રાજકોટના નરાધમે ૧૭ વર્ષની સગીરાને બનાવી પોતાના હવસનો શિકાર

File Image
File Image

26 Sep 22 : રાજકોટમાં રહેતા વિધર્મી નરાધમે ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. નરાધમે સગીરાને પ્રેમ જલમાં ફસાવી તેની સાથે ૬ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાને ૨૧ અઠવાડિયાનું ગર્ભ રહી ગયું હતું. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમને જણાવ્યું કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બે માસ પહેલા તેને એક કોલ આવ્યો હતો, જેમાં સામે છેડેથી વાત કરનારે પોતાનું નામ સદામ યાસીન કુરેશી જણાવી તેને કહ્યું હતું કે હું તમારી દીકરીને પ્રેમ કરૂ છું, મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત સાંભળી તેણે કહ્યું કે તમારી અને મારી જ્ઞાતિ અલગ છે. અમારાથી બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરાય, જેથી તું મારી પુત્રીને ભુલી જા તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.ત્યારબાદ જેની સાથે પોતાને પ્રેમ હોવાનું સદાયે કહ્યું હતું તે પુત્રીને તેના વિશે પુછતા કહ્યું કે એકાદ વર્ષ પહેલા કરીયાણાની દુકાને સામાન લેવા ગઈ હતી ત્યારે ત્યાં બેઠેલો સદામ તેની સામે હસતા તેણે પણ સ્માઈલ આપ્યું હતું. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેને કારણે બંને અવાર-નવાર મળતા હતા.

એકાદ માસ પહેલા સદામે તેને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો, જેના માધ્યમથી એકબીજા સામે વાતચીત કરતા હતા. આ પછી પરીવારના સભ્યોએ તેની પુત્રીને સમજાવતા સદામ સાથે વાત નહી કરે તેમ કહ્યું હતું. તે વખતે તેણે પુત્રી પાસેથી મોબાઈલ ફોન લઈ તોડી નાખ્યો હતો.ગઈ તા.24ના રોજ તે સસરાનું શ્રાદ્ધ હોવાથી પત્ની અને સગીર પુત્રી સાથે સાસુના ઘરે ગયો હતો. જયાં તેની પુત્રીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા રડવા લાગી હતી. પરીણામે તેને તબીબી પાસે સારવાર માટે લઈ ગયા હતા. તબીબે સોનોગ્રાફી કરાવવાનું કહેતા કરાવી હતી. રીપોર્ટ લઈ તબીબને બતાવવા જતા હતા ત્યારે રસ્તામાં પુત્રીએ જણાવ્યું કે સદામે તેને આશરે પાંચેક માસ પહેલા તેના ઘરે કોઈ ન હતું ત્યારે મળવા બોલાવી તેની સાથે શરીર સંબંધ બાધ્યો હતો. જેને કારણે તેને માસિકસ્ત્રાવ થયું ન હતું. જેની ટીકડી પણ લીધી હતી.આજે સવારે ફરીથી માસિકસ્ત્રાવની દવા પીધા બાદ પેટમાં દુખાવો શરૂ થયો છે. રીપોર્ટ લઈ ડોકટર પાસે પહોંચતા પુત્રી બેભાન થઈ ગઈ હતી. જેથી ૧૦૮ બોલાવી પુત્રીને પદ્મકુવરબા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં તપાસ કરી તબીબે ૨૧ અઠવાડીયાનો ગર્ભ હોવાનું અને હવે ગર્ભપાત થઈ ગયાનું જણાવ્યું હતું.

રાજકોટમાં ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર – વધુ ૧૭ કેસ નોંધાયા, મચ્છરોની ઉત્પત્તિની પગલે ૭૮૭ને ફટકારી નોટીસ

26 Sep 22 : રાજકોટમાં આ વર્ષ વધતા વરસાદને કારણે મરછરજન્ય રોગમાં ભરે ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટમાં આ સપ્તાહમાં ડેન્ગ્યૂના બીજા ૧૭ કેસ નોંધાયા જેની કારણે રાજકોટમાં ડેન્ગ્યુએ કુલ ૧૦૦નો આંકડો પાર કરી ગયો છે. આ સાથે મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ કેસમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યૂ તાવના ૧૭ કેસ નોંધાયા છે.

આ સાથે ચાલુ સાલ ડેન્ગ્યૂના કેસનો આંક સદીને વટાવી ૧૦૪એ પહોંચી જવા પામ્યું છે. મેલેરિયાના બે કેસ જ્યારે ચિકનગુનિયા પણ બે નોંધાયા છે. ચાલુ સાલ મેલેરિયાના કુલ ૩૦ અને ચિકનગુનિયાના ૧૮ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગત સપ્તાહે શરદી-ઉધરસના ૨૫૩ કેસ, સામાન્ય તાવના ૪૯ અને ઝાડા-ઉલ્ટીના ૮૭ કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે ૯૦૨૫૨ ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ૨૧૨૩ ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ સબબ ૫૩૬ સ્થળે ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન રહેણાંક વિસ્તારોમાં ૭૮૭ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.