File Pic
File Pic

26 Aug 22 : Liger Movie Leak – વિજય દેવેરાકોંડા-અનન્યા પાંડેની ‘લિગર’ રિલીઝના પહેલા દિવસે લીક થઈ.

સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા અને બોલિવૂડની સુંદરી અનન્યા પાંડેની ફિલ્મ ‘લિગર’ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં ધમાકેદાર રિલિઝ થઈ છે. ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. પરંતુ રિલીઝના પહેલા જ દિવસે ‘લિગર’ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, આ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે Liger Full Movie હવે Movierulz અને Tamilrockers જેવી ઘણી પાઈરેસી સાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

નિર્માતાઓને આંચકો લાગ્યો : વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘Liger’ ઘણી પાઈરેસી વેબસાઈટ પર લીક થઈ ગઈ છે. તેનાથી ફિલ્મના કલેક્શ ન પર અસર પડી શકે છે. જેના કારણે મેકર્સની ચિંતા વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે આખી ટીમ લગભગ પાંચ અઠવાડિયાથી આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મના પ્રમોશનમાં લાગેલી છે. વિજય અને અનન્યાએ પ્રમોશન માટે ભારતના 17 શહેરોની મુલાકાત લીધી હતી. પરંતુ હવે તેની ફિલ્મ ટોરેન્ટ સાઈટ પર લીક થઈ ગઈ છે.

આ પહેલા પણ ઘણી ફિલ્મો લીક થઈ હતી : વેલ આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ પાયરસીનો શિકાર બની હોય. અગાઉની ‘દોબારા’, ‘રક્ષાબંધન’ અને ‘લાલસિંહ ચઢ્ઢા’ જેવી ફિલ્મો પણ રિલીઝ થતાં જ લીક થઈ ગઈ હતી. ગયા વર્ષે અક્ષય કુમારની ‘સૂર્યવંશી’, રણવીર સિંહની ’83’, આયુષ્માન ખુરાનાની ‘ચંદીગઢ કરે આશિકી’ પણ પાયરસીનો શિકાર બની હતી. આ વર્ષે રિલીઝ થયેલી કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘ભૂલ ભૂલૈયા 2’, ‘જુગ-જુગ જિયો’ અને ‘પુષ્પા’ને પણ પાયરસીનો માર સહન કરવો પડ્યો હતો. જો આપણે ‘લિગર’ની વાત કરી એ તો કેટલાક લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે, જ્યારે કેટલાક વિજયની ફિલ્મને રસપ્રદ નથી કહી રહ્યા. જોકે, ફિલ્મમાં વિજયના કામ ના વખાણ થઈ રહ્યા છે. વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે ઉપરાંત ‘લિગર’માં રામ્યા કૃષ્ણન, મકરંદ દેશપાંડે અને રોહિત રોય પણ મહત્વ ની ભૂમિકામાં છે.