
21 March 23 : અમદાવાદમાં ટેસ્ટ મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાનું આરોપીઓનું કાવતરું હતું. પકડાયેલા 2 આરોપીઓ વિરુદ્ધ યુએપીએ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ક્રિકેટ મેચ પહેલા ધમકીના કેસ મામલે આરોપીઓના રીમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસાઓ થયા છે. આરોપીઓના રીમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસાઓ થયા છે. જો કે, મેચ ચાલું થાય એ પહેલા સામાજિક વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મેચ દરમિયાન ખાલિસ્તાની ઝંડો લહેરાવવાની ફિરાકમાં આરોપીઓ હતો.
ખાલિસ્તાની ચળવળના ભાગરુપે આ કાવતરું. ખાલિસ્તાની ચળવળના ભાગરુપે આ કાવતરું રચ્યું હતું. ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુનાં અવાજમાં અનેક લોકોને ફોન કરાયા હતા. વોઈસ મેસેજ વાયરલ પણ કરાયો હતો. આરોપીઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે વિદેશી ફંડિંગનો ઉપયોગ કર્યો હોવાની તપાસ એજન્સીને પણ શંકા છે. રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું પણ કનેક્શન સામે આવે તેવી આશંકા છે. અમદાવાદમાં ખાલીસ્તાની આતંકવાદી ધમકી મામલે કોર્ટમાં સુનાવણી થઈ હતી.
આ હતો સમગ્ર મામલો. ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચેની અંતિ મેચમાં ધમકી ભર્યા મેસેજ વાયરલ કર્યા હતા. ગુજરાતમાં હજારો લોકોના ઓડિયો-વિડિયો મેસેજ અને કોલ આવ્યા. એક વીડિયો પણ વાયરલ થયો હતો. લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની ધમકી આપવામાં આવી હતી. જેમનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો. આરોપીઓના રીમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસાઓ થયા હતા. આ મામલે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી.
પ્રિ રેકોર્ડ મેસેજ કરીને ધમકી ભર્યો મેસેજ ફરતો કર્યો હતો. ટેસ્ટ મેચને લઈને ધમકી આપનાર આરોપીઓને મધ્યપ્રદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાવવામાં આવ્યા હતા. પ્રિ રેકોર્ડ મેસેજ કરીને ધમકી ભર્યો મેસેજ ફરતો કર્યો હતો. રાહુલકુમાર હરીહર દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરવામાં આવ્યા બાદ રીમાન્ડ પૂર્ણ થયા હતા. ધમકી અને ડર ફેલાવા નું આરોપીઓનું મોટું નેટવર્ક હોવાની પણ આશંકા હતી. ત્યારે અન્ય કેટલીક વિગતો પણ આ મામલે સામે આવી શકે છે. આરોપીઓ પાસેથી 11 સીમ બોક્સ, 400 સીમ કાર્ડ અને 4 રાઉટર જપ્ત કરવામાં આવ્યા હતા.
વધુમાં વાંચો… ગાંધીનગર – રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગ બેફામ
રિક્ષામાં બેસાડીને મુસાફરો સાથે લૂંટ કરનારી ગેંગનો આતંક ગાંધીનગરમાં સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એવી બે ઘટના સેક્ટર 6/7 બસ સ્ટેન્ડ અને ઘ-5થી ઘ-2 સર્કલ પાસે બની છે. પહેલી ઘટનામાં મુસાફર પાસેથી રૂ. 47,500 અને બીજી ઘટનામાં રૂ.16 હજાર લૂંટી લેવાયા હતા. પહેલી ઘટના માં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે લૂંટની બીજી ઘટનમાં ફરિયાદ થઈ નથી.
મળતી માહિતી મુજબ, પાંચેક દિવસ પહેલા ગાંધીનગરમાં સેક્ટર 6/7 બસ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરને રિક્ષામાં બેસાડીને રિક્ષાચાલકે તેના સાગરિતો સાથે મળીને રૂ. 47,500ની લૂંટ કરી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે અન્ય એક ઘટનામાં મહેસાણા ખાતે કરિયાણાની દુકાન ચલાવતાં 52 વર્ષીય અરજણ ચાવડા અમદાવાદના કાલુપુર ખાતે કરિયાણાનો સામાન લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ઘ-5 સર્કલ બસ સ્ટેન્ડ ઉતર્યા હતા.
ભાડું લીધા વિના મુસાફરને ઉતાર્યા – દરમિયાન બપોરના સમયે એક પેસેન્જર રિક્ષા ત્યાં આવી હતી અને અરજણજી તેમાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલેથી પાંચેક લોકો પણ બેઠા હતા. બાદમાં રિક્ષાચાલકે ઘ-2 સર્કલ પહોંચતા પહેલાં અરજણભાઈને ભાડું લીધા વિના જ ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, એક પેસેન્જરને આગળ ઉતારીને પાછો આવું છું. બાદમાં રિક્ષા ચાલક ભાડું લેવા પરત આવ્યો નહોતો પરંતુ જ્યારે અરજણભાઈએ પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો હતો ત્યારે ખબર પડી કે રિક્ષાચાલક સહિતના મુસાફરોના વેશમાં બેઠેલા ઈસમો તેમના રૂ.16 હજારની ચોરી કરીને નાસી ગયા છે. જો કે, એ વખતે અરજણભાઈની તબિયત અચાનક લથડતા તેઓ ઘરે પરત જતાં હતાં. કુંટુંબમાં લગ્ન પ્રસંગ પણ હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી.
વધુમાં વાંચો… અમદાવાદ શહેરમાં નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ, અલગ-અલગ ઘટનામાં કુલ 7ની ધરપકડ
અમદાવાદમાં પોલીસે અલગ-અલગ ઘટનામાં નકલી નોટોનો પર્દાફાશ કરી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં ઝોન 2 એલસીબીએ મોટી કાર્યવાહી કરી 26 લાખની ડુપ્લીકેટ નોટ સાથે 4 લોકોની ધરપકડ કરી છે. જ્યારે સરદારનગર પોલીસે એક હોટેલમાંથી નકલી નોટો બનાવનારા 3 આરોપીને ઝડપ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઝોન 2 એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને નકલી નોટો છાપનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઝોન 2 એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી નોટ છાપવાના પ્રિન્ટર, 26 લાખની ડુપ્લીકેટ નોટના બંડલ પકડી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે 4 પૈકી 2 આરોપી અન્ય રાજ્યના છે. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદના – અન્ય એક ઘટનામાં સરદારનગર પોલીસે બાતમીના આધારે એક હોટેલમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે નકલી નોટ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ હોટેલમાં રૂમ રાખીને નકલી નોટો બનાવતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે પ્રિન્ટર, ગાડી અને નકલી નોટોના બંડલ સહિત કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં આ ત્રણ આરોપીઓ સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદના હોવાનું જણાયું છે. ત્યારે 3 આરોપીઓ સામે ગુનો નોંધી સરદારનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.