શ્રીમદ ભાગવત સપ્તાહના સફળ આયોજન માટે નરેન્દ્રબાપુનું લોક સંસદ વિચાર મંચ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ દ્વારા સન્માન કરાયું

05 Nov 22 : શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજિત સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાનયજ્ઞના સમાપનના દિવસે શ્રી નરેન્દ્રભાઈ સોલંકી મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ આયોજિત આ ભવ્યાતિભવ્ય કથામાં અંતિમ દિવસે રાજકોટ શહેરની જાણીતી સંસ્થા લોક સંસદ વિચાર મંચ, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) અને યુથ ફોર ડેમોક્રેસી ના આગેવાનોમાં પૂર્વ ફૌજી અને સિનિયર સિટીઝન નટુભા ઝાલા (વનાળા) એ ફૂલહાર કરી સાલ ઓઢાડી નરેન્દ્રબાપુનું સન્માન કર્યું હતું. અને સંસ્થાના આગેવાનોએ સાત દિવસ સુધી હજારો ભાવિકોને નિઃશુલ્ક મહાપ્રસાદ નું ભવ્ય આયોજન અને શહેરમાં 351 પરિવારને પાટલાઓ મૂકી ભાગવત કથા માં પિતૃઓના મોક્ષાર્થે કરેલ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં સર્વશ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, નટુભા ઝાલા, સામાજિક અગ્રણી પ્રવીણભાઈ લાખાણી, શહેર ભાજપ મહિલા અગ્રણી હિતાક્ષીબેન વડોદરિયા, જિલ્લા નારી સુરક્ષા સમિતિના ઉપપ્રમુખ પારૂલબેન સિદ્ધપુરા,હંસાબેન સાપરિયા,ઉર્મિલાબેન લાબડીયા, સ્વીટીબેન વોરા,પુનમબેન રાજપૂત , સરલાબેન પાટડીયા સહિતના સંસ્થાના આગેવાનોએ નરેન્દ્રભાઈ સોલંકીની સરાહનીય કામગીરીને બિરદાવી બહુમાન કર્યું હતું.

વધુમાં વાંચો… શહેરના પેટ્રોલ પંપ અને જન ઔષધી કેન્દ્ર પરથી ધડાધડ મોદી ના ફોટા ઉતરાવતા કોંગી પ્રવક્તા ગજુભા ઝાલા

જકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ પંપ પર અને વડાપ્રધાન જન ઔષધી કેન્દ્ર પર લાગેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ફોટા બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાયા બાદ પણ તંત્ર હરકતમાં ન આવતા ઉચ્ચ સ્તરીય રજૂઆતની ચીમકી અને ભાજપની ચમચા ગીરી બંધ કરવા ટેલિફોનિક ઉગ્ર રજૂઆત બાદ નોડલ અધિકારીએ તાત્કાલિક કોંગી પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાની જે ફરિયાદ હતી તે તમામ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવામાં આવી છે અને બાંહેધરી આપી છે કે પેટ્રોલ પંપ અને ઔષધી કેન્દ્ર પરથી ફોટાઓ હટાવી દેવાશે સફળ રજૂઆતના સફળ પડઘા, ધડાધડ નિર્ણય ફટાફટ કામ આપણે જોયા છે પરિણામ ચૂંટણીની આચાર સંહિતા ની અમલવારી કરવામાં તંત્ર વામણું પુરવાર થતાં ગજુભા એ નિર્ભર અને કુંભકર્ણ માં પોઢેલા તંત્રને જાગવાની ફરજ પડી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગજુભા એ નરેન્દ્ર મોદીના અનેક ફોટાઓ ધડાધડ ઉતારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here