પેવર કામ માટેના પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા

8 Oct 2021 : ભારે વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. તાજેતરનાં દિવસોમાં સતત વરસાદ ચાલુ રહયો હતો જેના કારણે ડામર પેચ વર્ક શક્યું બન્યું હતું. અલબત વરસાદ દરમ્યાન મેટલથી રસ્તા પરના ખાડા બુરવામાં આવતા હતાં.

જોકે હવે વરસાદ રહી ગયો હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શનિવારથી ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવશે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ આજે જણાવ્યું હતું.

તા.૦૭-૧૦-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ખીરસરા ખાતે આવેલ, પેવર કામમાં વાપરતા મટિરિયલ બનાવવા માટેના પવન કન્સ્ટ્રકશન કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ સાઈટ વિઝિટ દરમ્યાન કમિશનરશ્રીએ પેવર પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવતા મટિરિયલ વિશે ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરી હતી. સાથોસાથ આસ્ફાલ્ટ પેચ (ડામર પેચ) વર્ક માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી તૈયારીની સમીક્ષા પણ કરી હતી.

કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે વરસાદ બંધ થઇ ગયો હોઈ ડામર પેચ વર્ક માટે સાનુકુળ પરિસ્થિતિ સર્જાઈ છે અને હવે શનિવારથી અવિરત કામગીરી ચાલુ રાખી રોડ રસ્તા રિસ્ટોર કરવામાં આવશે.

આ સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર શ્રી આશિષ કુમાર, એડી. સિટી એન્જિનિયરશ્રીઓ શ્રી વાય.કે.ગૌસ્વામી, શ્રી કે.એસ. ગોહેલ, પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, વિજિલન્સ ટેકનિકલ શ્રી હિમાંશુ દવે, અને પી.સી.સી.ના શ્રી ચેતનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતાં