મલ્લિકાર્જુન ખડગેની તાજપોશી માટે યાત્રા છોડીને દિલ્હી આવશે રાહુલ ગાંધી, 7 સપ્ટેમ્બરથી નથી લીધો કોઈ બ્રેક

21 Oct 22 : કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં છેલ્લા 43 દિવસથી સતત ચાલી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26 ઓક્ટોબરે પહેલીવાર બ્રેક લેશે. આ દિવસે, તેઓ દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં આયોજિત થનાર કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તાજપોશીમાં ભાગ લેશે. 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા બાદ આ પહેલીવાર છે કે રાહુલ ગાંધી દિલ્હી પાછા આવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે મંત્રાલયમ સ્થિત ગુરુ રાઘવેન્દ્ર સ્વામી મઠ ગયા અને વિશેષ પૂજા કરી. વાયનાડના સાંસદ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’ના 43મા દિવસના કાર્યક્રમના સમાપન પર આંધ્રપ્રદેશના મંત્રાલયમ પહોંચ્યા અને મંદિરના દર્શન કર્યા. તે બનવાસી, મુગતી અને હલહરવી થઈને મંત્રાલયમ પહોંચ્યા. તેઓએ અહીં રાત્રિ રોકાણ કર્યું અને શુક્રવારે સવારે ફરીથી પડોશી કર્ણાટક રાજ્યની મુલાકાતે આવી ગયા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે બુધવારે (19 ઓક્ટોબર, 2022) પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પાર્ટીના જ શશિ થરૂરને હરાવીને અધ્યક્ષપદની ચૂંટણી જીતી લીધી છે. લગભગ 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતા દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. ખડગે લગભગ બે દાયકા સુધી કોંગ્રેસનું નેતૃત્વ કરનાર સોનિયા ગાંધીનું સ્થાન લેશે. ખડગેએ તેમના હરીફ શશિ થરૂરને 6,825 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ખડગેને 7,897 અને થરૂરને 1,072 વોટ મળ્યા.

તેઓ 26 ઓક્ટોબરે પોતાનો ચાર્જ સંભાળશે. આ પ્રસંગે યોજાનાર સમારોહ માટે રાહુલ ગાંધી પ્રવાસમાં વિરામ લીધા બાદ દિલ્હી પહોંચશે. હાલમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં પહોંચ્યા અને શુક્રવારે આંધ્રપ્રદેશનું પ્રથમ ચરણ પૂરું થયા બાદ આ યાત્રા આગળ વધી અને કર્ણાટકમાં પ્રવેશી છે. પાર્ટી માટે આ યાત્રા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આગામી મહિને બે રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટી લોકોને પોતાની સાથે જોડવા માટે સખત સંઘર્ષ કરી રહી છે.

ખડગે બધાને સાથે લઈને ચાલવા માટે જાણીતા

પાર્ટીનું ટોચનું પદ સંભાળતા ખડગેની તરફેણમાં કેટલીક સારી બાબતો પણ જોવા મળી રહી છે. તે બધાને સાથે લઈને ચાલવા માટે ઓળખાય છે અને તેમનો આ ગુણ તેમના માટે અહીંથી આગળ તેમના રાજકીય સફરમાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે

રાહતના સમાચાર : તહેવારોની સિઝનમાં નહીં થાય નુકસાન, ડિસેમ્બર સુધી નહીં વધે ડુંગળી અને કઠોળના ભાવ

21 Oct 22 : સરકારે કહ્યું કે, તહેવારોની સિઝનમાં લોકોને ડુંગળી અને દાળના ભાવવધારાનો સામનો કરવો પડશે નહીં. પર્યાપ્ત બફર સ્ટોકને કારણે ડિસેમ્બર સુધી ડુંગળી અને કઠોળના ભાવમાં વધારો થશે નહીં. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, સરકાર પાસે 2022-23 માટે 2.5 લાખ ટનથી વધુ ડુંગળીનો સ્ટોક છે. આમાં રાજ્યોને 54 લાખ ટન ડુંગળી છોડવામાં આવી છે.

કઠોળના મામલામાં તેમણે કહ્યું કે, દેશમાં અડદ, મગ અને મસૂરનો બફર સ્ટોક 43 લાખ ટનથી વધુ છે. વિવિધ રાજ્યોની માંગને ધ્યાનમાં રાખીને 20-27 લાખ ટન દાળની આયાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેન્દ્રએ મધ્યાહન ભોજન અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે લગભગ 88,000 ટન ચણાની દાળ રાજ્યોને બજાર કિંમત કરતાં 8 રૂપિયા ઓછી કિંમતે સપ્લાય કરી છે. સેક્રેટરીએ કહ્યું કે ડુંગળીના અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવમાં ગત વર્ષની સરખામણીમાં 28 %નો ઘટાડો થયો છે.

કમોસમી વરસાદની નજીવી અસર. સચિવે કહ્યું કે, કમોસમી વરસાદને કારણે ખરીફ ડુંગળીના ઉત્પાદન પર મામૂલી અસર પડી હશે, પરંતુ બફર સ્ટોકને કારણે અમે આ અછતને દૂર કરીશું. તેમણે કહ્યું કે, સ્થાનિક વિસ્તારોમાં કિંમતોના આધારે, બજારમાં બફર સ્ટોકમાંથી ડુંગળી શરૂ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય બફર સ્ટોકમાંથી અત્યાર સુધીમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 54,000 ટન ડુંગળી છોડવામાં આવી છે.

સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, મધર ડેરી, સફલ, NCCF અને કેન્દ્રીય ભંડારને કેન્દ્રીય બફર સ્ટોકમાંથી પ્રતિ ક્વિન્ટલ રૂ. 800ના દરે ડુંગળી ઉપાડવાની ઓફર કરી છે. ટામેટાં અને બટાટા નાશવંત માલ છે. તેથી, તેમની કિંમતોમાં વધઘટ થઈ શકે છે, પરંતુ સરકાર તેમની કિંમતો પર સતત નજર રાખી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here