
29 Dec 22 : ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ઓફિસમાંથી ઝડપાયેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી સાબિત થયા છે. જેના આધારે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોબી અને તેના સાગરિતો સામે નોંધાયેલા ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે તેની ઓફિસમાંથી પાસપોર્ટ, વિઝા અને જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા. તેથી બોબી સહિતના આરોપીઓ સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કબૂતર બાજીનો વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે.
ડીંગુંચાનો પરિવાર અમેરિકા ગયો તે પહેલા જાન્યુઆરીમાં આ ઘટના બની હતી અને કેનેડામાં આ પરિવાર ઠંડીમાં ઠુંઠવાઈને મોતને ભેટ્યો હતો. ત્યારે આ પરિવારને અમેરિકા મોકલનાર બોબી ઉર્ફે ભરત સ્ટેટ મોનિટરીંગ ટીમના હાથે ઝડપાઈ ગયો છે. ત્યારે આખરે વોન્ટેડ આરોપીઓને કોણ આટલું સમર્થન કરી રહ્યું હતું? આને કોણ સમર્થન આપતું હતું તેને લઈને પણ સવાલો ઉભા થયા હતા. તે કબૂતરબાજીનો સૌથી મોટો માસ્ટરમાઈન્ડ સાબિત થયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ 200 લોકોને ગેરકાયદેસર પ્રવૃતિ માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા. 1500 નકલી પાસપોર્ટ અગાઉ પણ મળી આવ્યા હતા. આ મામલે વધુ ખુલાસો મળી શકે છે.બોબી પટેલે જ ડીંગુચા ગામમાંથી પરિવારને અમેરિકા મોકલ્યો હતો. બોબી પટેલ સામે વિઝા કૌભાંડનો કેસ નોંધાયેલો છે. બોબી મહેસાણા સીઆઈડી ક્રાઈમ અને વિઝા કેસમાં પણ વોન્ટેડ હતો, ઉત્તર ગુજરાતમાં IELTS પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ સામે આવ્યું હતું. કબૂતરબાજીના નેટવર્કના માસ્ટર માઈન્ડની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે ગાંધીનગર, કલકત્તા અને મુંબઈના ગુનાઓમાં ભાગેડુ ભરત ઉર્ફે બોબી પટેલની અગાઉ ધરપકડ બાદ આ ખુલાસાઓ પાસપોર્ટને લઈને સામે આવી રહ્યા છે. ત્રણ ગુનામાં ફરાર અને અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવનાર ગાંધીનગરના ભરત ઉર્ફે બોબી પટેલની ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સ સેલ દ્વારા થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં વાંચો… વિશ્વભરમાં કોરોના તબાહી મચાવશે.. લાખ્ખોના મોત થવાની આશંકા..!
ચીનમાં કોરોનાની વધતી સ્પિડને જોતા ફરી એક વાર મહામારીનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસે સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે. ચીન, જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકામાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. અમેરિકામાં મહામારી વૈજ્ઞાનિકે ભવિષ્યવાણી કરી છે, જે ખૂબ જ ડરામણી છે.
વૈજ્ઞાનિકોનું માનીએ તો, ચીન અને દુનિયાના અન્ય દેશોમાંથી ફરીથી કોરોનાની નવી લહેર હચમચાવી નાખશે. એટલું જ નહીં આગામી ત્રણ મહિનામાં કોરોનાની ઝપટમાં આવીને લાખો લોકોના મોત થશે. ભારતમાં પણ કોરોનાને લઈને સરકાર એલર્ટ મોડ પર છે. દરેક જગ્યાએ માસ્કને લઈને ફરીથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોની પણ કોરોના તપાસ થઈ રહી છે. કોરોના ફરીથી તબાહી મચાવશે, તેવી વાત અમેરિકાના પબ્લિક હેલ્થ સાયંટિસ્ટ ડોક્ટર એરિક ફીગલ ડિંગે કરી છે. તેમણે ટ્વિટ કર્યું છેકે, પ્રતિબંધો હટતા જ ચીનની હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ છે. આગામી ત્રણ મહિનામાં કોરોનાથી દુનિયાની ૧૦ ટકા વસ્તી અને ચીનની ૬૦ટકા વસ્તી સંક્રમિત થશે. એટલું જ નહીં તેમણે પોતાના દાવામાં કહ્યું છે કે, કોરોના આ વખતે લાખો લોકના જીવ લેશે.