03 Sep 22 : જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા 20 જેટલા PSO ની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ ડી.એસ. વાઢેર ની જામનગર સીટી બી ડિવિઝનમાં બદલી કરાય છે જ્યારે જામનગરમાં સીટી બી ડિવિઝનમાં PSI તરીકે ફરજ બજાવતા એમ.એન. જાડેજાની લાલપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે હવે લાલપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે એમ એન જાડેજા પદભાર સંભાળશે.

( રિપોર્ટર : પ્રવીણ ચાવડા )

  • ઉપલેટામાં ધમધમતી જુગાર કલબ પર પોલીસનાં દરોડા: ૧૩ પત્તાંપ્રેમી સાથે ૭૫ હજારનો મદ્દામાલ કબ્જે

03 Sep 22 : ઉપલેટામાં ધમધમતી જુગાર કલબ પર પોલીસનાં દરોડા: ૧૩ પત્તાંપ્રેમી સાથે ૭૫ હજારનો મદ્દામાલ કબ્જે શ્રાવણ માસ અને સાતમ આઠમ નો તહેવાર પૂરો થઈ ગયો છે છતાં પત્તા પ્રેમીઓ જુગાર રમવાનું છોડ્યું નથી. રાજકોટના ઉપલેટામાં જૂગાર ક્લબ પર દરોડા પડી પોલીસે ૧૩ પત્તાંપ્રેમી ઓ સાથે ૭૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઉપલેટાના જામટીંબડી ગામે અને ભાંખ ગામે ભાયાવદર પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીને ઝડપી રૂ.૭૫ હજારની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ ઉપલેટાના જામટીંબડી ગામની સીમમાં આવેલી પ્રફુલ મનસુખભાઇ માકડીયાની વાડી નજીક જાહેરમાં જુગાર રમતા પ્રફુલ મનસુખભાઇ મકાડીયા, સમીર વલ્લભભાઇ માકડીયા, નિલેશ મગનલાલ મલ્લી, શૈલેષ હેમંતભાઇ ભૂત, રીકેન ચીમનભાઇ મલ્લી, એકિત ડાયાભાઇ પટેલને રોકડ રૂ. 48,350 નો રોકડ સાથે તેમ જ ભાંખ ગામની સીમમાં મનોજ ગોરધનભાઇ કંટેસરીયાની વાડી પાસે જાહેરમાં પત્તા ટીચતા જેન્તી લખમણભાઇ કટેસરીયા, ચીમન ઉર્ફે મીનો નાથાભાઇ ચાવલીયા, હસમુખ નાનજીભાઇ કંટેસરીયા પ્રદિપસિંહ નાથુભા જાડેજા, ગોપાલ અરજણભાઇ મકવાણા, શૈલેષ સુખાભાઇ સોલંકી અને પ્રવિણ છગનભાઇ ભાલોડીયા નામના શખ્સોને ઝડપી રૂ. 27,250 ની રોકડ સાથે ભાયાવદર પોલીસે જડપી લીધા છે.