ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા ઉમેદવારના નામ, આ વર્ષે રાજકોટ શહેર માં ચાર નવાં ઉમેદવારોને સ્થાન

10 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના બાદમાં સૌથી મોટી ચર્ચા એ હતી કે ભાજપ હવે કેટલા લોકોને ટિકિટ આપશે ત્યારથી કોંગ્રેસ તૂટવાની ચાલુ થઈ ત્યારથી બધા જ નાના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે રાજકોટ શહેરમાં કોઇપણ પ્રકારનું રાજકીય જોખમ ઉઠાવવામાં ભાજપ ક્યારેય પાછીપાની કરતું નથી. મહાપાલિકાની ગત ચૂંટણીમાં પણ ભાજપે માત્ર 12 સિટીંગ કોર્પોરેટરોને ટિકિટ આપી હતી. છતાં રાજકોટમાં કમળનો ઐતિહાસિક વિજય થયો હતો.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ખાસ કરીને રાજકોટ શહેરની ચાર બેઠકો પર ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી છે અને તેઓના સ્થાને નવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બીજી તરફ જિલ્લાની ચાર પૈકી જે ત્રણ બેઠકો ભાજપ પાસે છે ત્યાં ત્રણેય ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લી ઘડીએ એવી તાકીદ કરી હતી કે જિલ્લામાં એક બેઠક પર મહિલા ઉમેદવાર અને મહાનગરોમાં બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપવી આ આદેશની અમલવારી રાજકોટ શહેરથી કરવામાં આવી છે. કારણ કે વર્ષોથી રાજકોટએ ભાજપ માટે અડીખમ ગઢ સાબિત થયું છે. અહિં કોઇપણ પ્રકારના આશ્ર્ચયજનક નિર્ણયો લેવામાં આવે તો પણ ભાજપ માટે તે આંચકારૂપ સાબિત થયો નથી. રાજકોટની ચાર પૈકી કોઇ એક બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન હાઇકમાન્ડે રાજકોટની એક નહીં પરંતુ બે બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી છે. વર્ષોથી ભાજપની સીટ મનાતી એવી 69-રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન ડે.મેયર અને જૈન સમાજના અગ્રણી એવા ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત એવી 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ફરી એકવાર ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓના નામની ઘોષણા કરવામાં આવી છે. 68-રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણીની ટિકિટ પણ કાપી નાંખવામાં આવી છે. તેઓના સ્થાને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજકોટના પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડને ભાજપે ટિકિટ આપી છે.

70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી કમળના પ્રતિક પરથી ચૂંટણી લડી વિજેતા બનતા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલની ટિકિટ પર પણ કાતર ફેરવી દેવામાં આવી છે. તેઓના સ્થાને આ બેઠક પરથી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયા ટંકારા-પડધરી બેઠક પર દુર્લભજીભાઈ દેથરિયા જસદણ બેઠક પર કુંવરજીભાઇ બાવળિયા ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજા ને ટિકિટ આપવામાં આવી છે.

વધુમાં વાંચો… પોલીસ જવાનોના સહયોગ સાથે ૬૮ રાજકોટ પૂર્વ અને ૬૯ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોની કરાતી સઘન તપાસ

આદર્શ આચારસંહિતાના પાલન સાથે રાજકોટ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની સમગ્ર પ્રક્રિયા થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિવિધ ટીમનું આયોજન કરીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે. ખાસ કરીને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા આઠ વિધાનસભા મતદાન વિસ્તારમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

વિધાનસભા બેઠક ૬૮ પૂર્વ વિસ્તારમાં આજીડેમ ચોકડી ખાતે સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં ફરજ બજાવતાં જયદીપ પારેજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આઠ કલાકની ડ્યુટી સાથે SST અને FSTની ટીમ દ્વારા ૨૪ કલાક કામગીરી કરવામાં આવી રહી છે. ૩ પોલીસ જવાનોના સહયોગ સાથે કુલ ૬ સભ્યોથી બનેલી SST અને FST ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ૬૮ પૂર્વ બેઠકમાં બેડી અને કુવાડવા ચોકડી ખાતે પણ સર્વેલન્સ ટીમ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નાના મૌવા ચોક ખાતે પણ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે તેમ ૬૯ પશ્ચિમ બેઠકના સ્ટેટીક સર્વેલન્સ ટીમના સભ્ય રવિભાઈ સાગઠીયાએ ઉમેર્યું હતું.

આમ ૬૮ રાજકોટ પૂર્વના રિટર્નીગ ઓફિસરશ્રી સૂરજ સુથાર અને ૬૯ પશ્ચિમ બેઠકના રિટર્નીગ ઓફિસરશ્રી સંદીપ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ SST અને FST ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

વધુમાં વાંચો.. મિત્ર સાથે નાહવા ગયેલ યુવક પાણીમાં તણાયો – ૨૧ વર્ષના યુવકનું થયું મૃત્યુ

રાજકોટનો યુવાન મિત્ર સાથે આજી ડેમે ફરવા ગયો હતો ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ખાડામાં ત્રણેય મિત્રો નાહવા ગયા હતા ત્યારે ૨૧ વર્ષનો યુવાન મિત્રોથી અલગ જરાક આગળ નાહવા ગયો હતો ત્યારે પાણીમાં ગરક થઈ જતાં ડૂબી ગયો હતો જ્યારે બાદ ફાયર બ્રિગેડેની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટના રેલનગરમાં રહેતો ૨૧ વર્ષનો યુવાન રજામાં ત્રણ મિત્ર સાથે આજી ડેમ ફરવા ગયો હતો ત્યારે આર. કે. કોલેજના ગેટ સામે આવેલ માતાજીના મંદિર પાસે આવેલ પાણીના ખાડામાં બધા મિત્રો નાહવા ગયા હતા ત્યારે કમલેશ થોડે દૂર નાહવા ગયો હતો જયંતિ પાણીમાં ગરક થયો હતો તે જોતાં સાથે આવેલ મિત્રોએ બૂમાબૂમ કરી હતી જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવી હતી.

ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને કલાકોની મહા મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રેલનગરમાં આવેલ શારદા એપાર્ટમેન્ટમાં રહેતા અને દુકાનમાં નોકરી કરતા કમલેશ દેવલાણી દુકાને રજા હોવાથી પોતે ત્રણ મિત્રો સાથે આજે ડેમ ફરવા ગયો હતો અને ત્યાં મોગલ માતાજીના મંદિર પાસે પાણીના ખાડામાં ત્રણેય મિત્રો નાહવા પડ્યા હતા ત્યારે કમલેશ કિનારાથી થોડે દૂર નાહવા જતા પાણીમાં ગરક થઈ ગયો હતો અને ડૂબવા લાગતા બીજા બે મિત્રોએ બુમાબુમ કરી હતી. જેમની અવાજ સાંભળી આસ પાસના લોકો ભેગા થયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફે બે કલાકની જહેમત બાદ કમલેશનો મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો. યુવકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પરિવારને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here