
04 March 23 : મોરારીબાપુ દ્વારા “મેરે બાપુ ” પુસ્તકનું વિમોચન પૂ. રાજુબાપુના સાનિધ્યમા કરવામાં આવ્યું આજરોજ મહુવા ની પાવન ધરા “રામ પાસ રહો ” ખાતે ગુરુકૃપા મિત્ર મંડળ સેવક સમુદાય આયોજિત પૂજ્ય જસુબાપુ ના પુણ્ય સ્મનાર્થે ચાલતી રામકથા ના પુર્ણાહુતી પ્રસંગે વક્તા શ્રી પુનિતબાપુ લિખિત ” મેરે બાપુ ” પુસ્તક નુ વિમોચન પૂજ્ય રાજુબાપુ ના સાનિધ્ય મા વિશાળ મહાનુભાવો અને ભક્તજનો ની ઉપસ્તીથી વચ્ચે આધ્યાત્મિક વાતાવરણ મા પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે પૂજ્ય બાપુ એ રાજીપો વ્યક્ત કરી વધતી જતી ઉંમર સાથે ઉર્જા ભલે ઘટે પણ ઉત્સાહ ના ઘટવો જોઈએ અને તે ઉત્સાહ રામ નામ થી જ મળે માટે ભજી લે રામ આમ કહી પોતાની અમૃતમય વાણી ને વિરામ આપેલ. પૂજ્ય વક્તા શ્રી પુનિત બાપુ એ આ પ્રસંગ ની પ્રસન્નતા વ્યક્ત કરી પૂજ્ય બાપુ ને વંદન કરી પુસ્તક પ્રત્યે પોતાનો ભાવ પોતાની ભાવસભર વાણી દ્વારા વ્યક્ત કરેલ હતો આ પ્રસંગે તેમજ નવદીવસીય જા રામકથા મા મોટી સંખ્યા મા ભક્તજનો પધારી કથા શ્રવણ કરી ધન્યતા ની લાગણી નો અનુભવ કરેલ તો આ વિમોચન કાર્યક્રમ નુ મંચ સંચાલન પાર્થભાઈ જોષી એ કરેલ.
વધુમાં વાંચો… માનસિક શારીરિક ત્રાસ આપતી સાસુ સામે અભયમ ટીમની લાલ આંખ
ભરૂચ : જિલ્લાના એક ગામમાં એક પુત્રવધુને સંતાન પ્રાપ્તિ ન થતી હોવાથી પુત્રવધૂને સાસુએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ 181 મહિલા હેલ્પલાઇનને કોલ મળતા સાસુના ત્રાસમાંથી મુક્ત કરાવતા અભયમ ટીમે પણ સાસુને કાયદાકીય રીતે પુત્રવધુને ત્રાસ આપો ગુનો છે તેવી સમજણ આપતા તેની સાન ઠેકાણે આવી હતી અને પુત્રવધુની સાસુએ માફી માનતા મામલો થાળે પડ્યો હતો. ભરૂચ જિલ્લાના એક ગામમાંથી એક પરણિતાનો 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવેલ કે પોતાને લગ્ન બાદ ઘણા સમયથી સંતાનના હોવાથી સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે જેથી મદદ માટે અપીલ કરતા અભયમ રેસ્ક્યું ટીમ ભરૂચ સ્થળ પર પહોચી હતી.પુત્રવધૂને હેરાન કરવી સામાજિક અને કાયદાકીય અપરાધ છે અને તે ગુનો બને છે જેથી સાસુની શાન ઠેકાણે આવી અને હવે પછી પુત્રવધૂને હેરાન નહિ કરું તેવી ખાતરી આપી હતી
અભયમને કોલ કર્યો. મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના એક ગામમાં નીલમબેનના લગ્નને એક વર્ષ થયેલ છે જેઓને સંતાન પ્રાપ્તિ ન થતાં સાસુ દેશી દવાઓ અને ઉકાળા બળજબરીપૂર્વક પીવડાવે છે અને ધમકી આપે છે કે સંતાન પ્રાપ્તિ નહીં થાય ગર્ભ નહીં રહે તો ઘરમાંથી કાઢી મૂકીશ તેવી ઉશ્કેરણી તેમનાં દીકરાને પણ કરી મારઝૂડ કરાવે છે આમ રોજિંદા ત્રાસથી હેરાન નિલમબેને અભયમને કોલ કર્યો હતો.
અભયમની ટીમે પુત્રવધુ અને સાસુ વચ્ચે કાઉન્સિલીંગ કર્યું – અભયમની ટીમે પુત્રવધુ અને સાસુ વચ્ચે કાઉન્સિલીંગ કર્યું હતું અને કાઉન્સિલિંગ દ્વારા સાસુને કાયદાકીય સમજ આપી હતી અને સંતાન પ્રાપ્તિ માટે ખોટી ઉતાવળ નહીં કરવા અને પુત્રવધૂને દીકરીની જેમ રાખવાં સમજાવ્યા હતાં. આં ઉપરાંત પતિ પત્ની બંનેને મેડિકલ રિપોર્ટ કરાવવાં સલાહ આપી હતી. આમ સાસુને પોતાની ભુલનો અહેસાસ થયો હતો અને હવે પછી કોઈ હેરાનગતિ નહી કરું તેવી ખાત્રી આપી હતી.
પુત્રવધૂએ આભાર માન્યો – ભરૂચ જિલ્લાની અભયમ ટીમની મદદ મળતા નીલમબેને આભાર વ્યક્ત કરવા સાથે અભિયાન ટીમ આર્શીવાદરૂપ એક પુત્રવધુ માટે સાબિત થઈ ગઈ દરેક સાસુ સસરાને એક અપીલ તો ખરી સંતાન પ્રાપ્તિ ન થતી હોય તો પુત્રવધુ ને હેરાનગતિ કરવાથી સંતાન પ્રાપ્તિ નહીં થાય.. પણ એ જ પુત્ર વધુને પોતાની દીકરીની જેમ ઉછેર કરવાથી કુદરતના આર્શીવાદથી સંતાન પ્રાપ્તિ મળી શકે છે.
વધુમાં વાંચો… વિંછીયાના દેવધરી ગામેથી 17 વર્ષની સગીરાનું અપહરણ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દેવધરી ગામની 17 વર્ષીય સગીરાનું અપહરણ થતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસ મથકે જસદણના વિપુલ લાલાભાઈ બાંભવા નામના શખ્સ સામે ગુનો દાખલ થયો છે. જેમાં સગીર દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વિંછીયાના દેવધરી ગામેથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિંછીયા પોલીસ મથકે 17 વર્ષની સગીરાના અપહરણ અંગે આઈપીસી 363 અને 366 કલમ મુજબ એફઆઈઆર નોંધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દેવધરીમાં રહેતી સગીરા ગુમ થઈ જતા તેની શોધખોળ પરિવારના સભ્યોએ હાથ ધરેલી. જે દરમિયાન જસદણના વિપુલ બાંભવાએ તેણીને લલચાવી- ફોસલાવી પ્રેમ સંબંધ રાખ્યો હોવાની જાણ થતા વિપુલના ઘરે તપાસ કરતા તે પણ ગુમ હોવાની જાણ થઈ હતી. જેથી સગીરાના પરિવારજનોની શંકા દ્રઢ બની હતી કે આ વિપુલ જ સગીરાને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. જેથી સગીરાના પરિવારજનોએ વીંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી વિંછીયા પોલીસે ગુનો નોંધી ભોગ બનનાર સગીરા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વધુમાં વાંચો…સુરતના બિલ્ડરનો અમદાવાદમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી સંબંધીને મોકલ્યો
સુરતના મોટાવરાછાના એક બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આપઘાતના પ્રયાસ પહેલા બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેઓ સુસાઇડ નોટ અને કોલ રેકોર્ડસ અંગે વાત કરતા જોવા મળે છે. હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાયું છે. જો કે આ મામલે હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો બનાવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સુરતના મોટાવરાછાના આ બિલ્ડરનું નામ અશ્વિન ચોવટિયા છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ નાણાકીય ભીંસનો સામનો કરી રહ્યા હતા. આર્થિક મુશ્કેલીના કારણે તેમણે અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો અને નજીકના સંબંધીઓને મોકલ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વીડિયોમાં તેઓ સુસાઇડ નોટ અને કોલ રેકોર્ડ્સ અંગે વાત કરી રહ્યા છે. જો કે, વીડિયોમાં તેઓ કોનાથી પરેશાન છે તે અંગે કોઈ ફોડ પડાયો નથી.
બિલ્ડર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તપાસ મુજબ, વીડિયોમાં તેઓ છેલ્લા દોઢેક વર્ષથી તેમની જિંદગી ખરાબ થઈ હોવાનું જણાવે છે. બિલ્ડર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રો મુજબ, છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરતા હોવાથી તેમને માનસિક ત્રાસ થતો હતો અને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. જોકે આ મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો… રાજકોટના વિવિધ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોને પોતાનું અને પોતાના પરિવારનાં સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવા મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીની અપીલ
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા તમામ શ્રમિકોને સત્વરે રજિસ્ટ્રેશન કરાવી લેવા મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
ઈ-શ્રમનાં રજિસ્ટ્રેશન માટે ૧૬ વર્ષથી ૬૦ વર્ષ સુધીની વય હોવી જોઈએ. તેમજ EPFO / ESIC-કામદાર રાજ્ય વીમા યોજનાના સભ્ય ન હોય અને આવક વેરો ચુકાવતા ન હોય તેવા તમામ શ્રમિકો ઈ-શ્રમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજિસ્ટ્રેશન માટે શ્રમિકો તથા પરિવારના સભ્યોના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર તેમજ બેંક ખાતાની વિગતો તથા નોમિનીની વિગતોની જરૂરીયાત રહેશે.
ખાસ નોંધ :ઇ-શ્રમ કાર્ડ કઢાવવા ઇચ્છતા નાગરિકે નીચે મુજબના ડોક્યુમેન્ટસ પોતાની સાથે રાખવાના રહેશે.
- બેંક પાસબુક 2. આધાર કાર્ડ 3. આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર.
જે નાગરિકે અગાઉ ઇ-શ્રમ કાર્ડ કઢાવેલ હોઈ તેને ફરીથી ઇ-શ્રમ કાર્ડ કઢાવવાનું રહેતું નથી. સિસ્ટમમાં તેમનો ડેટા પહેલેથી જ હોઈ બીજી વાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહિ.આ અંગે રજિસ્ટ્રેશન તા.૦૪-૦૩-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી નીચેના સ્થળે કચેરીના કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી કરી શકાશે..
(૧) મીટીંગ રૂમ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ડૉ. આબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ.
(૨) મીટીંગ રૂમ, પ્રથમ માળ, પૂર્વ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ભાવનગર રોડ, રાજકોટ.
(૩) મીટીંગ રૂમ, પ્રથમ માળ, પશ્ચિમ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા,હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, બિગ બજાર પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ.