કૃષિ કાયદા પાછી ખેંચી લેવા અને ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડવા એ ચૂંટણીનો સ્ટંટ : મમતા બેનર્જી

1 Dec 2021 : હાલમાં  મમતા બેનર્જી મહારાષ્ટ્રમાં છે, જ્યાં તે સંજય રાઉત,આદિત્ય ઠાકરે પછી NCP વડા શરદ પવારને મળવા જઈ રહી છે. મમતા બેનર્જીએ બીજેપી કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદા પાછી ખેંચી લેવા અને ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડવાને ચૂંટણી નો સ્ટંટ ગણાવ્યો હતો. મુંબઈમાં સિવિલ સોસાયટીની બેઠકમાં મમતા બેનર્જીએ કહ્યું, ‘હું ભાજપને આ દેશમાંથી રાજકીય રીતે બહાર જોવા માંગુ છું. કોંગ્રેસ બંગાળમાં લડી શકે છે તો હું ગોવામાં કેમ નહીં લડી શકું? બંગાળના સીએમએ કહ્યું કે તમારે મેદાનમાં આવીને ભાજપ સામે લડવું પડશે નહીં તો તે તમને બહાર ફેંકી દેશે.

મમતા બેનર્જીએ દેશભરમાં કોંગ્રેસને ઝાટકો આપવાના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. બુધવારે તેમણે કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી બંગાળમાં ચૂંટણી લડી શકે છે, તો TMC ગોવામાં કેમ ના લડી શકે. ત્રિપુરામાં નાગરિક ચૂંટણી લડ્યા બાદ મમતા બેનર્જી હવે ગોવા વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. મમતા બેનર્જીએ તમામ પ્રાદેશિક પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવાની અપીલ કરતા કહ્યું કે  જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે આવે તો ભાજપને હરાવવાનું આસાન થઈ જશે. મારે બંગાળ માંથી બહાર નીકળવું પડશે. જો બંગાળમાં સારું કામ થઈ રહ્યું છે તો બીજા રાજ્યોમાં કેમ ન થવું જોઈએ.