સ્થાનિક નેતાઓ વર્ષોથી કહેતા હતા કે તમારે ચૂંટણી લડવી જોઈએ પરંતુ તે સમય યોગ્ય ન હતો – જીજ્ઞેશ કવિરાજ

07 Nov 22 : જીગ્નેશ કવિરાજે ઉત્તર ગુજરાતની બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કવિરાજ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. ત્યારે આ મામલે મીડિયા સમક્ષ તેમણે કહ્યું હતું કે, હું ભાજપ કે કોંગ્રેસ તરીકે નહીં પણ અપક્ષ તરીકે ચૂંટણી લડીશ. સ્થાનિક નેતાઓ વર્ષોથી કહેતા હતા કે તમારે ચૂંટણી લડવી જોઈએ પરંતુ તે સમય યોગ્ય ન હતો. હવે સમય આવી ગયો છે એટલે મેં આ નિર્ણય લીધો છે. જિજ્ઞેશ કવિરાજ જાણીતા લોકગાયક છે. હવે તેમને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. જેથી તેઓ પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે.

મારી માતૃભૂમિએ મને ખૂબ સ્વીકાર્યો છે અને મને ખૂબ પ્રેમ આપ્યો છે, તેથી હું મારી માતૃભૂમિ માટે કંઈક કરવા માટે લડી રહ્યો છું. એવું તેમને કહ્યું હતું. જો કે, અત્યાર સુધી સાહિત્ય ક્ષેત્રે નામ કમાવનાર કવિરાજ હવે રાજકીય ક્ષેત્રે પણ કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મેં ચૂંટણી લડવા માટે કોઈનો સંપર્ક કર્યો નથી. મેં મારા ગામના ભલા માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. હું દરેક સમાજને સાથે લઈ જનાર માણસ છું. પાણી, રસ્તા સહિતના અન્ય મુદ્દે હું આગળ વધીશ. તેમ જીગ્નેશ કવિરાજે કહ્યું હતું. આગામી સમયમાં ચૂંટણી ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને જોતા ફોર્મ ભરવાની પ્રક્રીયા પણ ચાલશે ત્યારે તેમાં ખેરાલુ ઉત્તરગુજરાતમાં જિજ્ઞેશ કવિરાજ ચૂંટણી લડે તેવી વાત સામે આવી છે. ત્યારે મન મક્કમ કરી આ નિર્ણય ગઈકાલે રાત્રે જ કવિરાજ દ્વારા લેવામાં આવ્યો હતો અને આજે તેમણે જાહેર પણ કર્યોો છે.

તેમણે કહ્યું કે, તાલુકાનો વિકાસ થવો જોઈએ, આવું થયું નથી, રોજગારી નથી, પાણીનો પ્રશ્ન છે. હું મારા ગામના તમામ સમાજ જેમ કે રાજપૂત સમાજ, રબારી, દરબાર, ચૌધરી સમાજ ની વિનંતીથી ચૂંટણી લડી રહ્યો છું.

વધુમાં વાંચો… કુછ ભી હો સકતા હૈ – ચૂંટણીમાં ભાજપ આ વખતે સિનિયરોના નામ પર કાતર ફેરવી શકે છે, દિલ્હીના દરબારમાં ટિકિટનું ટેન્શનનો નિવેડો

ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી 9 અને 10 તારીખના રોજ મળી રહી છે. અમિત શાહની આગેવાની હેઠળ પેનલમાં નામો બંધ બારણે તૈયાર થયા બાદ દિલ્હીના દરબારમાં આ મામલે અંતિમ નામો પર મહોર મારવામાં આવશે. કેન્દ્રીય શીર્ષ નેતાઓ , C R પાટીલને પણ ત્યાં આ બેઠકમાં આમંત્રણ અપાયું છે. જેથી ભાજપની પ્રથમ યાદી જલદી બહાર આવી શકે છે.

આમ આદમી પાર્ટીના 182 ઉમેદવારોના નામની જાહેરાત લગભગ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેશ. કોંગ્રેસે પણ રાહ જોડવડાવ્યા બાદ શરૂઆત કરી દીધી છે પરંતુ ભાજપમાં મંથન આખરી બાકી છે. ચૂંટણીમાં ભાજપ આ વખતે સિનિયરોના નામ પર કાતર ફેરવી શકે તો પણ નવાઈ નહીં. વિજય રુપાણી સહીતના મોટા નેતાઓએ આ વખતે દાવેદારી માટે ફોર્મ પણ નથી ભર્યા. આ સિવાયના પણ સિનિયર નેતાઓ છે.

હવે યુવાનો કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે યુવાઓના કારણે પાર્ટીને વધુ તાકાત મળી શકે છે માટે ભાજપ આ વખતે 25 ટકા યુવાનોને ચાન્સ આપી શકે છે. આ માટે શહેરી વિસ્તારોમાં જ્યાં સંપૂર્ણ બહુમતી છે ત્યાં યુવાનોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવી શકે છે. ભાજપનો ગઢ ગણાતા આમદવા જિલ્લાની 21માંથી 12 સીટો પર મોટો ફેરફાર થવાની શક્યતા છે. આ મુદ્દે એવું પણ માનવામાં આવે છે કે, સિનિયર ગણાતા ધારાસભ્યોના પત્તા કપાઈ શકે છે. અગાઉ કમલમ ખાતે સ્ક્રિનિંગ કમિટીની બેઠક માં દરેક સીટ પર ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે. જોકે, પક્ષના નેતાઓનું કહેવું છે કે અંતિમ નામ તરીકે કોઈ નામ પસંદ કરવામાં આવ્યું નથી. તે આગામી બે દિવસોમાં ચર્ચા બાદ જ નક્કી થશે.

ગુજરાતમાં, ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે, ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં નવા નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. અમદાવાદ ગ્રામ્યની ત્રણ બેઠકોમાં પણ મોટા ફેરફારો પણ થઈ શકે છે જેમાં નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 2017માં ભાજપે મોટાભાગની સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ આ વખતે કાર્યકરો માંગ કરી રહ્યા છે કે સ્થાનિક લોકોને તક આપવી જોઈએ. જો કે, અંતિમ મહોર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ લગાવવામાં આવશે. જેથી આ ક્યાસ અત્યારથી જ લગાવવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here