24 Aug 22 : મોરબી જીલ્લામાં મંગળવારથી મેઘમહેર, ડેમમાં નવા નીરની આવકથી દરવાજા ખોલાયા. ડેમી ૩ ડેમ અને મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલાયા. ગામોને એલર્ટ

મોરબી જીલ્લામાં મંગળવારથી મેઘમહેર જોવા મળી હતી સાતમ આઠમના તહેવારોના વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા જેથી મોરબી શહેર પાણી પાણી થયું હતું. મોરબી જીલ્લામાં મંગળવારથી બુધવારે સવાર સુધીમાં મોરબી તાલુકામાં ૧૩૫ મીમી, ટંકારા તાલુકામાં ૧૪ મીમી, માળિયા તાલુકામાં ૦૮ મીમી, વાંકાનેર તાલુકામાં ૦૮ મીમી અને હળવદ તાલુકામાં ૨૬ મીમી વરસાદ વરસ્યો હતો સારા વરસાદને પગલે મોરબી શહેરના શનાળા રોડ,સાવસર પ્લોટ,લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી વાહનચાલકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા અડધો ફૂટે ખોલવામાં આવ્યા – મોરબી જીલ્લામાં સારા વરસાદને પગલે મચ્છુ ૩ ડેમના નવા નીરની આવક થતા ડેમના ૨ દરવાજા અડધો ફૂટે ખોલવામાં આવ્યા છે જેથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા,માનસર, નારણકા,નવા સાદુલકા,જુના સાદુળકા,રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

જયારે માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર ગામોને એલર્ટ રહેવા સુચના આપી છે.

ડેમી ૩ ડેમ ૮૦ ટકા ભરાયો, દરવાજા ખોલવાની તૈયારી, ધોડાધ્રોઈનો ૧ દરવાજો ૦.૫ ફૂટ ખુલ્લો . કોયલી ગામ નજીકનો ડેમી ૩ ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસની આવકને પગલે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડશે તેમ ડેમ અધિકારીએ જણાવ્યું છે જેથી મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, ઝીન્ઝુંડા, સામ પર તેમજ જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ આપવામાં આવ્યું છે

મોરબીની અવની ચોકડી પાણી પાણી, રાહદારીઓને ભારે હાલાકી. મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર અવની ચોકડી વરસાદથી પાણી પાણી થયેલ જોવા મળી હતી રોડ પર પાણીના તલાવડા ભરાયેલા જોવા મળ્યા હતા પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી ના હોય જેથી દર વર્ષે પાણી ભરાતા હોય છે જેથી સ્થાનીકોમાં રોષ ભભૂક્યો છે તો વિપક્ષના નેતાઓ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી રહ્યા છે .

મોરબીના ઉમિયા સર્કલ નજીક મોબાઈલમાં મેસેજ કરવા મામલે મારામારી

224 Aug 22 : મોરબીના ઉમિયા સર્કલ પાસે ‘તું કેમ મારા ભત્રીજાની પત્નીના મોબાઈલમાં વ્હોટ્સેપ મેસેજ કેમ કરે છે’ કહી યુવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. જે બનાવમાં યુવાનને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામ આવી હોય જેથી બનાવ મામલે પોલીસે ત્રણ આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

ટંકારાના વીરપર ગામના રહેવાસી હિતેશભાઈ હેમંતભાઈ ભુંભરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેના ભાઈ આશિષભાઈ અને દીપક સિંહ સાથે ઉમિયા સર્કલ પાસે દુધની ડેરી આગળ ઉભા હતા ત્યારે આરોપીઓ વજાભાઇ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઈ રાઠોડ રહે મકનસર અને સુરેશભાઈ એમ 3આરોપીઓ આવ્યા હતા જેમાં વજાભાઇ રાઠોડે ટુ કેમ મારા ભત્રીજાની પત્નીના મોબાઈલમાં વ્હોટસએપ મેસેજ કરે છે કહીને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.