મોદી લહેર ખતમ કોંગ્રેસ ! કર્ણાટક તો એક ઝાંખી છે અબ દિલ્હી કી બારી હૈ : ગજુભા

13 May 23 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી સરલાબેન પાટડીયા ની એક સંયુક્ત યાદી જણાવે છે કે હાલ કર્ણાટકમાં કોંગ્રેસનું રાજ નિશ્ચિત થયું છે ત્યારે પરિવર્તન એ સંસારનો નિયમ છે આ લખાય છે ત્યારે કર્ણાટકમાં સતા માટે ૧૧૩ સીટો જોઈએ ત્યારે હાલ બપોરના 12:30 કલાકે કોંગ્રેસની 125 સીટ સાથે સત્તા સ્થાન તરફ આગળ ધપી રહી છે. કર્ણાટક તો એક ઝાંખી છે અબ દિલ્હી કી બારી હૈ બજરંગ બલી ની ગદા બીજેપી પર પડી છે અને કોંગ્રેસને બજરંગ બલીના આશીર્વાદ મળ્યા છે. બીજેપી સરકાર જઇ રહી છે. કોંગ્રેસમુક્ત ભારતના સપનાઓ સેવતા અને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કહેનારા ના ગાલ પર કર્ણાટકની પ્રજાએ સણસણતો તમાચો માર્યો છે. ધ્રુવીકરણ અને ધર્મના નામે દંગાફસાદ ના નામે મતો મેળવી સત્તાસ્થાને બિરાજવાના ભાજપના અરમાન અધૂરા રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે ભાજપ ની બોલતી બંધ થઈ છે અને કેરાલી સ્ટોરી હિન્દુ મુસ્લિમ ની વાતો કરી લોકોને ભડકાવી સતા પર બિરાજવાની જે સાજીસ હતી તેમાં સદંતર નિષ્ફળતા મળી છે.

છેલ્લે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં આખરી તબક્કામાં ચૂંટણીની કમાન નરેન્દ્ર મોદીએ સંભાળી હતી આ બંને રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ્યારે મુખ્ય લડાઈ હતી ત્યારે આ બંને રાજ્ય નેતાગીરી અને ચૂંટણી માં ભાજપની હાર થઈ છે. અને બંને રાજ્યોમાં હાર માટે નરેન્દ્ર મોદી ખુદ જવાબદાર છે મોદી લહેર ખતમ થઈ ગઈ છે તે અંતમાં ઝાલા અને આસવાણીએ જણાવ્યું છે.

વધુમાં વાંચો…. લાખોના કેસમાં એકાદ વ્યક્તિના આરોગ્ય સાથે બનતી ઘટના મહેસાણા વિસનગરમાં સામે આવી છે. પાલતું કુતરા પાળતા માણા ગામના એક વ્યક્તિને કુતરાની લાળના કારણે લીવરમાં થઈ ગાંઠ, જાણો શું છે મામલો

લીવરમા 87x52x72 mmની મોટી ગાંઠ નું નિદાન થયું , 3 કલાક ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢવામાં આવી, કમાણાના 45 વર્ષીય અશોકભાઈ નામના વ્યક્તિ ને થઈ હતી ગાંઠ , લીવરમાં ગાંઠની નિ:શુલ્ક સારવારથી લાભાર્થી અશોકભાઇ ચાવડા દર્દ મુક્ત થયા, વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં દર્દીની સફળતા પૂર્વક કરાઈ સારવાર. ઘરે પાલતું ડોગ પાળવાના શોખીન લોકો જરા થઈ જજો સાવધાન. આ રિપોર્ટ જોયા બાદ કદાચ આપ પણ કુતરા પાળતા અચકાશો. મહેસાણાના વિસનગરના કમાણા ગામના એક વ્યક્તિ ને કૂતરા પાળવા ને કારણે હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર – એટલે કે લીવરમાં ગાંઠની સમસ્યા ઉભી થઇ અને આખરે ઓપરેશન કરાવવાની નોબત આવી હતી. લાખોમાં એકાદ વ્યક્તિને થતી કુતરાની લાળને લીધે થતી હાઇડેટીડ સિસ્ટ (Hydatid Cyst)ની ગંભીર બીમારી અંદાજિત રૂ.૧ લાખથી પણ વધારે ખર્ચની સર્જરી વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં કરાવવામાં આવી હતી.

વિસનગરના કમાણા ગામના 45 વર્ષીય ચાવડા અશોકભાઇ હરગોવનભાઇને પેટમા સખત દુ:ખાવો, ઉલટી,ઉબકા જેવી કમપ્લેઈન સાથે સર્જરી વિભાગમાં બતાવવા આવી હતી. દર્દીને તપાસતા અને ગંભીરતા જણાતા સર્જરી વિભાગના વડા ડૉ. કે.જી. પટેલ, ખ્યાતનામ સર્વે ડૉક્ટરોની ટીમ દ્વારા જરૂરી રિપોર્ટ, સીટી સ્કેન કરાવી લાખોમા એકાદ વ્યક્તિને થતી કુતરા ની લાળને લીધે હાઇડેટીડ સિસ્ટ (Hydatid Cyst)ની ગંભીર બીમારી (લીવરમા 87x52x72 mmની મોટી ગાંઠ)નું નિદાન કરી તેનું તાત્કાલિક ઓપરેશન કરી ગાંઠ દૂર કરવામાં આવી હતી. દર્દી અશોકભાઇ કુતરાને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા અને લાડ લડાવી માવજત કરતાં તે દરમિયાન ધીરે ધીરે તેમના પેટમા લારવા પહોચવાના શરૂ થયા અને લીવર મા ગાંઠની ગંભીર બીમારી સાથે હોસ્પિટલ લાવવામાં આવેલ જ્યાં સર્જરી વિભાગની નિષ્ણાંત સર્જન ડૉક્ટર્સની ટીમ દ્વારા ૩ કલાક સુધી જટિલ અને જોખમી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી ગાંઠ દૂર કરી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here