13 Sep 22 : આ વર્ષે કોરોનાના બે વર્ષ અને 2019ના વરસાદના વિઘ્ન બાદ ત્રણ વર્ષે ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સળંગ બે વર્ષના વિરામ બાદ આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેલૈયા તેમજ આયોજકને ચિંતામાં મૂકી દે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું બેઠું હોય તે મુજબ ચોમાસુ આ મહિનાની 26મી તારીખથી આવતા મહિનાની 5 ઓક્ટોબર સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હાલ ચોમાસુ સક્રિય છે અને હજુ સુધી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે.

બે વર્ષે યોજાઈ રહેલા નવરાત્રીના મહોત્સવમાં વરસાદ વિલન બની શકે છે. આવુ જ કંઈક 2019માં પણ બન્યું હતું જયારે ત્રીજા નોરતે વરસાદ પડતા ખેલૈયાને ઘરે જ નવરાત્રી પસાર કરવી પડી હતી. આ વર્ષે પણ જો નવરાત્રી સમયે જ વરસાદ ત્રાટકશે તો આયોજકો તેમજ નવરાત્રી સાથે જોડાયેલા વેપારીઓ પર આફત આવશે.

  • દશ રૂપિયાના સિક્કાઓ સ્વિકારવાની બાબતને લઇને વેપારીઓ, ફેરિયાઓ અને ગ્રાહકોવચ્ચે અવારનવાર માથાકૂટ થતી જોવા મળે છે કે આવી બાબતો અંગે પરસ્પર ફરિયાદો ઉઠવા પામે છે.

13 Sep 22 : દશ રૂપિયાના સિક્કાઓ સ્વિકારવાની બાબતને લઇને વેપારીઓ, ફેરિયાઓ અને ગ્રાહકોવચ્ચે અવારનવાર માથાકૂટ થતી જોવા મળે છે કે આવી બાબતો અંગે પરસ્પર ફરિયાદો ઉઠવા પામે છે. ખરેખર તો આ બાબતે વેપારીઓ, ફેરિયાઓ અને ગ્રાહકોમાં સમજશકિત અને સહનશક્તિનો અભાવ મુખ્ય કારણ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે વખતો વખત સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા સિક્કાઓ અમાન્ય કરવામાં આવેલ નથી. તેમજ આવું ચલણ સ્વિકારવાનો ઈન્કાર કરનાર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. આમ છતાં પણ વેપારીઓ, ફેરિયાઓ અને ગ્રાહકોમાં આ બાબતે બિનજરૂરી નાના-મોટા વિવાદો ચાલ્યા જ કરે છે.

આ બાબતે ઉભય પક્ષે શાંતિ રાખી વાદવિવાદ કે ઝઘડા ન કરતાં આવા દશ રૂપિયાના સિક્કાઓ પોતે જે બેંકમાં ખાતું ધરાવતા હોય તે બેંકમાં જમા કરાવી દેવા જોઈએ. વેપારી, ફેરિયાઓ અને ગ્રાહકોમાં આ બાબતે થોડી જાગૃતિ આવે, સમજશકિત અને સહનશક્તિ વિકસે તો દશ રૂપિયા અંગેના મોટા ભાગના બિનજરૂરી ઝઘડાઓ અને વિવાદોનો અંત આવી જાય. તેમ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ચીફ કોઓર્ડિનેટર એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, મહામંત્રી રાજેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ મહેતા, રસીકભાઈ સોલંકી અને ગજેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.