વોટ્સએપે આપી નવા વર્ષની ગિફ્ટ, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટ, જાણો સંપૂર્ણ વિગત

06 Jan 23 : Whatsapp તેના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ લાવતું રહે છે. આ વખતે Whatsapp તેના કસ્ટમરને નવા વર્ષમાં ભેટ તરીકે એક નવું ફીચર આપી રહ્યું છે. એપએ વિશ્વભરના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યું છે. આ નવા ફીચર વિશે ખુદ Whatsapp એ માહિતી આપી છે. ઇન્સ્ટન્ટ-મેસેજિંગ સર્વિસ એપ Whatsapp યુઝર્સને પ્રોક્સી સર્વર દ્વારા કનેક્ટ કરવાની પરમિશન આપી રહી છે જેથી કરીને ઇન્ટરનેટ બંધ અથવા ઇન્ટરનેટ વિક્ષેપના સમયે પણ યુઝર્સ ઑનલાઇન મેસેજીસ મોકલી શકે. એટલે કે હવે Whatsapp યુઝર્સ ઇન્ટરનેટ વગર પણ ચેટ કરી શકશે.

ઇન્ટરનેટ વિના પણ ચેટ કરી શકશે : WhatsApp વૈશ્વિક સમુદાયને વોલિન્ટર પ્રોક્સી પ્રોવાઇડ કરવા માટે કહી રહ્યું છે જેથી ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે પણ દરેક વ્યક્તિ વાતચીત કરી શકે. Whatsapp એ કહ્યું કે તે આને કેવી રીતે સેટ કરવું અને તેને તમારા મોબાઈલ પર કેવી રીતે એક્ટિવેટ કરવું તે અંગે માર્ગદર્શન આપશે. એપ કહે છે કે પ્રોક્સી સાથે કનેક્ટ થવા પર પણ સિક્રસી અને સિક્યોરિટીનું ધ્યાન રાખવામાં આવશે.

તમારી ચેટ સુરક્ષિત રહેશે : બ્લોગમાં લખવામાં આવ્યું છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા તમારા અંગત મેસેજીસને પણ સુરક્ષિત રાખવામાં આવશે. આ મેસેજ અથવા ચેટિંગ તમારી અને તે વ્યક્તિ વચ્ચે રહેશે જેને તે મોકલવામાં આવ્યો છે. આ મેસેજ અન્ય કોઈને દેખાશે નહીં. આ પ્રોક્સી સર્વર Whatsapp અથવા Meta પર કોઈને પણ દેખાશે નહીં.

આ રીતે પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી શકશે : તમારી પાસે તમારા ફોનમાં Whatsappનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. આ નવો ઓપ્શન Whatsapp ના સેટિંગ્સ મેનુમાં જોવા મળશે. કંપનીનું કહેવું છે કે જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે, તો તમે સોશિયલ મીડિયા અથવા સર્ચ એન્જિન પર વિશ્વસનીય પ્રોક્સી સર્વર શોધી શકો છો. પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ થવા માટે તમારે સેટિંગમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો ઓપ્શન મળશે. અહીં ક્લિક કર્યા પછી, તમારે પ્રોક્સી સર્વરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને પછી તેને પ્રોક્સી એડ્રેસ લખીને સેવ કરવાનું રહેશે. પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. જો કનેક્શન સફળ થાય, તો તમે એક ચેકમાર્ક જોશો. જો તમે કનેક્શન પછી પણ મેસેજ મોકલી શકતા નથી, તો તેનો અર્થ એ કે તે બ્લોક થઈ ગયો છે. પછી તમારે બીજું પ્રોક્સી નેટવર્ક શોધવાની જરૂર છે.

અહેવાલ – જીજ્ઞેશ રામાવત ( તંત્રીશ્રી : રાજકોટ હેરાલ્ડ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here