મસ્કે ફરી એકવાર આપી સ્પષ્ટતા, કહ્યું- ફેક અકાઉન્ટને કાયમ માટે કરાશે સસ્પેન્ડ, નહીં આપવામાં આવે એલર્ટ

07 Nov 22 : ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈલોન મસ્કે ટ્વીટ કર્યું કે, જે પણ ટ્વિટર હેન્ડલ ફેક જણાશે તેને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. મસ્કે ટ્વીટમાં વધુમાં કહ્યું કે, અગાઉ, અમે સસ્પેન્શન પહેલાં ચેતવણી જાહેર કરી હતી, પરંતુ હવે અમે વ્યાપક ચકાસણી શરૂ કરીએ છીએ, ત્યાં કોઈ એલર્ટ આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટપણે Twitter બ્લુ પર સાઇન એપ કરવાની શરત તરીકે ઓળખવામાં આવશે. મસ્કે આગળ ટ્વિટ કર્યું કે, “વ્યાપક સત્યાપન પત્રકારત્વને લોકશાહી બનાવશે અને લોકોના અવાજને સશક્ત બનાવશે,” તેમણે લખ્યું કે, ટ્વિટરમાં સર્ચ કરવાથી મને ’98માં ઈન્ફોસીકની યાદ અપાવે છે! તે કરતાં ઘણું સારું હશે. મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે આઠ ડોલરમાં કોઈ પણ વ્યક્તિ કોઈના પણ નામે ફેક એકાઉન્ટ બનાવીને તેનું વેરિફિકેશન કરાવી શકે છે.

ફેક અકાઉન્ટ બનાવશો તો થશે અમારી કમાણી : ઈલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી પોતાના નિવેદનો અને નિર્ણયોને લઈને ચર્ચામાં છે. પ્રથમ, તેણે જાહેરાત કરી હતી કે, તેમણે ટ્વિટર પર બ્લુ ટિક માટે 8 ડોલર ચૂકવવા પડશે. ત્યાર બાદ તેઓએ મોટા પાયે કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવાની શરૂ કરીને કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા છે. પરંતુ પ્રશ્નો ઊભો થઈ રહ્યા છે કે, 5 ડોલરમાં કોઈ પણ વ્યક્તિ કોઈના નામે ફેક એકાઉન્ટ બનાવીને તેનું વેરિફિકેશન કરાવી શકે છે. તેના પર મસ્કે કહ્યું, ટ્વિટર આવા ફેક એકાઉન્ટ બંધ કરશે, પૈસા પણ પરત નહીં કરે. જો લાખો લોકો આવી છેતરપિંડી કરે છે, તો તેઓ અમને મફતમાં પૈસા કમાવી દેશે.

કંપનીઓ બંધ કરી રહી છે જાહેરાત : યુનાઈટેડ એરલાઈન્સે ટ્વિટર પર તેની જાહેરાતો બંધ કરી દીધી છે. અગાઉ જનરલ મોટર્સ, ઓડી, REI, જનરલ મિલ્સ વગેરેએ પણ આમ જ કર્યું હતું. આ તમામ તેમના નામ ટ્વિટર સાથે જોડવા માંગતા નથી, કારણ કે, એવી આશંકા છે કે મસ્કની નવી યોજનાઓ પ્લેટફોર્મ પર ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવા તરફ દોરી જશે, આ નફરત ફેલાવવાનું એક માધ્યમ બની જશે. સામગ્રીને પ્રતિબંધિત કરવાથી કડકતાના નામે વાણી સ્વાતંત્ર્ય પર પણ અસર પડી શકે છે. તેના પર જાહેરાતો બતાવવાથી બ્રાન્ડની ઈમેજને નુકશાન પહોંચી શકે છે.

વધુમાં વાંચો… પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફ સરકાર પર વધુ દબાણ વધારવાની કરી લીધી તૈયારી

ગત સપ્તાહે થયેલા હુમલાથી સમગ્રદેશમાં સર્જાયેલી સહાનુભૂતિની લહેર વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શાહબાઝ શરીફ સરકાર પર વધુ દબાણ વધારવાની તૈયારી કરી લીધી છે. લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ, ખાન રવિવારે લાહોરમાં તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા. ત્યારે તેમણે મંગળવારથી તેમની લોંગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી. આ પહેલા ટીવી ચેનલ અલ-જઝીરાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે કહ્યું કે, ‘હું ચોરોની આ આયાતી સરકારથી ડરવાને બદલે મરી જઈશ.’

લોંગ માર્ચ દરમિયાન પંજાબના વજીરાબાદમાં થયેલા હુમલામાં ખાનને પગમાં ઘણી વખત ગોળી લાગ્યા બાદ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. લોંગ માર્ચને વજીરાબાદમાં જ રોકી દેવામાં આવી હતી. હવે મંગળવારે ત્યાંથી તેની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન દેશમાં આ હુમલાને લઈને અટકળોનું બજાર ગરમ છે. ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને આર્મીના કાઉન્ટર ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ ફૈઝલ નાસિરને હુમલાની યોજના માટે જવાબદાર ઠેરવ્યા છે. આ દરમિયાન સનાઉલ્લાહે ચેતવણી આપી છે કે, વજીરાબાદ હુમલાના મામલામાં FIRમાં કોઈપણ સૈન્ય અધિકારીનું નામ સામેલ ન કરવું જોઈએ. રવિવાર સુધી હુમલાના સંબંધમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. સનાઉલ્લાહે કહ્યું- ખાને આવું કર્યું તો તેનો અર્થ એ થશે કે તેઓ સીધા સેનાને આ મામલે ખેંચી રહ્યા છે.

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ ભારત તરફ ઈશારો કરતા કહ્યું- ‘જો કોઈ વરિષ્ઠ અધિકારી વિરુદ્ધ ખોટી FIR દાખલ કરવામાં આવે તો પાડોશી દેશમાં તેનો શું અર્થ થશે. જો કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિ ગેરવાજબી હેતુ સાથે કેસ નોંધવાનો પ્રયાસ કરે છે, તો પોલીસને FIR નોંધવાનો ઇનકાર કરવાનો અધિકાર છે.સનાઉલ્લાને આરોપ લગાવ્યો કે, પીટીઆઈના નેતાઓ તેમના ખોટા ઈરાદાઓને પૂર્ણ કરવા માટે સંસ્થાઓ પર દબાણ કરી રહ્યા છે. તેણે તેને ઈમરાન ખાનનો ‘દેશદ્રોહ’ ગણાવ્યો અને કહ્યું કે ખાનનો એકમાત્ર ઉદ્દેશ્ય કોઈક રીતે વડાપ્રધાનની ખુરશી પાછી મેળવવાનો છે. વિશ્લેષકો ના મતે, ઈમરાન ખાને એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હુમલાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપથી પાકિસ્તાનની શાસક સંસ્થા હચમચી ગઈ છે. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ રાજકીય નેતાએ સેના સાથે સીધો મુકાબલો કરવાનો આવો પ્રયાસ કર્યો હોય. વિશ્લેષકોના મતે સેના આને એટલા માટે જ સહન કરી રહી છે કારણ કે આ સમયે ઈમરાન ખાનની લોકપ્રિયતાનું સ્તર ઘણું ઊંચું છે. સેના તેમની સામે કાર્યવાહી કરીને જાહેર વિરોધને વધુ ઉશ્કેરવાનું ટાળી રહી છે.

આ દરમિયાન, પીટીઆઈ નેતા આઝમ સ્વાતિની હેરાનગતિનો વીડિયો લોકપ્રિય થયા બાદ પણ સરકાર અને સુરક્ષા એજન્સીઓ દબાણમાં છે. કહેવાય છે કે, સ્વાતિના પરિવારને ડરાવવા માટે સુરક્ષા એજન્સીઓએ પોતે આ વીડિયો રેકોર્ડ કરીને તેની પત્નીને મોકલ્યો હતો. સ્વાતિની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વીડિયો સાર્વજનિક કર્યો હતો. સ્વાતિને નગ્ન અવસ્થામાં હેરાન કરવાના દ્રશ્યો વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here