
17 Aug 22 : કાજુ પિસ્તા રોલ એક એવી સ્વીટ છે જે ખાવાની બહુ મજા આવે છે. જો કે મોટાભાગના લોકો આ સ્વીટ બહારથી લાવતા હોય છે. આમ, જો તમે પણ આ સ્વીટ બહારથી લાવો છો તો એક વખતે ઘરે આ રીતે ટ્રાય કરો. આ સ્વીટ ખાવાની બહુ જ મજા આવે છે. તો નોંધી લો તમે પણ આ રીત અને આજે જ ઘરે બનાવો આ સ્વીટ…
સામગ્રી : 5 કપ કાજુ, 2 ચમચી ખાંડ, 4 ચમચી ખાંડ, 1 ચમચી ઇલાયચી પાવડર, 5 કપ પિસ્તા, ચાંદીનો વરખ
બનાવવાની રીત
- કાજુ પિસ્તા રોલ બનાવવા માટે સૌ પ્રથમ કાજુને પાણીમાં પલાળી દો.
- ત્યારબાદ પિસ્તાના ફોતરા કાઢીને એક પ્લેટમાં પિસ્તા લઇ લો.
- હવે આ બન્ને વસ્તુઓને અલગ-અલગ પીસીને એટલે કે પીસ્તા અને કાજુને અલગ પીસીને એક પેસ્ટ તૈયાર કરી લો.
- પછી ખાંડમાં કાજુની પેસ્ટ નાંખો.
- બીજા બાઉલમાં ખાંડ લો અને પિસ્તાની પેસ્ટ મિક્સ કરો.
- હવે એક પેન લો અને એમાં કાજુની પેસ્ટ અને ખાંડને 2 થી 3 માટે થવા દો.
- ત્યારબાદ બીજા એક પેનમાં પિસ્તાની પેસ્ટ અને ખાંડને મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે થવા દો.
- હવે આ બન્ને વસ્તુને અલગ-અલગ શીટ્સમાં મુકી દો.
- પિસ્તા અને કાજુના અલગ-અલગ પાતળા રોલ કરી લો.
- રોલ કર્યા પછી નાના-નાના કટ કરી લો.
- ત્યારબાદ ચાંદીના વરખથી ગાર્નિશ કરી લો.
- તો તૈયાર છે કાજુ-પિસ્તા રોલ.
- હવે આ રોલને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને સર્વ કરો.
- આ સ્વીટ તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. આ સ્વીટ ખાવાની બહુ જ મજા આવે છે.
- તમારા ઘરમાં કોઇને ડાયાબિટીસ છે તો તમે ખાંડનું પ્રમાણ થોડુ ઓછુ પણ લઇ શકો છો. આ સ્વીટ ઘરે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને જલદી બગડશે પણ નહિં.
- તો તમે પણ હવે બહારથી સ્વીટ ના લાવતા અને ઘરે જ આ રીતે કાજુ-પિસ્તા રોલ બનાવજો.