મસ્કે સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો ગુમાવ્યો,ગૌતમ અદાણીની સંપત્તિ સૌથી વધુ 74.02 લાખ કરોડ વધી

14 Dec 22 : ઇલેક્ટ્રિક કાર બનાવતી અમેરિકન કંપની ટેસ્લાએ છેલ્લા આઠ મહિનામાં આશરે અડધી માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે. આ સાથે જ ટેસ્લાના સ્થાપક અને સીઈઓ ઇલોન મસ્કે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો ગુમાવી દીધો છે. હવે તેઓ 181.3 અબજ ડૉલર એટલે કે રૂ. 13.88 લાખ કરોડની સંપત્તિ સાથે દુનિયાની બીજી સૌથી ધનવાન વ્યક્તિ છે.

ફ્રાન્સની ફેશન જાયન્ટ એલવીએમએચ કંપનીના માલિક બર્નાર્ડ અરનોલ્ટ 186.5 અબજ ડૉલર એટલે કે આશરે 18 લાખ કરોડની સંપત્તિ સાથે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજા આંકડા પ્રમાણે, મસ્ક અને અરનોલ્ટ વચ્ચે ફક્ત એક અબજ ડૉલરનું અંતર હતું. ટેસ્લાના શેરોમાં ઘટાડો થવાથી મસ્કનો આ તાજ છીનવાઈ ગયો છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 134.6 અબજ ડૉલર (આશરે રૂ. 10.32 લાખ કરોડ)ની સંપત્તિ સાથે ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 48.7 અબજ ડૉલર એટલે કે રૂ. 4.02 લાખ કરોડનો વધારો થયો છે. બીજી તરફ, મસ્કે તેનાથી બમણી 103 અબજ ડૉલર એટલે કે રૂ. 8.51 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. 14 એપ્રિલે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદ્યા પછી મસ્કની સંપત્તિ સતત ઘટી રહી છે. છેલ્લા આઠ મહિનામાં મસ્કની કુલ સંપત્તિમાં આશરે 70 અબજ ડૉલર એટલે કે રૂ. 5.78 લાખ કરોડનો ઘટાડો થઇ ચૂક્યો છે. ટ્વિટર ખરીદવા માટે મસ્કે એપ્રિલથી અત્યાર સુધી ટેસ્લાના 20 અબજ ડૉલર એટલે કે રૂ. 1.65 લાખ કરોડના શેર વેચ્યા છે.

વધુમાં વાંચો… HDFC બેંકે રૂપિયા 31 કરોડમાં મિન્ટોકનો 7.75% હિસ્સો ખરીદ્યો, જાણો વેલ્યુએશન

પ્રાઇવેટ સેક્ટરની લેન્ડર HDFC બેંકે ફિનટેક સ્ટાર્ટઅપ મિન્ટોકમાં આશરે રૂપિયા 31.1 કરોડમાં નાનો હિસ્સો ખરીદ્યો છે. HDFC બેંકે બુધવારે, 14 ડિસેમ્બરના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તે રૂપિયા 9,711ના પ્રીમિયમ પર રૂપિયા 20ની ફેસ વેલ્યુના 21,471 ફુલ પેઇડ અપ કમ્પલ્સરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (CCPS) માટે સબસ્ક્રાઇબ કરશે. આમ CCPS દીઠ રૂપિયા 9,731 ચૂકવવામાં આવશે. પ્રાઇવેટ લેન્ડર મિન્ટોકના હાલના શેરધારકો પાસેથી પ્રતિ શેર રૂપિયા 9,731ના ભાવે કંપનીના 10,538 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર ખરીદશે. આ ડીલ પછી HDFC બેન્ક મિન્ટોકમાં 7.75 ટકા હિસ્સો ધરાવશે.

HDFC બેંકને શું ફાયદો થશે? – આમ, આ સોદા માટે મિન્ટોકનું મૂલ્ય 400 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ ફિનટેક સ્ટાર્ટઅપ તેના વેપારીઓને પેમેન્ટ અને વેલ્યુએડેડ સર્વિસ પ્રોવાઇડ કરે છે. આ રોકાણ સાથે HDFC બેંકની વેપારીઓ સાથે ડિજિટલ જોડાણ વધશે. લેન્ડરના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્ઝેક્શન માટેના કરારો 13 ડિસેમ્બરે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સોદો ક્યારે પૂરો થશે – મિન્ટોક એ એક ફિનટેક સ્ટાર્ટઅપ છે જે વેપારીઓને તેમના ગ્રાહકો સાથે જોડાવા માટે તેના પેમેન્ટ આધારિત પ્લેટફોર્મ દ્વારા વેલ્યુએડેડ સર્વિસ પ્રોવાઇડ કરે છે. 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન મિન્ટોકનું ટર્નઓવર રૂપિયા 11.28 કરોડ હતું અને રૂપિયા 1.47 કરોડનો ચોખ્ખો નફો હતો. આ ડીલ 31 જાન્યુઆરી, 2023ના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. આ ટ્રાન્ઝેક્શન પછી બેંકનો કુલ હિસ્સો 10 ટકાથી ઓછો થઈ જશે, તેથી આ માટે રેગ્યુલેટરની મંજૂરી લેવાની જરૂર નથી.

અહેવાલ – જીજ્ઞેશ રામાવત ( તંત્રીશ્રી : રાજકોટ હેરાલ્ડ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here