BTP અને BJPનું ગઠબંધન થાય તેવી શક્યતા, મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને

08 Nov 22 : સંભાવના BTP-BJP નું શુ થવા જઇ રહ્યું છે ગઠબંધન..? મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને થતા ચર્ચાઓએ જોર પકડ્યું… ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,રાજકીયપાર્ટીઓ તરફ થી પોતાના ઉમેદવારની જાહેરાતો થઇ રહી છે,તેવામાં ભરૂચ-નર્મદા જિલ્લાના રાજકીય માહોલ માં સતત ટ્વીસ્ટ આવતા જોવા મળી રહ્યા છે,ખાસ કરી ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે,જ્યાં ખુદ હવે બીટીપી ના ગઢ સમાન બેઠકો પર પિતા-પુત્ર સામ સામે નિવેદનોમાં ઉતરી આવ્યા હોય તેમ બની રહ્યું છે,

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સંયોજક છોટુ ભાઈ વસાવાએ ગત રોજ પત્રકાર પરિસદ યોજી JDU સાથે ગઠબંધન અંગેની માહિતી વહેતી કરી હતી,છોટુ વસાવા ના નિવેદન આપ્યા ને ગણતરિના કલાકો માં જ બીટીપી ના અધ્યક્ષ અને છોટુ વસાવા ના પુત્ર મહેશ વસાવાએ ગઠબંધનની વાત નકારી કાઢી હતી તેમજ તેઓ સાથે ગઠબંધન અંગે કોઈ વાત ન થઇ હોય અને આખો નિર્ણય છોટુ ભાઈ વસાવા નો વ્યક્તિગત ગણાવ્યો હતો,આમ પિતા-પુત્ર ગણતરીના કલાકોમાં આમને સામને આવતા દેખાતા રાજકિય માહોલ ગરમાયો છે,

મહત્વની બાબત છે કે તાલુકા અને જિલ્લા પંચાયતો માં બીટીપી ના ખરાબ પ્રદશન બાદ થી ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપે કમરકસી છે,તો બીટીપી પણ આ વખત ની ચૂંટણીમાં રાજકીય ગણિત ને સેટ કરવાની મથામણ માં લાગી હોય તેમ લાગી રહ્યું છે,કોંગ્રેસ સાથે બીટીપી ના ગઠબંધન અંગેની કોઈ અટકળો દેખાતી નથી. તો આપ સાથે પણ ગઠબંધન થયું જ ન હતું તેવું નિવેદન છોટુ વસાવાએ ભૂતકાળમાં આપ્યા છે,તેવામાં હવે મહેશ વસાવા અને છોટુ વસાવા એકા એક આમને સામને આવ્યા હોય ત્યાર બાદ થી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીટીપી દ્વારા તાજેતર માંજ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં પણ ખાસ કરી ચોંકાવનારી બાબત એ હતી કે મહેશ વસાવા અને છોટુ વસાવા ના નામો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ન હતા,તેવા માં હવે અટકળો વધુ તે જ બની છે કે મહેશ વસાવા થકી ભાજપ-બીટીપી ગઠબંધન કરી શકે છે,તેમજ જેડીયું ના સિમ્બોલ ઉપર છોટુ વસાવા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,

જોકે હાલ માં સર્જાયેલ ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ના રાજકીય માહોલ ઉપર થી આ તમામ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે,છેલ્લા ૨૪ કલાક માં ઝઘડિયા બેઠક પરનું રાજકિય માહોલ ચરમસીમાએ છે તો બીજી તરફ માહોલ ને પારખી ગયેલા સાંસદ મનસુખ વસાવાએ પણ ગઈ કાલે ઝઘડિયા,વાલિયા,નેત્રંગ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે એક મિટિંગ યોજી લીધી હતી અને પાર્ટી આ વખતે નારાજ નહિ કરે તેમજ જે ઉમેદવારો ના નામ નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ સેન્સ પક્રિયા દરમિયાન આપ્યા છે તેમાં થી જ પાર્ટી નામ જાહેર કરે તેવા નિવેદનો આપી પાર્ટી સમક્ષ બાયો ચઢાવી છે, હાલ મહેશ વસાવા અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તેવી બાબતો વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે માત્ર ચર્ચાઈ રહી છે,જોકે તેને સત્તાવાર સમર્થન મળે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાડી શકે તેમ છે,પરન્તુ ઝઘડિયા વિધાનસભા અને આદિવાસી બેઠકો પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોય તે બાબતો ન કારી શકાય તેમ નથી .!!

વધુમાં વાંચો… ભાજપના નેતા પર પક્ષના કામના બહાને કાર્યકર સાથે જાતીય સતામણી, અભદ્ર વર્તનનો આરોપ

પશ્ચિમ બંગાળમાં ભાજપના લીગલ સેલના પ્રભારી લોકનાથ ચેટર્જી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. યૌન ઉત્પીડન સિવાય પાર્ટીના યુવા મોરચાના એક નેતાએ પણ તેમના પર મારપીટનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ આ મામલે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર પણ લખ્યો છે. ફરિયાદીનું કહેવું છે કે ચેટર્જીએ તેણીને પાર્ટીના કામ માટે સિક્કિમ સાથે જવા કહ્યું હતું, જ્યાં તેણીનું યૌન શોષણ થયું હતું અને ભાજપના નેતાના અંગરક્ષકોએ તેણી પર હુમલો કર્યો હતો.

આ ઘટના 27 થી 29 ઓક્ટોબરની વચ્ચે બની હતી – ફરિયાદીએ જણાવ્યું કે, આ ઘટના તેની સાથે ગયા મહિને 27 થી 29 ઓક્ટોબરની વચ્ચે બની હતી. આ દરમિયાન તેઓ ભાજપના લીગલ સેલના પ્રભારી ચેટર્જી સાથે મુલાકાતે હતા. ફરિયાદીએ કહ્યું કે, જ્યારે હું સિક્કિમ જવા સ્ટેશન પર પહોંચ્યો ત્યારે બીજેપી નેતાનો આખો પરિવાર ત્યાં હતો. દરેક માટે એસી કોચ બુક કરવામાં આવ્યા હતા, જ્યારે તેમને નોન-એસી કોચમાં બેસાડવામાં આવ્યા હતા.

સિક્કિમમાં જાતીય સતામણી – ફરિયાદીએ કહ્યું, જ્યારે તે સિક્કિમ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે અહીં પાર્ટીનું કોઈ કામ નથી. બીજેપી નેતાના સુરક્ષાકર્મીઓએ તેમની બેગ અને ફોન છીનવી લીધો અને તેમને એક રૂમમાં બંધ કરી દીધા. આ પછી બીજેપી નેતાએ તેનું યૌન શોષણ કર્યું. આ પછી સિક્યોરિટી ગાર્ડે તેની સાથે મારપીટ પણ કરી હતી અને આ વાત કોઈને ન કહેવાની ધમકી આપી હતી, એમ ફરિયાદીએ જણાવ્યું હતું.ભાજપના નેતા સામે કેસ નોંધાયો. આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. આ સાથે જ તેણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના બીજેપી નેતાઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેમનું કહેવું છે કે ચેટરજીને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here