રાજકોટના યુવાનને નેશનલ એવોર્ડ

10 Dec 21 : શ્રી માતૃમંદિર કોલેજ, રાજકોટમાં છેલ્લા ૧૪ વર્ષથી  ઇન ચાર્જ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. રવિ ધાનાણીને થેલેસેમિયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ ૩ડીસેમ્બરના રોજ ‘‘વિશ્વ દિવ્યાંગ દિવસ’’ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.

થેલેસેમિયા ગ્રસ્ત ડો. રવિ ધાનાણીએ થેલેસીમિયા વિષય ઉપર પીએચ.ડી. ઉપરાંત, UGCની નેશનલ લેવલની વિવિધ ૨૫ કોન્ફરન્સ અને વિવિધ ક્ષેત્રોમાં ૧૪ આર્ટીકલ્સ પબ્લીશ કરેલા છે. થેલેસેમિયા તેમજ અન્ય સામાજિક ક્ષેત્રોમાં ૫થી વધુ ISBNવાળી બુક પબ્લિશ કરેલ છે. તેમજ સામાજિક ક્ષેત્રે કામ કરતી ૬ થી વધુ સંસ્થાઓમાં પોતે ટ્રસ્ટી તથા મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં તેઓએ ૧૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરેલ છે. તે ઉપરાંત 55 થી વધારે રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરેલ છે. દેશભરમાં તેઓએ ઘણા યુવાનોનું થેલેસેમિયા ક્ષેત્રે પરામર્શ (કાઉન્સેલિંગ) કરેલ છે. વિવેકા નંદ યુથ ક્લબ, ડોકટર, નેતાઓ અને સામાજિક કલ્યાણ સંસ્થાઓ તરફથી મળતી સહાય થી થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ માં તેઓ સફળ પ્રયત્ન સાધી શકે છેરાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થયેલ ડો. રવિ ધાનાણીની સિધ્ધિ સમગ્ર રાજકોટ તેમજ ગુજરાત માટે ગૌરવની વાત છે.