નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, 21 દિવસનું દિવાળી વેકેશન, જાણો બોર્ડની પરીક્ષા, ઉનાળુ વેકેશન અંગેની માહિતી

03 May 23 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. 11 માર્ચ, 2024ના રોજ બોર્ડની પરીક્ષાનો પ્રાંરભ થશે. બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષના કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન, પૂરક પરીક્ષા, પ્રિલિમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે. જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSHSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-2024નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ, આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે. જે 6 મે,2024થી શરૂ થશે અને 9 જૂન,2024 સુધી રહેશે. બોર્ડની પરીક્ષા 11 માર્ચ, 2024થી શરૂ થશે જે 28 માર્ચ 2024 સુધી ચાલશે. જ્યારે શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ , 2024થી યોજાશે. શાળાઓનું પ્રથમ સત્ર 5મી જૂનથી શરૂ થશે અને વર્ષ દરમિયાન શાળાઓને 19 જેટલી રજાઓ મળવા પાત્ર રહેશે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. નવા શૈક્ષણિક વર્ષ 2023-2024ના કેલેન્ડર મુજબ, નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે, જેમાં દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ અને સ્થાનિક રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ 30 નવેમ્બરથી થશે, જે 5 મે, 2024 સુધી રહેશે. ત્યાર બાદ નવું શૈક્ષણિક વર્ષ 2024-2025 10 જૂન, 2024થી પ્રારંભ થશે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન કુલ 245 જેટલા કાર્ય દિવસ રહેશે. જ્યારે પ્રથમ સત્ર દરમિયાન 124 જેટલા કાર્ય દિવસ રહેશે. બીજા સત્રની વાત કરીએ તો બીજા સત્ર દરમિયાન કાર્ય દિવસ 127 રહેશે.

વધુમાં વાંચો… શું સરકાર કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન સામે કેટલીક સહાય ચૂકવવી તેને લઈને છે અવઢવામાં?, જાણો કેટલા હેક્ટરમાં છે નુકસાન.
કમોસમી વરસાદને લઈને એપ્રિલના પ્રથમ સપ્તાહથી જાહેરાત થાય તેવી શક્યતા હતી. અગાઉ કૃષિ વિભાગ તરફથી પણ જાહેરાત કરવામાં આવશે એવા સંકેતો મળ્યા હતા પરંતુ હજૂ સુધી ખેડૂતોને ખેતીમાં થયેલા કમોસમી વરસાદના કારણે સહાય હજૂ સુધી અપાઈ નથી.

કમોસમી વરસાદ હજૂ પણ સતત જોવા મળી રહ્યો છે ત્યારે સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધીમાં ખેતી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર , 42 હજાર 210 હેક્ટર વિસ્તાર માં 33 ટકા નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે પરંતુ હજૂ સુધી સહાય પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું. માર્ચ મહિનામાં કમોસમી વરસાદને લઈને નુકસાન કેટલાક પાકોને થયું છે ત્યારે હજૂ પણ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતી છે ત્યારે અગાઉ માર્ચ મહિનાથી અવાર નવાર માવઠું થતા શિયાળું પાકોને નુકસાન થતા તેનો સર્વે પણ કરાયો છે. ત્યારે આ સર્વેની કામગિરી નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આ પાકોના નુકસાન મામલે એસડીઆરએફના નિયમોને આધારે સહાય પેકેજ જાહેર કરવાનું હજૂ સુધી બાકી જ છે. એસડીઆરએફના નિયમોને ધ્યાનમાં રાખીને કૃષિ સહાય પેકેજ આપવામાં આવશે. 11 હજાર 315 હેક્ટરમાં નુકસાન થયાનું અગાઉ જાહેર થયું છે. આ ઉપરાંત 30 હજાર 895 નુકસાન થયાનું જાહેર થયું હતું. ત્યારે એપ્રિલમાં સહાય પેકેજ જાહેર થાય તેવી શક્યતા હતી પરંતુ હજૂ સુધી ચૂકવણી કરવામાં નથી આવી જેથી ખેડૂતો ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ અત્યારે સતત કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર પણ અવઢવમાં છે કે કેટલી અને ક્યારે ચૂકવણી કરવી, કેમ કે, અત્યારે વરસાદ પડતા તેમજ બાગાયતી સહીતના પાકોને પણ ભારે નુકસાન તેના કારણે થઈ રહ્યું છે. માવઠાના મારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ સહીતના વિવિધ ભાગોમાં રવિ અને બાગાયતી પાકને નુકસાન થયું છે.

વધુમાં વાંચો… વડોદરા – ચોંકાવનારી ઘટના, 70 વર્ષીય વૃદ્ધાને રોડ ક્રોસ કરાવવાનું કહી બે ગઠિયા 70 હજારના દાગીના લઈ નકલી નોટોનું બંડલ આપી ફરાર, ઘટના CCTVમાં કેદ

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે એક ચોંકાવનારી ઘટના બની છે. એક 70 વર્ષીય વૃદ્ધાને રોડ ક્રોસ કરાવવાનું કહી બે ગઠિયાએ વૃદ્ધા પાસેથી સોનાના દાગીના લઈ નકલી નોટોનું બંડલ પકડાવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે વૃદ્ધાએ ફરિયાદ કરતા કારેલીબાગ પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનારા બે જણાવ્યા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના ફતેપુરામાં આવેલા કુંભારવાડામાં 70 વર્ષીય સવિતાબેન રાજપૂત પરિવાર સાથે રહે છે. હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી સવિતાબેન 1 માર્ચના રોજ દવા લેવા માટે ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે સવિતાબેન સંગમ ચાર રસ્તા પાસે રિક્ષાની રાહ જોઈ ઊભા હતા. દરમિયાન બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા અને રોડ ક્રોસ કરાવવાનું કહ્યું હતું. આથી 70 વર્ષીય સવિતાબેને બંનેને દીકરા સમાન સમજી તેમની સાથે રોડ ક્રોસ કર્યો હતો. રૂ.70 હજારના દાગીના લઈ નકલી નોટોનું બંડલ આપ્યું હતું. દરમિયાન એક શખ્સે સવિતાબેનની રૂ.70 હજારની કિંમતની સોનાની ચેઇન, બે બુટ્ટી લઈ નકલી નોટોનું બંડલ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે, થોડા સમય બાદ સવિતાબેનને પોતાની સોનાની ચેઈન અને બુટ્ટીઓ ન હોવાનું જણાતા તેમને પરિવારને જાણ કરી હતી. આ મામલે પરિવારે ફરિયાદ કરતા કારેલીબાગ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ મામલે સવિતાબેનનું કહેવું છે કે, રોડ ક્રોસ કર્યા બાદ મારી સાથે શું થયું એ મને ખબર નથી. હું જ્યારે ભાનમાં આવી ત્યારે ખબર પડી કે મારી સોનાની ચેઈન અને કાનની બે બુટ્ટીઓ ગાયબ છે. મને કશું ખબર નથી. મેં મારી જાતે જ સોનાની ચેઈન અને બે સોનાની બુટ્ટીઓ કાઢીને ઠગોને આપી હતી. ત્યાર બાદ મને પેટમાં દુ:ખાવો થતા, ગભરામણ થઈ હતી. આ ચોંકવનારી સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. ત્યારે હવે કારોલીબાગ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને ફૂટેજમાં દેખાતા બે ગઠિયાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here