5G છોડો હવે આવી રહ્યું છે 6G,PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું વિઝન ડોક્યુમેન્ટ, 5 પોઈન્ટ્સમાં બધું જ જાણો

23 March 23 : ભલે તમારા ફોનમાં 4G અથવા 5G યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોય, પરંતુ દેશ 6G તરફ આગળ વધી રહ્યો છે. ગયા વર્ષના અંતમાં ભારતમાં 5G લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે 6Gનો વારો છે. દેશમાં 5G લોન્ચ કરવામાં વિલંબ થયો હોવા છતાં 6Gની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું. આ સાથે તેણે 6G રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેસ્ટ બેડ લોન્ચ કર્યો છે.

આ ડોક્યુમેન્ટ્સ દેશમાં 6G ટેક્નોલોજી શરૂ કરવા અને અપનાવવામાં મદદરૂપ થશે. 5જી લોન્ચ સમયે પણ પીએમ મોદીએ 6જીની તૈયારીઓ શરૂ કરવાની વાત કરી હતી. ચાલો જાણીએ 6G ના વિઝન ડોક્યુમેન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. 6G વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતાં પીએમ મોદીએ કહ્યું, ‘આ દાયકો ભારતનો ટેક-એડ છે. ભારતનું ટેલિકોમ અને ડિજિટલ મોડલ આસાન, સિક્યોર, ટ્રાન્સપરન્ટ, રિલાયબલ અને ટેસ્ટેડ છે. પીએમ મોદીએ આઈટીયુ (ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી.

6G વિઝન ડોક્યુમેન્ટ કોણે તૈયાર કર્યું? – 6G પર ટેક્નોલોજી ઇનોવેશન ગ્રુપ દ્વારા ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રુપ નવેમ્બર 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો, રિસર્ચ અને ડંવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એજ્યુકેશનાલિસ્ટ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર અને બિઝનેસમેનોનો સમાવેશ થાય છે. આ ગ્રુપનું કામ ભારતમાં 6G લોન્ચ માટે રોડમેપ તૈયાર કરવાનું છે.

ટેસ્ટ બેડનો ફાયદો શું છે? – 6G વિઝન ડોક્યુમેન્ટની સાથે PM મોદીએ 6G ટેસ્ટ બેડ પણ લોન્ચ કર્યો છે. તેની મદદથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય પ્લેટફોર્મ વિકાસશીલ ટેક્નોલોજીનું પરીક્ષણ કરી શકશે.

સરકારનું શું કહેવું છે? – સરકારનું કહેવું છે કે ઈન્ડિયા 6G વિઝન ડોક્યુમેન્ટ અને 6G ટેસ્ટ બેડ દેશને ઈનોવેશન સક્ષમ કરવામાં, ક્ષમતા વધારવામાં અને નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.

6G વિઝન 2022માં જ વિઝનનો આપ્યો હતો સંકેત – ગયા વર્ષે ઓગસ્ટમાં પીએમ મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના અંતે કહ્યું હતું કે સરકાર 6જી લોન્ચની તૈયારી કરી રહી છે, જે આ દાયકાના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે તેમણે યુવાનો અને ઈનોવેટર્સને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું અને નવા ઉકેલો શોધવા અપીલ કરી હતી.

ગયા વર્ષે 5G સર્વિસ શરૂ કરવામાં આવી હતી – ગયા વર્ષે 1 ઓક્ટોબરે ભારતમાં 5G સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ટેલિકોમ્યુનિકેશન વિભાગને 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 1.50 લાખ કરોડ રૂપિયાની બિડ મળી હતી.

વધુમાં વાંચો… અંગદાનની જેમ સ્કિન ડોનેટ પણ થઈ શકે છે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યમાં પ્રથમ સ્કીન બેન્કનો પ્રારંભ

સમગ્ર દેશમાં ગુજરાત અંગદાનના ક્ષેત્રમાં લોકો અવરે થઈ રહ્યા છે. કોરોનાના કપરા કાળ પછી આ પ્રવૃત્તિ વધુ વેગવાન બની છે. આ સંજોગોમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી ઓ માટે વધુ એક સારા સમાચાર છે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેન્કનો પ્રારંભ થયો છે. દાઝેલા દર્દીઓ માટે આશિર્વાદરુપ આ સુવિધા સાબિત થઈ શકે છે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેન્કનો પ્રારંભ રાજકોટમાં કરવામાં આવ્યો છે.

  • રાજકોટમાં શરૂ થઈ રાજ્યની પ્રથમ સ્કીન બેંક
  • રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓ માટે એક વિશેષ સુવિધા
  • દાઝેલા દર્દી માટે આશીર્વાદરૂપ સુવિધા
  • સ્કીન ડોનેશન માટે હેલ્પલાઈન નંબર : 72111- 02500
  • આપ પણ જોડાઓ ત્વચા દાનના અભિયાનમાં

ગુજરાત અંગદાન ક્ષેત્રે આગેવાની લઈ રહ્યું છે. આ શુભ સમાચાર વચ્ચે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકનો આરંભ થયો છે. સ્કિન બેંક કેવી રીતે કામ કરે છે અને તે નાગરિકોને કેવી રીતે ઉપયોગી બનશે જોઈએ આ વિશેષ અહેવાલ

ચામડીનું દાન કરવામાં આવે ત્યાર બાદ હોસ્પિટલ તેની જાળવણી થાય છે. – રાજકોટના પ્લાસ્ટિક સર્જરી વિભાગના પી.ડી.યુ. ડૉ. મોનાલી માકડિયાએ કહ્યું કે, કોઈપણ ડેથ થાય તો તમે જાણતા હશો કે ચક્ષુ દાન કરે છે કે આંખનું ડોનેશન કરે છે, એવી જ રીતે સ્કીનનું ડોનેશન પણ થઈ શકે છે. જો ડેથ થાય તો 6 કલાકની અંદર સ્કીન હાર્વેસ્ટ થઈ જાય તો તેમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. દાતા દ્વારા સ્કિન એટલે કે ચામડીનું દાન કરવામાં આવે ત્યાર બાદ હોસ્પિટલ તેની જાળવણીની એક ચોક્કસ પ્રક્રિયા અનુસરે છે.

આ રીતે કરવામાં આવે છે પ્રક્રીયા – સ્કિન હાર્વેસ્ટ કર્યા પછી અમે તેના સ્પેશ્યિલ ગ્લીસરોલ ટેસ્ટેડ ટ્રિટેડ બોટલ્સ હોય છે તેમાં પ્રિઝર્વ કરી અને અમારી હોસ્પિટલમાં લઈ આવીએ છીએ, ત્યાં આગળ ફરી ગ્લીસરોલથી વોશ કરી અને તેને ફંગલ કલ્ચર તથા બેક્ટેરિયા ક્લચર માટે ટેસ્ટ કરવા મોકલીએ છીએ, ફંગલ તથા બેક્ટેરીયલ કલ્ચર નેગેટીવ આવે એટલે અમે તેને 4 ડીગ્રી સેન્ટીગ્રેડ પર ગ્લીસરોલ પ્રિઝર્વ કરીએ છીએ. આ પ્રિઝર્વ સ્કીન 3થી 5 વર્ષ માટે યુઝ થઈ શકે એમ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું કે,જાહેર જનતાને અપીલ કરું છું કે આ એક પુન્યનું કામ છે, તમે કોઈ બીજાની જીંદગી બચાવી શકો છો તમે સ્કીનનું દાન કરો. તેમ અપીલ કરી હતી. આમ, આપણી ત્વચા પણ શરીરનું એક અંગ છે અને અન્ય અંગોની જેમ તેનું પણ દાન કરી શકાય છે. સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કિન ડોનેશન માટે એક હેલ્પલાઈન નંબર પણ શરુ કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરી આપ ચર્મદાનના અભિયાનમાં સહભાગી થઈ શકો છો.

વધુમાં વાંચો… રાહુલ ગાંધી માનહાની કેસમાં દોષિત જાહેર, કોર્ટ હવે સંભળાવશે ચૂકાદો, જાણો શું કહે છે આઈપીસી કલમનો કાયદો

કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં દોષિત જાહેર થયા બાદ સજાની સુનાવણી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવશે. પૂર્ણશ મોદી દ્વારા માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે અગાઉ કરવામાં આવેલી ટીપ્પણી બદલ દોષિત ઠેરવ્યા છે. જો કે, આ મામલે આઈપીસી કલમ 500 હેઠળ દોષિત જાહેર થતા સજાની સુનાવણી થશે.

આઈપીસી કલમ મુજબ 2 વર્ષની સજાની જોગવાઈ – આ અંતર્ગત 2 વર્ષની સજાની જોગવાઈ પણ છે. આ સજા કેસની સુનાવણી થવાની બાકી છે. કોર્ટ કાયદા મુજબ આઈપીસીની સજા હેઠળ સુનાવણી કરશે. પૂર્ણેશ મોદીના વકીલો દોષિત જાહેર થયા બાદ મહત્તમ સજાની જોગવાઈની માગ કરી શકે છે. જો કે, હવે સજા કેટલી થશે તેને લઈને સુનાવણી કરવામાં આવશે.

499 અને 500 હેઠળ કેસ દાખલ થયો હતો. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો

આ પહેલાની 2020ની સુનાવણીમાં વકીલે રજૂ કરી હતી આ દલીલ. છેલ્લી સુનાવણીમાં, રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ​​ફરિયાદ દાખલ કરવી જોઈએ. ત્યારે આ સંદર્ભે વધુ સુનાવણી માનહાની કેસ મામલે થશે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોર્ટમાં માનહાનીના કેસમાં હાજરી આપી હતી.

ટીપ્પણી કરવી પડી શકે છે ભારે – 13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી. જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું. રાહુલ ગાંધીએ રજૂ કરી આ વાત. કોઈને પણ અપમાનિ કરવાનો મારો ઈરાદો નહોતો. મારો ઈરાદો ખોટો નહોતો તેમ રાહુલ ગાંધી તરફથી જવાબ રજૂ કરાયો હતો. આ સાથે તેમણે કહ્યું કે, મારા નિવેદનથી કોઈને નુકશાન નહીં.

વધુમાં વાંચો… રાજકોટ – મિત્ર સાથે જગડો કરનાર પર યુવકે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત થતાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટમાં નાના મૌવા સર્કલ પાસે આવેલા માલધારી ચોકમાં “મારા મિત્ર સાથે કેમ ઝઘડો કર્યો” તેમ કહી યુવક ઉપર મામાના પુત્ર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નાના મૌવા સર્કલ પાસે આવેલા નહેરુનગરમાં રહેતા ભુપત લાલાભાઇ બાંભવા નામનો યુવાન રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં માલધારી ચોકમાં હતો. ત્યારે મામાના પુત્ર હાર્દિક સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ભુપત અને હાર્દિકનાં મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેથી હાર્દિકે મિત્રનું ઉપરાણું લઈ અન્ય શખ્સો સાથે ધસી આવી ભુપત સાથે ઝઘડો કરી “મારા મિત્ર સાથે કેમ ઝઘડો કર્યો” તેમ કહી હુમલો કરી માર માર્યો હોવા નું જાણવા મળ્યું છે. આ બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો… સુપ્રિયા શ્રીનેતે લાઈવ શોમાં બીજેપી પ્રવક્તાને ગુંડા કહ્યા, શહજાદ પૂનાવાલાએ સોનિયા ગાંધીનું નામ લઈને કર્યો પલટવાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર તેમને સંસદમાં બોલવા દેતી નથી. આ વિષય પર ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

કોંગ્રેસના નેતાએ શહજાદ પૂનાવાલાને ગુંડો ગણાવ્યા – એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને શહજાદ પૂનાવાલા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રિયા શ્રીનેતે શહજાદ પૂનાવાલાને વારંવાર ગુંડા કહેવા લાગ્યા. આ સાથે તેમણે કહ્યું કે મારી વચ્ચે કોઈને બોલવા દેવા જોઈએ નહીં. મારી સામે બેઠેલા ગુંડાને શાંત કરવામાં આવે. સુપ્રિયા શ્રીનેતે પર ગુસ્સે ભરાયેલા શહજાદ પૂનાવાલાએ કહ્યું, ‘તમે તમારી ભાષા પર નિયંત્રણ કેમ નથી રાખતા, થોડી રીતભાત શીખો.’

શહજાદ પૂનાવાલા સુપ્રિયા શ્રીનેત પર ગુસ્સે થઈ ગયા – શહજાદ પૂનાવાલાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, ‘જો તમે ગુંડાગીરીનો ઉલ્લેખ કરી રહ્યા છો, તો તમારે રાહુલ ગાંધી વિશે વાત કરવી જોઈએ. જેઓ બીજા દેશોમાં જઈને ભારત માતા વિરુદ્ધ બોલે છે. આવા લોકો ભારતને જોડવા નીકળ્યા છે?” આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ રમખાણોની પાર્ટી છે, રાજીવ ગાંધી રમખાણોના પિતા, સોનિયા ગાંધી નફરત ફેલાવે છે. હવે આગળ વધો. શહજાદ પૂનાવાલાની આ વાત પર કોંગ્રેસ નેતા ભડકી ઉઠ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here