પૈસા તો ઠીક હવે વાળની પણ લૂંટ : રાજકોટમાં બાઈક સવારને આંતરી પાચ શખ્સોએ ચલાવી ૨ લાખની કિંમતના વાળની લૂંટ

11 May 23 : રાજકોટમાં આંગણિયા લૂંટ અથવા સોનાના ચેઇનની લૂંટના અનેક બનાવો છાસવારે નોંધાતા હોય છે. પરંતુ ગઇ કાલે સાંજના સમયે મોરબી રોડ પરથી બે બાઈક સવાર ને આંતરી પાચ શખ્સોએ રૂ.૨ લાખની કિંમતના ૪૦ કિલો માથાના વાળની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસે પાચ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને છેલ્લા ઘણા વર્ષોથી માથાના વાળનો હોલસેલ વેપાર કરતા મોરબીના પુષ્પેન્દ્રસિંગ બાબુસિંગ વણઝારા નામના ૨૪ વર્ષીય યુવાન અને તેનો મિત્ર નાગેશ્વર ચૌહાણ બંને ગઇ કાલે રાજકોટથી વાળ ભેગા કરી મોરબી જતા હતા ત્યારે અતિથિ દેવો ભવ હોટલ પાસે રીક્ષા અને કેટીએમ બાઈક પર આવેલા પાચ શખ્સોએ રૂ.૨,૦૮,૪૦૦ની કિંમતના ૪૦ કિલો વાળની લૂંટ ચલાવી હતી. આ અંગે પુષ્પેન્દ્રસિંગ વણઝારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે છેલ્લા દસ વર્ષથી વાળનો વેપાર કરે છે ગઈકાલે રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ પાસેથી 16 કિલો વાળ લીધા હતા. જેના રૂ.૬૫,૦૦૦ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને રૂ.૬૦,૦૦૦ રોકડા આપ્યા હતા. ત્યાંથી પરસોતમભાઈ અન્ય સ્થળે પણ ફરિયાદીને વાળ લેવા માટે લઈ ગયા હતા. ફરિયાદ અને તેના મિત્ર વાળ લઈને મોરબી તરફ જવા રવાના થયા હતા. તે દરમિયાન રૈયા ચોકડી પાસેથી કેટીએમ બાઈક પર બે શખ્સો પીછો કરવા લાગ્યા હતા. પુષ્પેન્દ્રસિંહ અને તેનો મિત્ર બાઇક પર મોરબી રોડ પરથી પસાર થતા હતા ત્યારે અતિથિ દેવો ભવઃ હોટલ પાસે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ બાઈક રોકી પાછળથી આવેલા અન્ય બે શખ્સોએ ધમકીઓ આપી રૂ.૨ લાખ ની કિંમતના ૪૦ કિલો વાળ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એમ.જી.વસાવા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ ને લૂંટને અંજામ આપવામાં કોઈ જાણભેદુ જ હોવાની શંકાનાં આધારે CCTV ફૂટેજ જોઈ તપાસનો ધમધમાટ ચલાવી લૂંટારૂઓને સંકજામાં લઈ લીધા હોવાનુ જાણવા મળ્યું છે.

વધુમાં વાંચો… રાજકોટ જેલમાં ઘટી બે ઘટના: સજા ભોગવનાર મહિલા પાસેથી મળી આવ્યો મોબાઈલ, મળવા આવેલી ભાભી એ કપડામાં તંબાકુ છૂપાવી આપ્યું દિયરને
રાજકોટની સેન્ટ્રલ જેલમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં પ્રથમ લાંચના કેસમાં સજા ભોગવતા માલવિયા પોલીસના સસ્પેન્ડ મહિલા એ.એસ.આઇની શંકાસ્પદ હિલચાલ જણાતા સ્ટાફે તેની તપાસ કરતા તેણી પાસેથી મોબાઇલ મળી આવતા ખડબડાટ મચી જવા પામી હતી. જ્યારે આ મામલે પ્ર.નગર પોલીસે સસ્પેન્ડ મહિલા એ.એસ.આઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. જ્યારે બીજા બનાવમાં જેલમાં સજા ભોગવતા દિયરને તેની સુરત રહેતી ભાભી મળવા માટે આવી હતી. ત્યારે તેણી શંકાસ્પદ જણા હતા. તેની તપાસ કરતા કપડા માંથી છુપાવેલ ૩૦ ગ્રામ તમાકુ મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ માલવિયાનગરના એ.એસ.આઈ. ગીતાબેન પંડ્યા લાંચના કેસમાં પકડાતા તપાસના અંતે જેલહવાલે કરાયા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી વધુ સમયથી જેલમાં છે. આજે સાંજે તેણી શંકાસ્પદ જણાતા જેલર ગીતાબેન પરમારે તેની અંડજડતી કરતા સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.જે અંગે જેલના એસ.પી.ને જાણ કર્યા બાદ જેલર શૈલેષભાઈએ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.જ્યારે ટુંક સમયમાં પોલીસટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી આ ગુનામાં ધ૨પકડ ક૨શે. ત્યારબાદ મોબાઈલ ક્યાંથી આવ્યો? કેટલા સમયથી ઉપયોગ કરે છે ? કોની કોની સાથે વાતચીત કરતા હતા ? તે સહિતની બાબતોના ખુલાસા થશે. ઉલ્લેખનિય છે કે લાંચના કેસમાં ઝડપાયા બાદ ગીતાબેન પંડ્યાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જ્યારે બીજા બનાવમાં સેન્ટ્રલ જેલમાં બંધ પોતાના દિયરને કપડાની થેલીમાં સિલાઇ કરી તમાકુ છૂપાવી પહોંચાડવા ગયેલી કલ્પના કમલેશ જોગીયા (ઉ.વ.૪૫, રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, શેરી નં.૨, ડીંડોલી રોડ, સુરત)નો ભાંડો ફૂટી જતાં જેલના સ્ટાફે ઝડપી લઇ પ્ર.નગર પોલીસના હવાલે કરી હતી.જેના આધારે પોલીસે જાહેરનામાનો ભંગ અને ધ પ્રિઝન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. કેદી મુકેશ દિલીપ જોગીયાએ ભરણપોષણની રકમ નહીં ભરતા તેને રાજકોટ સેન્ટ્રલ જેલહવાલે કરાયો હતો. ગઇકાલે અન્ય પરિવારજનો સાથે તેની ભાભી કલ્પના તેને મળવા ગઇ હતી. જ્યાં તેણે દિયર મુકેશ માટે કપડાની થેલી આપી હતી. ઝડતી રૂમ ખાતે જેલના સ્ટાફે તેમાં તપાસ કરતા તેમાંથી ૩૦ ગ્રામ તમાકુ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વધુમાં વાંચો… જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની સગીરાને ભગાડી જનાર સામે દુષ્કર્મ આચાર યુવાન પર ફરિયાદ નોંધાય
જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં એક સખશે 14 વર્ષીય સગીરાનુ અપહારણ કરી જઈ તેના પર અવારનવાર દુષ્કર્મ આચાર્યની ફરિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાય છે આરોપીએ પોતાના એક સાગરિક ની મદદથી સગીરાને ભગાડી હતી અને બાદમાં તેના પર એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે ચોરવાડમાં બંદર વિસ્તારમાં રહેતી સગીરાને ચોરવાડનો હરેશ ઉર્ફે રઘુ લખમણ જોરા નામનો અપહરણ કરી ગયો હતો અને તેના પર તારીખ ત્રણથી નવ દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ સગીરા ને ભગાડી જવામાં પ્રવીણ બચુભાઈ ચુડાસમા નામના યુવાને મદદગારી કરી હોવાનું પણ ખુલ્યું છે આથી સગીરાની માતા એ બંને સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી બનાવ ની તપાસ માંગરોળ સર્કલ ચલાવી રહ્યા છે. પોલીસે આ યુવાન સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ યુવાન યુવતીના ગામમાં જ રહેતું હોય અને અવારનવાર આ રીતે દુષ્કર્મ આચાર્ય હોવાની એ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભોગ બનનાર યુવતી ની માતા ની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here