભાઓ) પાછા અપાવી શકે છે અને લોકતંત્ર અને લોકશાહી મા રજવાડા પાછા મેળવવા ચુનાવી પ્રક્રિયા થી સમાજ ને પ્રસાર થવું પડશે અને ૩૦ % (૫૫ સીટો) સુધી ની દાવેદારી તમામ ચુનાવો મા નોધાવીશું અને લઈશુ પણ. રાજનૈતિક પાર્ટિયોં હંમેશ જાતિગત સમીકરણોના આધારે ચુનાઓ મા ટિકિટો ના વિતરણ કરતી આવી છે, હવે ક્ષત્રિય સમાજ નું જાતિગત સમીકરણ ગામડે ગામડે સ્થાપિત થયું છે, હવે તો અમે પ્રતિનિધિત્વ ના હકદાર છીએ, અમને ન્યાય અને અધિકાર મેળવીનેજ જંપીશું. એટલે ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન નું આયોજન કરી, માથાઓ ગણાવી, રોટી વ્યવહાર કરાવી, સમાજ મા પડેલા ફાંટાઓ દૂર કરી સમાજ ને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરી રહ્યા છીએ. દરેક ક્ષેત્ર મા સમાજ નું સર્વાંગી વિકાસ એ જ ધ્યેય અને એજ વિકલ્પ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here