રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ

File Image
File Image

01 May 23 : રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ ગરમી પડવાની જગ્યાએ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ, સુરત, અમરેલી, કચ્છ સહિતના જિલ્લાઓમાં રવિવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ થતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. આથી લોકોને કાળ ઝાળ ગરમીથી રાહત મળી છે. જ્યારે બીજી તરફ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. મળતી માહિતી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે અમરેલી, બાબરીધાર, રાજુલા સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હોવાના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

અમદાવાદ, અમરેલી, સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ – ઉલ્લેખનીય છે કે, રાજ્યના કચ્છ, અંજાર અને ભુજ સહિતના વિસ્તારોમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉનાળાના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માહિતી મજુબ, અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, બર્બટાણા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદની વાત કરીએ તો રવિવારે સાંજના સમયે રાણીપ, થલતેજ, બોપલ, વસ્ત્રાપુર, સિંધુ ભવન રોડ, નરોડા, નિકોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આથી ઠંડક થતા ગરમીથી લોકોને રાહત મળી છે. રવિવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વધુમાં વાંચો… એસ.ટી.ના રાજકોટ ડેપોના એ.ટી.આઈ. નું ફરિયાદી મુસાફર સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન
એક બાજુ રાજ્ય સરકારે જનતાના મુસાફરીને સલામત, સુરક્ષિત અને સરળ બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે 125 એસ.ટી. ની બસો ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રજાની સેવામાં સમર્પિત કરી આ તકે એસટીના અધિકારીઓ અને ઉપસ્થિત મંત્રીશ્રીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધુનિક વ્યવસ્થા, સુવિધા અને ઇન્સ્ફ્રાટક્ચર ઉપલબ્ધ કરી પ્રજા ના જીવનને સુખમય બનાવવા સરકાર કટિબદ્ધ છે.

બીજી બાજુ રાજકોટ ડિવિઝનની અનેક એસ.ટી.ની બસોમાં છત્રી સાથે મુસાફરી કરવી પડે એવી હાલત છે. લક્ઝરી ગાડીમાં રૂફટોપની સુવિધા આવે છે. ગાડીની છત પર રૂફટોપ ખોલવાથી વરસાદ, તડકો, ઠંડી હવા અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ કરી શકાય છે પરંતુ રૂફટોપ એ માલિકની ઈચ્છા વગર ખુલતું નથી અને ખુલ્યા પછી બંધ પણ થઈ જાય છે. જ્યારે એસ.ટી. ની કેટલીક બસોમાં નજીવા વરસાદે સીટો પર પાણી ટપકતું હતું અને વણ જોઈતા રૂફટોપ અને બારીમાંથી વરસાદી પાણીની ત્રાસદાયક સુવિધા યાત્રિકોને પરેશાન કરી મૂકે છે. આવા ત્રાસથી બસમાં પણ છત્રી સાથે બેસવું પડે એવો ગણગણાટ મુસાફરોમાં થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે 6:15 કલાકે રાજકોટ એસ.ટી. ડેપોમાં એક બસમાં પાણી પડતું હોય, બારી માં કાચ ન હોવાથી અને વાઇપર ચાલુ ન હોવાની ફરિયાદ ગજેન્દ્રસિંહ ઝાલાએ ડેપો પરના જવાબદાર અધિકારી એ.ટી.આઈ. રણજીતસિંહ વાઢેર ને કરતા તેઓએ ઓનલાઇન ફરિયાદનો હઠાગ્રહ રાખવામાં આવેલ અને એસ.ટી ના ઓનલાઈન નો 1800 233 666 666 આ નંબર સતત વ્યસ્ત આવે છે અને શોભાનો ગાંઠિયો બની ગયો છે. અને અધિકારીએ કહ્યું હાલ ક્યાં ચોમાસુ છે ?વાઇપર ચાલુ ન પણ હોય અને બસમાં તો બારી બારણા તૂટેલા હોય આમાં તમો ફરિયાદ કરશો તો કંઈ ફાંસીની સજા થોડી મળશે ? આ પ્રકારનું તોછડું અને ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરેલ જે કાંઈ વ્યાજબી ફરિયાદો હતી તેનો ઉકેલ લાવવા હકારાત્મક વલણ અપનાવવાને બદલે નકારાત્મક જવાબ આપી ગુસ્સે થઈ ગયા હતા જે પગલે ગજેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ વિભાગના વિભાગીય નિયામક શ્રી જે.બી. કલોત્તરા સાથે અને યુનિયનના પ્રમુખ શ્રી જયુભા જાડેજા સાથે વાતચીત કરી એસ.ટી.ના અધિકારીઓને શિસ્તના પાઠ ભણાવો અને વર્તનમાં સુધારો લાવવા તાકીદે સૂચના આપવા ટેલીફોનિક ફરિયાદ કરી હતી જે પગલે તેઓએ તાત્કાલિક જે કાંઈ ફરિયાદ હશે તેનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. એ.ટી.આઈ. વાઢેર નું વર્તન જોતા એસ.ટી. માં ચા કરતા કેટલી ગરમ હોય તેવું લાગ્યું તેમ અંતમાં આસવાણી, ઝાલા, રાઓલ ની યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here