
09 Jan 23 : ગેસના ભાવો સતત વધતા સિરામિકને લગતું મટીરીયલ પણ મોંઘું થઈ રહ્યું છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પણ તેના કારણે પરેશાન છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વધતા જતા ગેસના ભાવને સામે અલગ રસ્તો અપનાવ્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગકારોએ વધતા જતા ગેસના ભાવને સામે પ્રોપેન ગેસનો વપરાશ શરુ કર્યો છે.
મોરબીમાં હાલ સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસને બદલે પ્રોપેન અને LPG ગેસ તરફ વળ્યાં છે. જેથી ગુજરાત ગેસની મોનોપોલી તોડવામાં સિરામિક ઉદ્યોગ સફળ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે તો વધતા જતા ગેસના ભાવને લઈને પ્રોપેન ગેસનો વપરાશ શરુ કરવામાં આવ્યો છે જે સિરામિક ઉધોગને સસ્તો પણ પડે છે અને સ્ટોરેજ પણ થઇ શકે છે.
મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે, અત્યારે તેઓ બે પ્રકારના ગેસનો ઉપયોગ કરે છે. પ્રથમ ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતો ગેસ સિરામિક ઉદ્યોગમાં વપરાશ કરવામાં આવતો હતો પણ છેલ્લા વર્ષોમાં સતત વધતા જતા ભાવને લઈને સિરામિક ઉધોગકારો પરેશાન થયા હતા અને એ સમયે સિરામિક ઉદ્યોગકારો દૈનિક 70 લાખ ક્યુબિક મીટરનો હતો. સમયાંતરે ગુજરાત ગેસના ભાવ વધ્યા અને તેની સામે પ્રોપેન તથા LPGનો વિકલ્પ મળ્યો.
વધુમાં કહ્યું કે, આ ઉપરાંત તેનો ભાવ ગુજરાત ગેસની સરખામણીમાં 15થી 20 રૂપિયા ઓછો હતો. જેથી તમામ ઉદ્યોગકાર પ્રોપેન તથા LPG તરફ વળી ગયા. અત્યારે હાલ ગુજરાત ગેસનો વપરાશ 16 લાખ ક્યુબિક મીટર છે જે એક સમયે 70 લાખનો હતો. એટલે ઉદ્યોગકારોને જે પરવડે તેવા પ્રોપેન તથા LPGનો ઉપયોગ કરે છે.
તેમના ઉદ્યોગમાં ગેસ વ્યવસાયનો પ્રાણ છે. તેઓ જે રો-મટીરીયલનો ઉપયોગ કરે છે. પ્રોડક્શન કોસ્ટ આવે છે તેમાં ગેસ મહત્વનો ભાગ ભજવે છે. 30%ની આસપાસ તેની કોસ્ટીંગ આવે છે. હાલ ગુજરાત ગેસના ભાવ જો પ્રોપેન અને LPG કરતા થોડા સસ્તા થાય તો ઉદ્યોગકારો તેનો પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પ્રોપેન, LPG અને નેચરલ ગેસના ભાવમાં નજીવું અંતર છે તેવું તેમણે જણાવ્યું હતું.
આ વર્ષે મકરસંક્રાંતિએ બજારમાં ઓટોમેટિક ફીરકી નો ક્રેઝ વધ્યો છે.
આ વર્ષે બજારમાં ઓટોમેટિક ફીરકીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે પતંગ રસિયાઓ માટે લપેટ થયા બાદ દોરી વીટવીએ કંટાળાજનક લાગે છે તો આ વર્ષે બજારમાં એક નવી ફિરકી આવી છે જેથી દોરી વીટવાની સમસ્યા દૂર થઈ જશે એક સ્વીચ દબાતાની સાથે તમામ દોરી ફીરકીમાં વીંટાઈ જશે આથી પતંગ રસીકોની દોરી વીટવાની ઝંઝટ દૂર થશે.
આ વર્ષે મકરસંક્રાંતિએ બજારમાં ઓટોમેટીક ફીરકી નો ક્રેઝ વધ્યો હોય ત્યારે પતંગના એક વેપારી આકાશ પંડ્યા એ જણાવ્યું કે આ વર્ષે બજારમાં ઓટોમેટિક ફીરકીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે આજકાલના જમાનામાં પતંગ રસિયાઓ માટે લપેટ થયા બાદ દોરી વીટવી એ કંટાળાજનક લાગે છે તો આ વર્ષે બજારમાં એક નવી ફિરકી આવી છે જેથી દોરી વીટવાની સમસ્યા દૂર થઈ જશે જેમાં એક સ્વીચ દબાતાની સાથે તમામ દોરી ફીરકીમાં વીંટાઈ જશે ત્યારે ધાબા ઉપર પરિવાર સાથે પતંગ ચગાવતા રશિયા માટે જ્યારે દોરી વીટવાનું કહેવામાં આવે ત્યારે આળસ જોવા મળતી હોય છે જેને દૂર કરવા માટે માર્કેટમાં નવા પ્રકારના ઇનોવેશન કરતા હોય છે જેમકે ફીરકી સ્ટેન્ડ અને પરંતુ તેમાં માનવ બળની જરૂરિયાત પડતી હોય છે જેના સમાધાન રૂપે ઓટોમેટિક ફિરકી આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે જે નવ વોલ્ટની બેટરી પર ચાલે છે અને પૂરો દિવસ વાપરવા સાથે ત્રણ દિવસ સુધી ચાલે છે આમ ઉતરાયણ પર્વ નીકળી જાય છે આમ સ્વીચ દબાવતા ની સાથે ફીરકીમાં તમામ દોરી વિટાઈ જાય છે તેથી પતંગ રસી કોની દોરી વીટવાની ઝંઝટમાંથી મુક્તિ થઈ જશે