કંગના રનૌત ના વિવાદાસ્પદ નિવેદન પર ટીકા કરતા મનજિંદર સિંહ

11 Nov 2021 : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લગભગ વિવાદો માં હોય છે કંગના ફરી એકવાર વિવાદમાં આવી છે. કંગના રનૌતે એક કાર્યક્રમ દરમિયાન આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું,

કંગના એ ટીવી ન્યુઝ માં કહ્યું હતું કે 1947 માં મળી એ આઝાદી નહતી એ ભીખ હતી. સાચી આઝાદી 2014 માં મળી છે. જો કે, કંગના ના આ વિવાદિત નિવેદન બાદ સોશ્યલ મીડિયા માં તે ટ્રોલ થઈ રહી છે. યુઝર્સ લખી રહ્યા છે લાખો વીરો એ દેશ માટે કુરબાની આપી. મહાત્મા ગાંધી,સરદાર પટેલ,સુભાષ ચન્દ્ર બોઝ,બાલ ગંગાધર તિલક જેવા અનેક વીરો નું કંગના એ અપમાન કર્યું છે. અમુક યુઝર્સે લખ્યું છે કંગના માનસિક સંતુલન ખોઈ ચુકી છે,તો અમુક લખે છે કંગના ને પદ્મ શ્રી એવોર્ડ મળ્યો એટલે આઝાદી મળી.

કંગનાના આ નિવેદનની અકાલી દળના નેતા મનજિંદરસિંહ સિરસાએ પણ આકરી ટીકા કરી છે. કંગનાનો વીડિયો ટવીટ કરતાં મનજિંદર સિંહે લખ્યું કે, મણિકર્ણિકાની ભૂમિકા ભજવનાર કલાકારને આઝાદી ને ભીખ કેવી રીતે કહી શકાય ! લાખો શહીદો પછી મળેલી આઝાદીની ભીખ માંગવી એ કંગના રનૌતની માનસિક નબળાઈ છે. બીજી તરફ ભાજપ નેતા અને સાંસદ વરુણ ગાંધી કંગના ના આ નિવેદન થી ગુસ્સે થયા છે તેમને ટવીટ કરી લખ્યું છે કે ક્યારેક મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન તો ક્યારેક તેમના હત્યારા નો આદર અને હવે શહીદ મંગલ પાંડે થી લઈને રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ,ચંદ્રશેખર આઝાદ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે ધિક્કાર. આવા વિચારો વિષે શું સમજવું ગાંડપણ કે દેશદ્રોહ ?