19 Sep 22 : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે મોરબી, સુરેન્દ્રનગર તથા વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના દેશી વિદેશી દારૂના ૧૧ જેટલા ગુનામાં સંડોવાયેલ અને ૭ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા નામચીન બુટલેગરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી જિલ્લાના મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી પોસ્ટે, તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના દેશી વિદેશીદારૂ ના સાત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ જિલ્લામાં દારૂના ૧૧ જેટલા ગુન્હામાં સંડોવાયેલો આરોપી બળવંતભાઇ જીવણભાઇ સાપરા (રહે. ચોટીલા જિ, સુરેન્દ્રનગર) હાલે સુરેન્દ્રનગર ખાતે હોવા ની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફ ના માણસો સાથે સુરેન્દ્રનગર, વિમલનાથ સોસાયટી, નેમી નાથ ફલેટની પાછળ, તપાસ કરતા આરોપી બળવંતભાઇ જીવણ ભાઇ સાપરા મળી આવતા તેને ઝડપી લીધો હતા.

  • જૂનાગઢ ના જાંબાઝ DYSP પી.જી.જાડેજા ની અમદાવાદ ખાતે બદલી

19 Sep 22 : જૂનાગઢના DYSP પ્રદિપસિંહ જાડેજા ની અમદાવાદ બદલી કરવામાં આવી છે આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે 17 સપ્ટેમ્બરે રાજ્યના ૮૨ ડીવાયએસપી બિન હથિયારધારીની બદલી કરી છે આમાં જૂનાગઢના DYSP પ્રદિપસિંહ જાડેજા નો પણ સમાવેશ થાય છે તેમની અમદાવાદ ખાતેના જે ડિવિઝનમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.

દરમિયાન જૂનાગઢના DYSP તરીકેની ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજા એ અનેક લોકોના પ્રશ્નોને ઉકેલ્યા હતા. સામાજિક પારિવારિક સમસ્યા હોય કે માથાભારે નો ત્રાસ હોય સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જેની કોઈ ઓળખાણ પણ ન હોય તેવા લોકો તેમની ઓફિસમાં જઈ રજૂઆત કરતા અને તે સમસ્યા તેઓ ચપટીમાં ઉકેલી દેતા આમ તેમની ઓન ધ સ્પોટ કામગીરી કરવાની રીત ના કારણે અનેક લોકો તેની તીસરી અદાલતની ઉપમા આપતા હતા DYSP પ્રદિપસિંહ જાડેજાએ જુનાગઢ ડિવિઝનમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમયગાળો નોકરી કરી છે અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી છે અને તેઓને કોરોના કાળમાં ગરીબ લોકોની ખૂબ જ મદદ કરી છે જેથી જુનાગઢના લોકોને એક સારા અધિકારી ગુમાવ્યા નો અફસોસ જોવા મળી રહ્યો છે