‘જુઓ આ બધું સંસદમાં થાય છે’, રાહુલ ગાંધી બોલીને બંધ કરી દીધું પોતાનું માઈક

10 Nov 22 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા આ દિવસોમાં મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. રાહુલે બુધવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વિપક્ષી નેતાઓની સાથે શું થાય છે તે બતાવવા માટે બે વાર પોતાનો માઈક્રોફોન બંધ કરી દીધો. રાહુલ ગાંધીએ પોતાનો માઈક્રોફોન બંધ કરતા કહ્યું કે, ‘અમે આ ભારત જોડો યાત્રા એટલા માટે શરૂ કરી કારણ કે મીડિયા અમને ઉજાગર કરવાની સ્થિતિમાં નથી અને સંસદમાં પણ વિપક્ષ સાથે હંમેશાથી આવું જ થતું આવ્યું છે.’

રાહુલ ગાંધીએ માઈક્રોફોન બંધ કરીને બોલવાનું ચાલુ રાખ્યું અને પછી માઈક ચાલુ કરતાની સાથે જ તેમણે કહ્યું, ‘અહીં અમારી પાસે નિયંત્રણ તો છે. સંસદમાં, તેઓ આને 2 મિનિટમાં બંધ કરી દે છે. અમે જોતા રહીએ છીએ. જો વિપક્ષ નોટબંધી વિરુદ્ધ બોલવા માંગે છે, માઈક બંધ કરી દેવામાં આવે છે. જો ચીની ઘૂસણખોરી વિશે વાત કરવા માંગે તો પણ માઈક બંધ કરી દેવામાં આવે છે. તમે જે ઈચ્છો તે કહેતા રહો, પરંતુ સાંભળશે કોઈ નહીં.’ અગ્નિપથ યોજનાને લઈ કેન્દ્ર પર સાધ્યું નિશાન. ભાજપ સરકારની અગ્નિપથ યોજના પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ચાર વર્ષ દેશની સેવા કરી શકો છો. ચાર વર્ષ પછી, તમે દેશભક્ત નહીં રહી શકો. ચાર વર્ષ પછી ઘરે જાઓ આ અગ્નિવીર છે. પીએમ મોદીએ કહ્યું કે ચીનની કોઈ ઘૂસણખોરી નથી થઈ તો પછી ભારત અને ચીન પક્ષ કયા વિષય પર વાત કરી રહ્યા છે? 22 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. આ દેશની સ્થિતિ છે.

રાહુલ ગાંધીનો યુવાનોને સંદેશ – યુવાનોને સંદેશ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ વાતથી ડરવાની જરૂર નથી. વાત માત્ર નરેન્દ્ર મોદી કે આરએસએસની જ નથી પરંતુ કોઈ પણ વાતથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો તમે કોઈ પણ વસ્તુથી ડરતા નથી, તો તમે ક્યારેય પણ કોઈ વસ્તુને નફરત નહીં કરો. ભારત જોડો યાત્રા સોમવારે (7 નવેમ્બર) મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. એનસીપીના નેતા સુપ્રિતા સુલે, જયંત પાટીલ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here